સપનામાં સાંપનું દેખાવું શુભ કે અશુભ, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર.

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

'સ્વપ્ન' એક એવો વિષય છે જેના પર જેટલું પણ લખાય તેટલું ઓછુ છે. આ વિષય પર અનેક સંશોધનો થયા છે પણ અત્યાર સુધી કોઈ પણ સ્ટડી સ્વપ્નની યોગ્ય વ્યાખ્યા કરી શકી નથી. ઉંઘમાં જોયેલા સોહામણા સ્વપ્ન શા માટે આવે છે આ વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. વૈજ્ઞાનિકો જણાવે છે કે, સપના વ્યકિતની દબાયેલી ઈચ્છાઓ અને વિચારોનું પ્રતિક છે. તો ધર્મ અને જ્યોતિષો તેને કંઈક જુદી રીતે જણાવે છે. ક્યારેક વ્યકિત પોતાના સપનાથી ખુશ હોય છે તો ક્યારેક તે ચિંતામાં પણ હોય છે. સપનામાં દેખાયેલી વસ્તુઓ વિશે તે વિચારવા લાગે છે. તેમાં ખાસ જ્યારે સપનામાં સાંપના દર્શન થાય તો વ્યકિત હેરાન થઈ જાય છે. કેટલાક લોકો સર્પનું દેખાવું શુભ ગણે છે જ્યારે કેટલાક તેને અશુભ સંકેત માને છે.

શુભ-અશુભ

શુભ-અશુભ

જ્યોતિષો પ્રમાણે જ્યારે જીવનમાં રાહુના એંધાણ હોય ત્યારે સપનામાં સાંપ દેખાતા હોવાનું કહે છે અને તે શુભ છે. જ્યારે કેટલાક પુસ્તકોમાં સાંપનું દેખાવું અશુભ પણ મનાય છે.

હરતો-ફરતો સાંપ દેખાય તો...

હરતો-ફરતો સાંપ દેખાય તો...

જો કે સપનામાં સાંપ કયા રૂપે દેખાય છે, તેના પર આધાર રાખે છે કે તે શુભ છે કે અશુભ. સામાન્ય રીતે જો તમને સાંપને ચાલતા ફરતા જુઓ તો કહેવાય છે કે વ્યકિતને ધનલાભ થશે.

સાંપ કરડે તો..

સાંપ કરડે તો..

સપનામાં જો સાંપ કરડે છે તો તે ચિંતાનો વિષય છે. તેનો અર્થ એ છે કે, આવનારા સમયમાં તમે કોઈ મોટી બિમારીથી પિડાઈ શકો છો. તમને કોઈ બિમારી થઈ શકે છે.

કાળો નાગ દેખાય તો..

કાળો નાગ દેખાય તો..

જો તમને સપનામાં કાળો નાગ દેખાય તો તેનો અર્થ એ છે કે, વ્યકિતને સન્માન પ્રાપ્ત થશે અને જો તમે જોડીમાં સાંપ જુઓ તો તમને પ્રેમની પ્રાપ્તિ થવાની છે.

સપનામાં સાંપ દોડાવે તો..

સપનામાં સાંપ દોડાવે તો..

જો સપનામાં સાંપ તમને દોડાઈ રહ્યા છે તો સમજી લેજો કે અસલ જીવનમાં તમે કોઈનાથી ડરો છો, જેનું સમાધાન કરવું જરૂરી છે.

મરેલો સાંપ દેખાય તો...

મરેલો સાંપ દેખાય તો...

જો સપનામાં મરેલો સાંપ દેખાય તો તેનો અર્થ એ છે કે, તમારી તમામ મુશ્કેલીઓ ખતમ થવાની છે.

લાંબો કાળો સાંપ દેખાય તો..

લાંબો કાળો સાંપ દેખાય તો..

જો સપનામાં તમને લાંબો કાળો સાંપ દેખાય તો સમજી લેજો કે, તમારી યૌન ઈચ્છા ચરમસીમાએ છે. જો સ્વપ્નમાં સાંપના દાંત દેખાય તો તે નજીકના સંબંધિ કે મિત્ર દ્વારા તમને હાનિ થવાની શક્યતા છે.

English summary
When you dream about snakes, chances are that the meaning of what you just dreamed about is related to challenging issues and feelings that you’re facing in your daily life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.