For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pitru Paksha 2020: શ્રાદ્ધમાં આ સરળ ઉપાયોથી પિતૃઓને કરો પ્રસન્ન

અમુક સરળ ઉપાયો દ્વારા પણ તમે પોતાના પૂર્વજોને ખુશ કરી શકો છે. આ ઉપાયો નીચે જણાવ્યા મુજબ છે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે, પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરાતા બધા કાર્યોને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધને જ પિતૃઓનો યજ્ઞ કહેવામાં આવે છે માટે પિતૃઓને પ્રસન્ન કરવા અને જાણે-અજાણ્યે આપણાથી પિતૃઓનો અનાદર થયો હોય તો તેમની માફી માંગવાનુ પર્વ છે શ્રાદ્ધ પક્ષ. આમ તો શ્રાદ્ધ પક્ષ 16 દિવસોનુ હોય છે જેમાં ભાદરવી પૂનમના દિવસે પૂનમનુ શ્રાદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ કૃષ્ણ પક્ષના 15 દિવસ ક્રમશઃ પ્રતિપદાથી અમાસ સુધીની તિથિઓના શ્રાદ્ધ કરવામાં આવે છે. અંતિમ દિવસે સર્વપિતૃ મોક્ષ અમાસ હોય છે. આ વર્ષે સર્વપિતૃ અમાસ 17 સપ્ટેમ્બરે હશે. ઘણા બધા લોકો ઈચ્છતા હોવા છતાં પણ શ્રાદ્ધ પૂજા વિધિવત રીતે નથી કરી શકતા. એવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે અમુક સરળ ઉપાયો દ્વારા પણ તમે પોતાના પૂર્વજોને ખુશ કરી શકો છે. આ ઉપાયો નીચે જણાવ્યા મુજબ છે...

બ્રાહ્મણોને ભોજન કરાવો

બ્રાહ્મણોને ભોજન કરાવો

  • તમે આ દિવસોમાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દાન-દક્ષિણા આપો.
  • શ્રાદ્ધમાં બ્રાહ્મણોને બેસાડીને તેમના પગ ધોવા જોઈએ.
  • શ્રાદ્ધમાં ભોજન સમયે મૌન રહેવુ જોઈએ.
  • માંગવા કે પ્રતિષેધ કરવાના સંકેત હાથેથી કરવા જોઈએ.
  • ભોજન કરતી વખતે બ્રાહ્મણને ભોજન કેવુ બન્યુ એ પણ ન પૂછવુ જોઈએ.
ભોજન માટે ધાતુના પાત્રનો ઉપયોગ ન કરવો

ભોજન માટે ધાતુના પાત્રનો ઉપયોગ ન કરવો

  • ભોજનકર્તાએ પણ શ્રાદ્ધના ભોજનની પ્રશંસા કે નિંદા ન કરવી જોઈએ.
  • શ્રાદ્ધમાં ધાતુના પાત્રનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
  • બ્રાહ્મણને લોખંડના પાત્ર, સ્ટીલની થાળીમાં ભોજન ન કરાવવુ જોઈએ.
  • પતરાળામાં ભોજના કરાવવુ જોઈએ.
  • તમે જેમના માટે શ્રાદ્ધ કરી રહ્યા છો તેમનુ મનપસંદ ભોજન બનાવો, આમ કરવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે.
અમુક ખાસ વાતો

અમુક ખાસ વાતો

કહેવાય છે કે જે લોકો પોતાનુ શરીર છોડી જાય છે તે કોઈ પણ લોકમાં કે કોઈ પણ સ્વરૂપમાં હોય, શ્રાદ્ધના પખવાડિયામાં પૃથ્વી પર આવે છે અને શ્રાદ્ધ તેમજ તર્પણથી તૃપ્ત થાય છે. માટે તર્પણ ખૂબ જરૂરી છે. શાસ્ત્રોમાં પિતૃઓનુ સ્થાન સૌથી ઉંચુ હોય છે.

સુશાંતના પિતા, 'બની શકે દીકરાએ ઉદાસ થઈને આપી દીધો જીવ'સુશાંતના પિતા, 'બની શકે દીકરાએ ઉદાસ થઈને આપી દીધો જીવ'

English summary
Pitra Paksha Begins, here is How to Please Ancestors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X