ભાગ-6 : સપાનાની વ્યાખ્યા અને જીવન પર તેના પ્રભાવ

Posted By:
Subscribe to Oneindia News

[જ્યોતિષાચાર્ય અનુજ કે. શુક્લ] સ્વપ્નોની વ્યાખ્યા વાંચતા પહેલા તમે આંખો બંધ કરો અને યાદ કરો કે તમે આજે રાત્રે સ્વપ્નમાં શું જોયું. ત્યાર બાદ અમારી આ કોલમના તમામ ભાગને ધ્યાનથી વાંચો, નિશ્ચિત રીતે તમને ક્યાંક ને ક્યાંક જ્યોતિષની આ વિદ્યા પર વિશ્વાસ જરૂર થશે.

જે પ્રકારે સામુદ્રિક શાસ્ત્ર શરીરના અંગોના હિસાબથી કોઇપણ વ્યક્તિના વ્યક્તિત્વને જણાવે છે, તેવી જ રીતે આ વિદ્યામાં સ્વપ્નોની વ્યાખ્યા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સ્વપ્નમાં જો કોઇ ખરાબ વસ્તુઓ જોઇએ છીએ, જેમકે લાશ, કચરો, ભૂંડ, કહીએ છીએ કે આજે ઘણું જ ખરાબ સ્વપ્ન જોયું, જાણે શું થવાવું છે, પરંતુ જરૂરી નથી કે ખરાબ વસ્તુઓ જોવાથી ખરાબ જ થાય.

ઉદાહરણ તરીકે જો તમે સાંપને જુઓ છો, ધન આવવાની સંભાવના રહે છે, અને જો તમે સાંપને મરતા જુઓ છો તો શત્રુઓનો નાશ થાય છે. આ શ્રેણી ઘણી લાંબી છે, વાંચવા માટે એક-એક સ્લાઇડ ફેરવતા રહો.

આ પણ વાંચો ભાગ-4 ભાગ-5

પૂજા કરવી

પૂજા કરવી

જો આપ સપનામાં પૂજા કરી રહ્યા છો, તો તેનો અર્થ આપના જીવનમાં અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે.

મુક્કેબાજી કરતા હાથ

મુક્કેબાજી કરતા હાથ

જો આપ અસ્ત્રને ચલાવતા જુઓ તો દુશ્મનોનો નાશ કરી શકશો.

લાલ ફૂલ

લાલ ફૂલ

લાલ રંગનું ફૂલ જોવાથી આપને પુત્ર રત્નની પ્રાપ્તીની સંભાવના રહે છે, અથવા પુત્રથી સુખની પ્રાપ્તિ થાય છે.

થાંભલાના સહારે ઊભા રહેવું

થાંભલાના સહારે ઊભા રહેવું

જો આપ કોઇ થાંભલાના સહારે ઊભા છો અથવા તો તેને પકડીને ઊભા છો તો આપનું કોઇ કાર્ય પૂરું થશે.

ઝંડા

ઝંડા

ઝંડા દેખાવાથી આપના ધાર્મિક કાર્યોમાં રસ વધે છે.

હાથમાં સોનું

હાથમાં સોનું

જો આપ આપના હાથમાં સોનું જોવો તો જે કાર્ય આપ કરી રહ્યા છો, તેને છોડી દેવું જોઇએ કારણ કે તેમાં આપને અસફળતા જ હાથ લાગશે.

નદીમાં તરવું

નદીમાં તરવું

જો આપ સપનામાં ખુદને નદીમાં તરતા જોતા હોવ તેનો અર્થ એ છે કે આપના તમામ કષ્ટો ટૂંક સમયમાં દૂર થઇ જશે.

ઘોડાઓ

ઘોડાઓ

જો આપ સપનામાં ઘોડા જોતા હોવ, તો આપના માટે આ શુભ છે પરંતુ ઘોડા કાળા હોય તો ચોક્કસ આપની પર સંકટ આવવાનું છે.

 અરીસો જોવો

અરીસો જોવો

જો આપ સપનામાં અરીસો જોતા હોવ તો, તેનો અર્થ એ છે કે પ્રેમ થવાનો છે અથવા તો થઇ ગયો છે.

બાજ

બાજ

જો આપ સપનામાં બાજ પક્ષીને પકડી લો છો તો આપ જે કાર્ય કરવાનું વિચારી રહ્યા છો, તેમાં ચોક્કસ સફળ થશો.

રોટલી ખાવી

રોટલી ખાવી

જો આપ સપનામાં રોટલી ખાઇ રહ્યા છો તો તેનો અર્થ એવો થાય છે કે આપની ટૂંક સમયમાં પદોન્નત્તિ થવાની છે.

ભસતો કૂતરો

ભસતો કૂતરો

જો સપનામાં કોઇ કૂતરો આપની સામે ભસી રહ્યો છે, તો આપના દુશ્મનો પરાજીત થશે.

બિલાડી

બિલાડી

જો આપને સપનામાં બિલાડી દેખાય તો તેનો અર્થ એ છે કે આપનો સામનો આપના દુશ્મન અથવા ચોર સાથે થઇ શકે છે.

અન્ય પુરુષની સાથે પત્ની

અન્ય પુરુષની સાથે પત્ની

જો આપ આપની પત્નીને કોઇ અન્ય પુરુષ સાથે ગળે મળતી દેખાય છે તો આપનું અપમાન થઇ શકે છે.

બિલાડી અથવા વાંદરાનું કરડવું

બિલાડી અથવા વાંદરાનું કરડવું

જો સપનામાં આપને બિલાડી અથવા વાંદરું કરડે તો તેનો અર્થ છે કે આપને ટૂંક સમયમાં જ કોઇ રોગ લાગી શકે છે અથવા સંકટની સ્થિતિમાં છો.

ઇંડા

ઇંડા

જો આપ ઇંડા જુઓ છો, તો કોઇ કારણ વગરના વિવાદમાં ફસી શકો છો.

તલવાર

તલવાર

તલવાર દેખાવાનો અર્થ એ થાય છે કે આપ જે કાર્યમાં લાગેલા છો તેમાં ચોક્કસ સફળતા મળશે.

આપના અધિકારી

આપના અધિકારી

જો સપનામાં કોઇ મોટો અધિકારી દેખાય અને તેના હાથમાંથી કોઇ પક્ષી છૂટી જતું દેખાય તો સમજવું કે તેના અધિકારોમાં કમી આવી શકે છે.

પત્થર

પત્થર

સપનામાં પત્થર દેખાય તો દુશ્મનોમાં વધારો થાય છે, અથવા કોઇ પ્રકારની વિપત્તિ આવે છે.

English summary
This is the process of assigning meaning to dreams. According to Astrology, dream always indicates the ups and downs in your life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.