Labhpanchami 2021: લાભ પાંચમની તિથિ, સમય અને મહત્વ વિશે જાણો
નવી દિલ્લીઃ લાભ પાંચમનો તહેવાર દિવાળીના ઉત્સવનો અંતિમ દિવસ હોય છે. હિંદુ કેલેન્ડર અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષના પાંચમાં દિવસે લાભ પાંચમ મનાવવામાં આવે છે. આ દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ જેવા ઘણા અન્યા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. સુખ અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે.
લાભ પાંચમ 2021: તિથિ અને સમય
લાભ પાંચમ મંગળવાર, 9 નવેમ્બર, 2021
પ્રથમ કલા લાભ પંચમી, પૂજા મુહૂર્ત 6.39થી 10.16
પંચમી તિથિ 8 નવેમ્બર, 2021 - 13.16થી શરૂ થઈ રહી છે.
પંચમી તિથિ 9 નવેમ્બર, 2021ના રોજ સમાપ્ત - 10.35
લાભ પાંચમનુ મહત્વ
લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને સૌભાગ્ય-લાભ પંચમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસ સૌભાગ્ય અને લાભ સાથે જોડાયેલો છે. આ દિવસે નવો વેપાર-ધંધો શરૂ કરવુ લાભકારી માનવામાં આવે છે. ગુજરાતમાં લાભ પાંચમ નવા વર્ષનો પહેલો કાર્ય દિવસ છે માટે વેપારીઓ આ દિવસે નવી ખાતાવહી કે ખાતુ ખોલે છે. તેના પર સાથીયો બનાવે છે તેમજ શુભ અને લાભ લખવામાં આવે છે.
લાભ પાંચમ 2021: અનુષ્ઠાન
જે લોકો દિવાળી પર નથી ન કરી શકે તે લાભ પાંચમના દિવસે શારદા પૂજન કરે છે
વેપારી સમાજના લોકો પોતાના કાર્ય સ્થળ ખોલીને પોતાની ખાતાવહીનુ પૂજન કરે છે.
માતા લક્ષ્મી પૂજા સમૃદ્ધિ અને દિવ્ય આશીર્વાદ આપે છે.
અમુક લોકો પોતાની બુદ્ધિ વધારવા માટે પોતાના પુસ્તકોની પૂજા કરે છે.
લોકો પોતાના સંબંધીઓ અને દોસ્તોને મળવા જાય છે અને શુભકામનાઓ તેમજ મિઠાઈઓનુ આદાન-પ્રદાન કરે છે.
આ દિવસે દાન અને ચેરિટીનુ કામ ફળદાયી માનવામાં આવે છે.
અમુક જગ્યાએ ગણપતિ મંદિરોને સજાવવામાં આવે છે અને ભજન સંધ્યાનુ આયોજન કરવામાં આવે છે.