For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાવણે મંદોદરીને જણાવેલા 'સ્ત્રીઓના 8 અવગુણો'

રામાયણ કાળમાં રાવણે પોતાની પત્ની મંદોદરીને સ્ત્રીઓના 8 અવગુણો વિશે જણાવ્યું હતું, આવો જાણીએ રાવણે સ્ત્રીઓના કયા કયા 8 અવગુણો જણાવ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

રાવણ નું નામ આવે એટલે લોકો હંમેશા ખરાબ જ વિચારવા લાગે છે, કારણ કે તેણે માતા સીતાનું હરણ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે લંકાપતિ રાવણ એક મહાપંડિત હતો, જેણે કઠોર તપસ્યા કરી ઘણું બધુ જ્ઞાન મેળવ્યું હતું.

રાવણની પત્નીનું નામ હતું મંદોદરી, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. રામચરિત માનસ પ્રમાણે જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારબાદ શ્રી રામ વાનર સેના સાથે લંકા પહોંચી ગયા હતા. ત્યારે મંદોદરી ગભરાઈ ગઈ હતી અને તેણે રાવણ પાસે જઈને કહ્યું હતું, કે તે સીતાને રામ પાસે પાછી મોકલી દે અને રામની માફી માંગી લે.

આ સાંભળ્યા બાદ રાવણ પોતાની પત્ની પર હસ્યો અને તેણે મંદોદરીને સ્ત્રીઓના આઠ અવગુણો જણાવ્યા. આવો જાણીએ આ 8 અવગુણો કયા કયા છે..

raavan

વધુ પડતું સાહસ

સ્ત્રીઓમાં વધુ સાહસ હોવું એ પહેલો અવગુણ છે. ઘણી વાર એવું બને છે કે, સ્ત્રીઓ પોતાના સાહસનું ખોટી જગ્યાએ પ્રદર્શન કરી દે છે, જ્યાં તેમણે ન કરવું જોઈએ. જેને કારણે તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. સાહસને દુઃસાહસ ન બનાવવું જોઈએ.

જુઠ્ઠું બોલવાની ટેવ

સ્ત્રીઓનો બીજો અવગુણ છે વારંવાર તેમની જુઠ્ઠું બોલવાની ટેવ. રાવણે કહ્યું હતું કે, સ્ત્રીઓ નાની નાની વાતે જુઠ્ઠું બોલતી હોય છે, પણ તેમને એ ખબર નથી પડતી કે જુઠ્ઠું વધારે દિવસ છૂપાવી શકાતું નથી. ક્યારેક ને ક્યારેક તે બહાર આવી જ જાય છે.

ચંચળતા

સ્ત્રીનો ત્રીજો અવગુણ હોય છે ચંચળતા. સ્ત્રીઓનું મન વારંવાર બદલાયા કરતું હોય છે અને તેમના મનને જાણી શકવું ઘણું મુશ્કેલ હોય છે.

બીજાની વિરુદ્ધ કપટ કરવું

સ્ત્રીઓનો ચોથો અવગુણ છે બીજાની વિરુદ્ધ કપટ કરવું. જેનાથી પરિસ્થિતિ તેમને અનુકૂળ રહે. પોતાનું કામ કઢાવવા સ્ત્રીઓ શું શું કરે છે તેની પણ ચર્ચા અહીં રાવણે કરી છે.

જલ્દી ગભરાઈ જવું

રાવણના જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓનો પાંચમો અવગુણ છે, જલ્દી ગભરાઈ જવું. સ્ત્રીઓ જેટલી સાહસી હોય છે, તેટલી જ જલ્દી ગભરાઈ પણ જાય છે. જો તેમને લાગે કે કામ તેમની મરજી પ્રમાણે નથી ચાલી રહ્યું તો તે બદલાવ જોઈને ડરી જાય છે.

થોડી ઘણી મૂર્ખ

છઠ્ઠા અવગુણ પ્રમાણે સ્ત્રીઓ થોડી ઘણી મૂર્ખ પણ છે. તે વિના સમજે વિચાર્યે કોઈ પણ નિર્ણય લઈ લે છે અને મોટી સમસ્યામાં પડી જાય છે. જે વાત તેમને ઘણા લાંબા સમય પછી સમજાય છે.

નિર્દયી હોવું

સ્ત્રીઓનો સાતમો અવગુણ છે નિર્દયીપણુ. સ્ત્રીઓને પુરુષોની સરખામણીએ દયાળુ માનવામાં આવે છે, પણ રાવણના કહેવા પ્રમાણે સ્ત્રીઓ નિર્દયી હોય છે. ઘણા બધા કિસ્સાઓમાં સ્ત્રીઓ બિલકુલ દયા દાખવતી નથી.

અપવિત્ર

આઠમો અવગુણ છે કે સ્ત્રીઓ ગમે તેટલી સુંદર હોય, સુંદર ઘરેણાં પહેરતી હોય, પણ તે સાફ-સફાઈનું ધ્યાન નથી રાખતી. જેને કારણએ રાવણે સ્ત્રીઓને અપવિત્ર કહી છે.

English summary
Raavan from Ramayan Kaal had revealed 8 evil qualities in a woman’s character to his wife Mandodari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X