For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે જાણશો ઈશ્વર છે કે નહિ, વાંચો આ પ્રેરણાદાયી કહાની

શું છે સચ્ચાઈ? કેવી રીતે જાણશો કે ઈશ્વર છે કે નહિ? કેવી રીતે સાબિત કરવુ કે ઈશ્વરની સત્તા છે અને આપણા જ સમાહિત છે? વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

સંસારમાં વિવિધ વિચારોના લોકો જોવા મળે છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટુ વિભાજન બે વર્ગોમાં જોવા મળે છે. પહેલી શાખા છે આસ્તિક અર્થાત જે લોકો ઈશ્વરની સત્તા પર વિશ્વાસ કરે છે અને બીજા છે નાસ્તિક જે નથી માનતા કે ઈશ્વર જેવી કોઈ શક્તિ અસ્તિત્વ ધરાવે છે. આ બીજા વર્ગના લોકોનુ માનવુ છે કે જેને આપણે નથી જોઈ શકતા તેનુ અસ્તિત્વ પણ માની શકાય નહિ. તો શું છે સચ્ચાઈ? કેવી રીતે જાણશો કે ઈશ્વર છે કે નહિ? કેવી રીતે સાબિત કરવુ કે ઈશ્વરની સત્તા છે અને આપણા જ સમાહિત છે?

એક કહાનીના માધ્યમથી જાણીએ

એક કહાનીના માધ્યમથી જાણીએ

સંત નામદેવની મહિમા અને જ્ઞાનથી કોણ પરિચિત નથી? એક વાર સંત નામદેવ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ વચમાં ટોકીને કહ્યુ - મહારાજ! તમે રોજ ભગવાનના મહિમાના ગુણગાન કરો છો. પરંતુ એ તો જણાવો કે તમારા ભગવાન છે ક્યાં? સંત નામદેવે કહ્યુ - બિલકુલ, એ તો આપણી વિશ્વાસ કરવા, અનુભવવાની શક્તિ પર નિર્ભર કરે છે. એ વ્યક્તિએ કહ્યુ - મારી પાસે તો કોઈ આવી શક્તિ નથી. મને તો કોઈ એવી રીત સમજાવો કે હું તમારી વાત સમજી શકુ, તેના પર ભરોસો કરી શકુ. સંતે હસીને કહ્યુ - તો આજે આ જ કરીએ. તમારા વિશ્વાસને જાગૃત કરીએ.

'એક વાસણમાં પાણી અને થોડુ મીઠુ લઈ આવો'

'એક વાસણમાં પાણી અને થોડુ મીઠુ લઈ આવો'

ત્યારબાદ સંતે પોતાના એક શિષ્યને કહ્યુ - એક વાસણમાં પાણી અને થોડુ મીઠુ લઈ આવો. શિષ્ય તરત જ બધો સામાન લઈ આવ્યો. સંત નામદેવે એ વ્યક્તિને કહ્યુ, આ પાણીને ચાખો અને બતાવો કે આનો સ્વાદ કેવો છે? વ્યક્તિએ પાણી ચાખીને કહ્યુ કે આ મીઠુ છે. ત્યારબાદ સંત નામદેવે પાણીમાં મીઠુ નાખી દીધુ અને કહ્યુ કે હવે ચાખીને સ્વાદ બતાવો. એ વ્યક્તિએ કહ્યુ કે હવે પાણી ખારુ થઈ ગયુ છે. સંતે કહ્યુ - એકદમ બરાબર. પરંતુ શું તમને મીઠુ દેખાય છે? વ્યક્તિએ કહ્યુ - મીઠુ કેવી રીતે દેખાશે? એ તો ભળી ચૂક્યુ છે. સંતે કહ્યુ - આ જ તમારા પ્રશ્નનો જવાબ છે પુત્ર. ઈશ્વર અલગથી નથી દેખાતા. એ તો આપણામાં જ રચ્યા-વસ્યા છે. એ વ્યક્તિએ કહ્યુ - તો પછી ઈશ્વરને કેવી રીતે મેળવી શકાય છે?

તળિયામાં મીઠાના કણ પાછા દેખાવા લાગ્યા

તળિયામાં મીઠાના કણ પાછા દેખાવા લાગ્યા

હવે સંતે પોતાના શિષ્યને કહ્યુ - આ પાણીને ઉકાળો. જ્યારે પાણી ઉકળીને ઉડી ગયુ ત્યારે વાસણના તળિયામાં મીઠાના કણ પાછા દેખાવા લાગ્યા. નામદેવજીએ કહ્યુ - આ પાણીની જેમ ખુદને મિટાવવા પડશે. પોતાના અહંકારનો ત્યાગ કરવો પડશે. પોતાના અસ્તિત્વને એ પરમ સત્તાને સમર્પિત કરવુ પડશે, તો તમે ઈશ્વરને મેળવી લેશો. હવે એ વ્યક્તિ સંપૂર્ણપણે સંતુષ્ટ હતો અને તેનો વિશ્વાસ જાગી ચૂક્યો હતો.

વિધુ વિનોદ ચોપડાએ મને આત્મહત્યા માટે ઉકસાવ્યો હતોઃ ચેતન ભગતવિધુ વિનોદ ચોપડાએ મને આત્મહત્યા માટે ઉકસાવ્યો હતોઃ ચેતન ભગત

English summary
How do we know Where is God, Read here Inspirational Story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X