Yearly horoscope 2017 : કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ 2017

Posted By:
Subscribe to Oneindia News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. મહિનાની શરૂઆતમાં મંગળ કુંભ રાશિમાં અને 18 જાન્યુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે. બુધ 9 જાન્યુઆરીએ માર્ગી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે સાથે જ શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગુરુ 4 જાન્યુઆરીએ તુલા રાશિમાં પ્રવેશ કરશે ઉપરાંત શનિ વૃશ્ચિક રાશિમાં
ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. ગ્રહોની આ દશાને આધારે જાણો આ રાશિના જાતકો માટે 2017નું આ વર્ષે કેવું રહેશે.

Read also :  Yearly horoscope 2017: મીન રાશિનું વાર્ષિક રાશિફળ

નીચે વર્ષના 12 મહિના મુજબ આ વર્ષમાં આ રાશિના જાતકોના જીવનમાં જ્યોતિષ મુજબ કેવા ઉતાર ચઢાવ આવશે તે અંગે વિતગવાર જાણો...

જાન્યુઆરી

જાન્યુઆરી

આ રાશિના જાતકો માટે જાન્યુઆરી માસ બહું મોટો ફેરફાર લાવે તેવી કોઈ શક્યતા જણાતી નથી. આ દરમિયાન તમે કોઈ પ્રવાસ કરી રહ્યા હોવ તો તમારો સામાન સાચવજો. કુટુંબમાં શાંતિ જાળવી રાખવા માટે બલિદાન આપવું પડશે.

 • આર્થિક પક્ષ-મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે પણ અંત આવતા સુધી અનેક મુશ્કેલીઓ ભોગવશો.
 • આરોગ્ય-શરીર સારુ રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાઓએ વધુ મહેનત કરવી પડશે. વેપારમાં કોઈપણ રોકાણ સમજી-વિચારીને કરવું.
 • લગ્નજીવન-પરણિત લોકોએ આ મહિને થોડા સાચવીને રહેવાની જરૂર છે.
 • પ્રેમ પ્રસંગ- સંબંધને આગળ વધારવા માટે સારા સંકેતો છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

આ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી સારો રહેશે નહિં. માનસિક તનાવની સ્થિતિ રહેશે, તેમ છતાં કુટુંબી સભ્યોની મદદથી તમને થોડી રાહત મળશે.

 • આર્થિક પક્ષ-મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ કથળી જશે.
 • આરોગ્ય-વાહન ચલાવતા સાચવવું, વાગવા, પડવાની શક્યતા છે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારીઓને રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. નોકરી કરનારા ખાસ કરીને શિક્ષકો બેદરકારી દાખવે નહિં.
 • લગ્નજીવન-પરસ્પર પ્રેમ વધશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમીને પ્રપોઝ કરશો, જેમાં નિષ્ફળ રહેશો.

માર્ચ

માર્ચ

કુંભ રાશિના જાતકો માટે માર્ચ મહિનો મધ્યમ ફળ આપશે. સ્ત્રીઓ સાથે નિકટતા વધશે. આર્થિક ક્ષેત્રે નવા સ્ત્રોત ઉભા થશે. કુટુંબના સભ્યો હળી-મળીને રહેશો.

 • આર્થિક પક્ષ-આવકની સ્થિતિ ઠીક-ઠાક જણાઈ રહી છે.
 • આરોગ્ય-શરીરનો સાથ મળી રહેતા અનેક કામો કરી લેશો, નફો પણ મેળવશો.
 • કેરિયર અને વ્યવસાય-બેરોજગાર લોકોને રોજગારી મળશે. વેપારમાં બુધ્ધિ પૂર્વક કરેલું રોકાણ ફાયદો કરાવશે.
 • લગ્નજીવન-સંતાન પ્રાપ્તિને લીધે ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં પાગલ બનશો નહિં, નહિંતર સાથી તમારાથી કંટાળી જશે.
એપ્રિલ

એપ્રિલ

કુંભ રાશિના જાતકો માટે એપ્રિલ માસ સારો જણાઈ રહ્યો છે. તમે તમારા કામથી લોકોને આકર્ષિ શકશો. વધુ કમાવવા ભાગદોડ કરશો. કુટુંબને તમામ સુખ આપવા માટે સખત મહેનત કરશો.

 • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
 • આરોગ્ય-જૂના રોગોમાં રાહત મળવાથી આરોગ્યમાં સુધારો આવશે.
 • કેરિયર અને વ્યવસાય-સર્જન ડોક્ટરો માટે સમય શુભ છે. નોકરી કરનારાને મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં ખેચાં ખેંચી રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રણય સંબંધોમાં ખુશીનો માહોલ જળવાઈ રહેશે, બંને સાથે ફરવા જશો.

મે

મે

આ રાશિના જાતકો માટે મે માસ સામાન્ય રહેશે. તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. નકામા ખર્ચાને લીધે બજેટ ખોરવાઈ જશે. આધ્યાત્મ જીવનમાં રસ જાગશે.

 • આર્થિક પક્ષ-આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડશે.
 • આરોગ્ય-પ્રવાસ કરવાનું ટાળજો. નહિંતર થાકીને લોથપોથ થઈ જશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાઓએ મન મારીને કામ કરવું પડશે. વેપારમાં જલ્દીજ કોઈ નુકશાન થશે.
 • લગ્નજીવન-જીવનસાથીની ઉન્નતિને લઈ તેમની સાથે મતભેદ થશે.
 • પ્રેમ પ્રસંગ-સંબંધોમાં તાળમેળનો અભાવ રહેશે.

જૂન

જૂન

કુંભ રાશિના જાતકો માટે જૂન માસ અઘરો રહેશે. તમારી પ્રિય વ્યકિતના કડવા શબ્દો તમારો મુડ બગાડી મુકશે.

 • આર્થિક પક્ષ-તમારી મહેનતથી ઈચ્છાને અનુરૂપ આવક મેળવી લેશો.
 • આરોગ્ય-જૂના રોગોમાં રાહત મળતા આરોગ્ય સુધરશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા પોતાની સ્થિતિ સુધારી શકશે. વેપારીઓની આવકમાં વધારો થશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં સાથીની મદદ મેળવી શકશો નહિં.
 • પ્રેમ પ્રસંગ-તમારો પ્રેમી તમને દગો આપી શકે છે, સમજી-વિચારીને પગલા લેજો.

જુલાઈ

જુલાઈ

તમારા માટે જુલાઈ માસ મધ્યમ ફળ આપનારો જણાઈ રહ્યો છે. પાડોશી તમને મદદરૂપ થશે. ભોતિક વસ્તુઓમાં રસ જાગશે. વિદ્યાર્થિઓને સફળતા મળશે.

 • આર્થિક પક્ષ-તમારી આર્થિક સ્થિતિ સુધરશે, વધારાની આવક કરી શકશો.
 • આરોગ્ય-આરોગ્ય પ્રત્યે બેદરકારી તમને ભારે પડશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા પોતાના દુશ્મનોથી સાચવીને રહે. વેપારમાં લાભ માટે ઉત્તમ સમય છે.
 • લગ્નજીવન-આ માસ દરમિયાન પતિ-પત્ની થોડા સાચવીને ચાલે, સ્થિતિ વણસી શકે છે.
 • પ્રેમ પ્રસંગ-તમારા સાથી સાથે રોમાંચિત પળો વિતાવશો.

ઓગસ્ટ

ઓગસ્ટ

કુંભ રાશિના જાતકો માટે ઓગસ્ટ માસ સામાન્ય રહેશે. વાહનનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખજો, અકસ્માતનો યોગ છે.

