જ્યોતિષ મુજબ જાણો, શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે?

Posted By:
Subscribe to Oneindia News

ઉરી અને બારામુલ્લા આતંકી હુમલા અને ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન અને ભારતની વચ્ચે સ્થિતિ ખૂબ જ તનાવથી ભરેલી છે. વળી ભારત અને પાકિસ્તાન બન્ને દેશો પરમાણુ હથિયારો ધરાવે છે. ત્યારે જે રીતની તણાવપૂર્ણ સ્થિતિ ઉપજી છે તે જોતા ક્યાંક ને ક્યાંક દરેકના મનમાં એક સવાલ ઊભો થાય છે કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે?

ભારતીય સેનાના 10 સૌથી શક્તિશાળી હથિયાર, જે છે સેનાની ઢાલ

શું પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરશે? શું મોદીના રાજમાં ભારતને એક મોટા યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે? આ તમામ સવાલોના જવાબ જાણવા મુશ્કેલ છે. પણ આ જ્યોતિષના આધારે ગ્રહોની ચાલ સમજીને ભવિષ્ય ભાખી શકાય છે. અને ત્યારે જ્યોતિષ આધારે અમે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થશે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો છે. તો વધુ વાંચો નીચે....

Birthday Special: જ્યોતિષ મુજબ મોદીનું 2017 વર્ષ કેવું રહેશે?

જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે?

જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે?

જ્યોતિષ વિશ્લેષણ મુજબ સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે એક વર્ષમાં વધુ વખત સૂર્ય કે ચંદ્ર ગ્રહણ થાય છે તો તેની અશુભ અસર જરૂરથી જોવા મળે છે.

6 સૂર્ય ગ્રહણ

6 સૂર્ય ગ્રહણ

વર્ષ 1953-54ની વચ્ચે કુલ મળીને 6 સૂર્ય ગ્રહણ થયા હતા. આ 10 વર્ષોમાં ભારતના હાથથી તિબ્બટ ગયું હતું. ચીને આક્રમણ કર્યું હતું. જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું.

ત્રણ સૂર્ય ગ્રહણ

ત્રણ સૂર્ય ગ્રહણ

તો વર્ષ 1971 થી 1973માં પણ ત્રણ સૂર્ય ગ્રહણ થયા હતા. ત્યારે યુદ્ધ બાદ બાંગ્લાદેશનો જન્મ થયો હતો. વર્ષ 1982, 1992, 2000માં ક્રમશ ચાર થી ત્રણ વાર સૂર્ય ગ્રહણ થયા હતા. જેના કારણે પંજાબમાં ખાલિસ્તાની ચળવળ, બે મંત્રીઓની હત્યા, ઓપરેશન બ્લુ સ્ટાર, સત્તા પરિવર્તન જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. અને કારગિલ યુદ્ધ પણ થયું હતું.

હાલ યુદ્ધ નહીં થાય

હાલ યુદ્ધ નહીં થાય

નોંધનીય છે કે 15 દિવસમાં બે ગ્રહણ થવા અશુભ માનવામાં આવે છે. વર્ષ 2016માં 9 માર્ચે પૂર્ણ સૂર્ય ગ્રહણ અને પંદર દિવસ પછી 23 માર્ચે આશંકિ ચંદ્ર ગ્રહણ થયું હતું. વળી 1 સપ્ટેમ્બરે પણ પૂર્ણ સૂર્ય ગ્રહણ અને 16 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ થયું હતું. આ ખગોળીય ઘટનાને કારણે ઉરી આતંકી હુમલો અને સર્જિકલ સ્ટ્રાઇક જેવી સ્થિતી સર્જાઇ હતી. જો કે જ્યોતિષ મુજબ 10 ફેબ્રુઆરી 2017 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તનાવપૂર્ણ સ્થિતિ રહેશે. અને તેમાં ફરી એક સર્જિકલ સ્ટ્રાઇકની સંભાવના રહેલી છે. પણ યુદ્ધના કોઇ સંભાવના હાલ નથી.

2018 થઇ શકે છે યુદ્ધ

2018 થઇ શકે છે યુદ્ધ

જો કે 2018થી 2019માં જ્યોતિષ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સંભાવના રહેલી છે .વળી સન 2018માં 15 ફેબ્રુઆરી, 13 જુલાઇ અને 11 ઓગસ્ટે સૂર્ય ગ્રહણ છે. અને 31 જાન્યુઆરી અને 27 જુલાઇએ ચંદ્રગ્રહણ છે.

ગુરુનું અંતર શરૂ

ગુરુનું અંતર શરૂ

સ્વતંત્ર ભારતની કુંડળીમાં 10 ઓગસ્ટ 2018થી ચંદ્રમાં ગુરુનું અતંર શરૂ થાય છે. ગુરુ અષ્ટમેશ થઇને શત્રુના ભાવ ષષ્ઠમમાં બેસે છે. અષ્ઠમ ભાવ યુદ્ધ અને ષષ્ઠમ ભાવ શત્રુને બતાવે છે. જે બતાવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સંભાવના પ્રબળ છે. જો કે યુદ્ધ થયું તો પણ ભારતની મોટી જીત થશે અને વૈશ્વિક ફલક પર આ જીત ભારતને વાહવાઇ અને પાકિસ્તાનને ફટકાર અપાવશે.

English summary
Will be a war between India and Pakistan? know the answer in this astrology article. Read more here.
Please Wait while comments are loading...