Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Holika Dahan 2021 Date: આ વર્ષે ક્યારે થશે હોલિકા દહન, જાણી લો તિથિ અને શુભ મુહૂર્ત

આવો, જાણીએ વર્ષ 2021માં હોલિકા દહનકયા દિવસે કરવામાં આવશે અને તેનુ શુભ મુહૂર્ત શું હશે.

હિંદુ કેલેન્ડર અનુસાર ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે. આના આગલા દિવસે રંગોનો તહેવાર હોળી આખા દેશમાં મનાવવામાં આવે છે. હોળીનુ પર્વ ભારતના એ ખાસ ઉત્સવોમાંનુ એક છે. જેટલુ મહત્વ હોળીનુ છે એટલુ જ મહત્વ હોલિકા દહનનુ પણ છે. આ દિવસ સાથે પૌરાણિક ભક્ત પ્રહલાદ અને તેમના પિતા હિરણ્યકશ્યપની કથા પણ જોડાયેલી છે. આવો, જાણીએ વર્ષ 2021માં હોલિકા દહન કયા દિવસે કરવામાં આવશે અને તેનુ શુભ મુહૂર્ત શું હશે.

હોલિકા દહનની તિથિ અને શુભ મુહૂર્ત

હોલિકા દહનની તિથિ અને શુભ મુહૂર્ત

હોલિકા દહન તિથિ - 28 માર્ચ, રવિવાર
હોલિકા દહન શુભ મુહૂર્ત - સાંજે 6 વાગીને 36 મિનિટથી રાતે 8 વાગીને 56 મિનિટ સુધી.

હોળાષ્ટકમાં અટકી જાય છે શુભ કાર્ય

હોળાષ્ટકમાં અટકી જાય છે શુભ કાર્ય

હોળીના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક લાગી જાય છે. આ દરમિયાન લગ્ન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ વર્ષે હોળાષ્ટક 21 માર્ચથી આરંભ થશે અને 28 માર્ચે હોલિકા દહન પર તેનુ સમાપન થશે.

હોલિકા દહન કેવી રીતે કરવામાં આવે છે?

હોલિકા દહન કેવી રીતે કરવામાં આવે છે?

હોલિકા દહનના ઘણા સમય પહેલાથી તેની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આના માટે એક જગ્યાએ સૂકુ વૃક્ષ રાખથી દેવામાં આવે છે આના પર લાકડા, ઘાસ, છાણા, પૂળા રાખવામાં આવે છે. પછી હોલિકા દહનવાળા દિવસે તેનુ દહન કરવામાં આવે છે. આ દિવસે ઘરના કોઈ મોટા સભ્ય તેને અગ્નિ આપે છે. હોલિકા દહનને નાની હોળી પણ કહેવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X