 • આર્થિક પક્ષ-ઓછા સમયમાં સારી આવક કરી લેશો.
 • આરોગ્ય-આ માસ દરમિયાન ઉર્જાવાન રહેતા ખુબ સક્રિય રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને અત્યારે કરેલી મહેનતનું પરિણામ થોડા સમય બાદ મળશે. વેપારમાં કેટલાક ફેરફારો કરવાનું મન થશે.
 • લગ્નજીવન-જીવનસાથી તમારા પ્રત્યે આકર્ષાશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમી તરફથી કોઈ મોંધી ભેંટ મળી શકે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

તમારા માટે સપ્ટેમ્બર માસ શુભ રહેશે. માન-સન્માનમાં વધારો થશે. મનોરંજન અને ડિઝાઈનના વ્યવસાય કરનારા લોકોને અત્યંત લાભ મળશે.

 • આર્થિક પક્ષ-સ્ત્રી-વર્ગ તરફથી ધન પ્રાપ્ત થશે.
 • આરોગ્ય-દિનચર્યા નિયમિત રાખજો, સ્વાસ્થ્ય સારું રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમાં જેટલી મહેનત તેટલો લાભ મળશે. નોકરી કરનારાને સ્થાન પરિવર્તનો યોગ જણાઈ રહ્યો છે.
 • લગ્નજીવન-લગ્નજીવન સારું રહેશે નહિં.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમ સંબંધને જાળવીને ચાલવું પડશે.

ઓક્ટોબર

ઓક્ટોબર

આ રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ કેટલાક ક્ષેત્રોમાં અઘરો રહી શકે છે. જીવનસાથીના સંબંધિઓની દખલ-અંદાજીને લીધે તમારી વચ્ચે તનાવ રહેશે.

 • આર્થિક પક્ષ-આ માસ દરમિયાન આવક સારી રહેશે પણ તેની સામે ખર્ચા પણ તેટલા જ થશે.
 • આરોગ્ય-જોશ અને ઉર્જા સાથે કામ કરી શકશો.
 • કેરિયર અને વ્યવસાય-વેપાર કરનારાને ચેલેન્જનો સામનો કરવો પડશે. નવી નોકરી માટે થોડી વધુ રાહ જોવી પડશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં પહેલા કરતી સ્થિતિ સુધરશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમીને અવગણવું તમને ભારે પડી શકે છે.

નવેમ્બર

નવેમ્બર

તમારા માટે નવેમ્બર માસ સામાન્ય રહેશે. લગ્નજીવનમાં સાથીની જરૂરિયાતોને પણ સમજવી પડશે. વિદ્યાર્થિ વર્ગ મિત્રો સાથે ફરવા સમય કાઢી લેશે.

 • આર્થિક પક્ષ-તમારી આવકમાં ચારચાંદ લાગી જશે.
 • આરોગ્ય-બદલાયેલા હવામાનની અસર તમારા શરીર પર પડશે.
 • કેરિયર અને વ્યવસાય-લોખંડના વેપારીને લાભ થઈ શકે છે. નોકરીના પ્રયત્નોમાં હાલ કોઈ સફળતા જણાતી નથી.
 • લગ્નજીવન-લગ્નજીવન સંઘર્ષ ભર્યું રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં ગાંડપણ દેખાડશો નહિં.

ડિસેમ્બર

ડિસેમ્બર

આ રાશિના જાતકો માટે ડિસેમ્બર ઠીક-ઠાક રહેશે. તમારી મુશ્કેલીના સમયમાં સાસરીયા તમારી મદદ માટે હાજર રહેશે.

 • આર્થિક પક્ષ-આર્થિક મુશ્કેલીઓ ધીમે-ધીમે ખતમ થઈ જશે.
 • આરોગ્ય-શરીરનો સાથ મળી રહેવાથી દોડ-ભાગ કરી શકશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા પોતાના સહયોગીને ખુશ કરીને ચાલે. વેપારમાં ભાગ્યનો સાથ મળશે.
 • લગ્નજીવન-જીવનસાથી સાથે કૌટુંબિક મુદ્દાઓને લઈ ખેંચતાણ રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમ કરનારાને સમયનો સાથ મળી રહેશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Varshikrashiphal 2017 of your zodiac sign will help you. Year prediction of Aquarius.
Please Wait while comments are loading...