તમારા હોઠ તમારા વિશે કહે છે આ રહસ્યો...

Posted By: Staff
Subscribe to Oneindia News

એવું કોઈ નહિં હોય કે જેને તેનું ભવિષ્ય જાણવાની જીજ્ઞાસા ન હોય. આમ તો દરેક વ્યક્તિનું ભવિષ્ય સમયના ગર્ભમાં છૂપાયેલુ હોય છે, પણ આપણા શાસ્ત્રોમાં અનેક એવી વિદ્યાઓ છે જેના દ્વારા ભવિષ્ય ભાખી શકાય છે. આ વિદ્યાઓમાંની એક વિદ્યા છે સામુદ્રિક શાસ્ત્ર. જેમાં લક્ષણોને આધારે વ્યક્તિના ભવિષ્ય વિશેની જાણકારી મેળવી શકાય છે. સ્ત્રી-પુરુષના દરેક અંગો પોતાનું ખાસ મહત્વ ધરાવે છે, જે તમારા વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશેની જાણકારી આપે છે.

astrology
  • જેમ સ્ત્રીના વાળ, આંખ, ચહેરો, હાથ-પગ પરથી જાણી શકાય છે કે સ્ત્રી કેવી હશે, તેવી જ રીતે સ્ત્રીના હોઠ પણ આ અંગે ઘણું દર્શાવે છે. આજે અમે તમને જાણાવીશું કે તમે કઈ રીતે હોઠ દ્વારા તે સ્ત્રી વિશેની જાણકારી મેળવી શકો છો. 
  • જે સ્ત્રીના હોઠ કાળા હોય છે તે સ્ત્રી હોંશિયાર, ભણવામાં તેજ, વધુ વાતચીત કરનારી અને પોતાના પતિની સેવા કરનારી હોય છે. આવી સ્ત્રીઓની તાર્કિક ક્ષમતા ઘણી મજબૂત હોય છે. 
  • જે સ્ત્રીઓના હોઠ જાડા હોય, તે સ્ત્રી ઝગડાળું સ્વભાવની હોય છે, ઉપરાંત તેનો સ્વભાવ હંમેશા તીખો જ રહે છે. તે પોતાના છટકેલા મિજાજને કારણે લોકો સાથે જલ્દી ભળી શકતી નથી. જેને કારણે તે હંમેશા તનાવમાં રહ્યા કરે છે. 
  • જો કોઈ સ્ત્રીના હોઠ લાલ અને સુંદર હોય તો તે બુધ્ધિમાન પુત્રોને જન્મ આપનારી હોય છે. આવી સ્ત્રીઓ ઘરકામમાં અત્યંત નિપૂણ હોય છે. જો તે વધુ શિક્ષણ મેળવી લે તો તેનામાં ઘમંડ પેદા થઈ જાય છે. જે સ્ત્રીઓના હોઠ પર આછા નાના વાળ હોય છે, તે સ્ત્રીઓ વિશ્વાસઘાત કરનારી હોય છે. તે બીજા પાસેથી પોતાના કામો કઢાવવામાં હોંશિયાર હોય છે. તેમનો સ્વભાવ અત્યંત જીદ્દી હોય છે. જે સ્ત્રીના હોઠ નીચે ઝીણા વાળ હોય તે સ્ત્રી પોતાની સાસુ, શ્વસુરની સેવા કરનારી અને પોતાના પતિને ખુશ રાખનારી હોય છે. તે કલાત્મક કામોમાં અત્યંત નિપૂણ હોય છે. પહાડી વિસ્તારોનો પ્રવાસ કરવો તેને ખૂબ ગમે છે. 
  • જે સ્ત્રીઓના હોઠ પાતળા અને સામાન્ય લાલ રંગના હોય, તે સ્ત્રી અત્યંત મહત્વકાંક્ષી હોય છે. તે પોતાના કેરિયર પ્રત્યે ઘણી સજાગ અને સકારાત્મક અભિગમ ધરાવનારી હોય છે. પતિ પ્રત્યે તેને અત્યંત લાગણી અને સહાનુભૂતિ હોય છે. 
  • જે સ્ત્રીના હોઠ પર કાળો તલ હોય તે અત્યંત કામુક હોય છે. તેનું મન ભોગ-વિલાસ પ્રત્યે વધુ આકર્ષાય છે. ભૌતિક વસ્તુઓ વિના તેને જીવન જીવવામાં કોઈ આનંદ આવતો નથી. ઉપરનો હોઠ પાતળો અને નીચેનો જાડો આવી સ્ત્રીઓ સ્વભાવે સ્વભાવે ચંચળ હોય છે. દરેક સુખ-સુવિધાઓ તેઓ મેળવે છે, પણ તેના પર પૂરો વિશ્વાસ કરી શકાતો નથી. તે પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈની પણ સાથે દગો કરી શકે છે.
English summary
The lips of the individual play an important role in determining the nature of the individual. The palmists have also given illustration regarding the different shapes and size of lips.
Please Wait while comments are loading...