Yearly horoscope 2017: મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ 2017

Posted By:
Subscribe to Oneindia News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. મહિનાની શરૂઆતમાં મંગળ કુંભ રાશિમાં અને 18 જાન્યુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે. બુધ 9 જાન્યુઆરીએ માર્ગી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે સાથે જ શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગુરુ 4 જાન્યુઆરીએ તુલા રાશિમાં પ્રવેશ કરશે ઉપરાંત શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ સિંહ અને કુંભ રાશિમાં રહેશે.

Read also: Yearly horoscope 2017: કર્ક રાશિ વાર્ષિક રાશિફળ 2017

ત્યારે જ્યોતિષ મુજબ ગ્રહોની દશાને આધારે જાણો મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2017 કેવું રહેશે. સાથે જ જાણો 12 મહિનાનું માસિક રાશિફળ વિગતવાર અહીં....

જાન્યુઆરી

જાન્યુઆરી

આ માસ મિથુન રાશિના જાતકો માટે સારો કહી શકાય. મિત્રોની મદદથી તમારી નાણાકીય મુશ્કેલીઓ ઉકેલાઈ જશે. તમારે તમારી હોંશિયારીનો ઉપયોગ ઘરના સંવેદશીલ મુદ્દાઓને ઉકેલવા કરવો જોઈએ. વાતચીતમાં કુશળતાને લીધે તમે તમારો મજબૂત પક્ષ રજૂ કરી શકશો.

 • આર્થિક પક્ષ-નાણાકીય પરિસ્થિતિમાં મજબૂતાઈ આવશે.
 • આરોગ્ય-આ રાશિના જાતકો ચર્મ રોગથી હેરાન રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો માટે આ સમય સારો રહશે. વ્યવસાય કરનારા આ સમયે કોઈ મોટું રોકાણ કરી શકે છે.
 • લગ્નજીવન-તમને તમારા જીવનસાથીના કડક અને રુખા વ્યવહારનો સામનો કરવો પડશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમ સંબંધમાં ઉલ્લાસમાં વધારો થશે.

ફ્રેબુઆરી

ફ્રેબુઆરી

મિથુન રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. જો તમને વધુ તાણ લગતી હોય તો, બાળકો સાથે વધુ સમય વિતાવજો. તેમનું પ્રેમ ભર્યું આલિંગન અને તેમની સ્માઈલથી તમારી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જશે. મનોરંજન અને સોદર્યને લઈ નકામા ખર્ચા કરશો નહિં. ઘરના વાતવરણને લીધે તમે ઉદાસ રહેશો.

 • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિ સારી રહેશે પણ તેની સામે ખર્ચા પણ વધુ રહેશે.
 • આરોગ્ય-તમારું આરોગ્ય તમારા માટે ચિંતાનો વિષય બનશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા માટે સમય અનુકૂળ નથી. અને વેપારીઓ એ આ દરમિયાન કોઈ નવું કામ કરવું નહિં.
 • લગ્નજીવન-પતિ-પત્ની વચ્ચે ખટપટ રહેશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમીને કોઈ વાયદો કરશો નહિં.
માર્ચ

માર્ચ

એક જ દિવસને ધ્યાનમાં રાખી જીવવાની તમારી ટેવને બદલો. હદથી વધારે સમય કે ખર્ચ મનોરંજન પાછળ કરશો નહિં. તમે તમારી હોંશિયારી અને આકર્ષણ શક્તિનો ઉપયોગ કરી કોઈની પાસેથી કંઈપણ કામ કરાવી લેજો.

 • આર્થિક પક્ષ-તમારી આવકમાં ધીમી પ્રગતિ દેખાઈ રહી છે.
 • આરોગ્ય-ખાન-પાનમાં કાળજી રાખો.
 • કેરિયર અને વ્યવસાય-માર્કેટિંગની જોબ કરનારાને સ્થાન પરિવર્તનનો યોગ જણાઈ રહ્યો છે. વ્યવસાય કરનારા લોકોએ ઉધારી કરવાથી બચવું.
 • લગ્નજીવન-લગ્ન જીવનમાં દરેક વાતની સ્પષ્ટતા કરવાનું રાખો, ગેરસમજ ઉભી કરશો નહિં.
 • પ્રેમ પ્રસંગ- તમારી પ્રિય વ્યકિત સાથે સમય વિતાવો.
એપ્રિલ

એપ્રિલ

જેને તમે ચાહો છો તેમની સામે તમારો કઠોર વ્યવહાર તમારા સંબંધોમાં અંતર પેદા કરશે. ઓફિસમાં કેટલુંક કંટાળાજનક કામ કરવું પડશે.

 • આર્થિક પક્ષ-ખર્ચ પર નિયંત્રણ રાખજો, નહિંતર દેવું થઈ શકે છે.
 • આરોગ્ય-શ્વાસ ચઢવાની સમસ્યાથી હેરાન થશો.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમાં તમારા કોઈ સગાને ભાગીદાર બનાવશો નહિં, નોકરીમાં તનાવની સ્થિતિ પેદા થવાની શક્યતા છે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં કડવાશ પેદા થશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમ કરનારા સંયમ જાળવે.

મે

મે

આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. રોકાણ કરવા માટે અનેક નવી તકો તમારી સામે આવશે, જેમાં સમજી-વિચારીને આગળ વધવું. આ યોજનાઓનું બરાબર અધ્યયન કર્યા બાદ જ તેમાં પૈસા રોકજો. કૌટુંબિક જીવનમાં તનાવનો સામનો કરવો પડશે. તમારા અનેક કામો અટકેલા રહેવા છતાં તમને બહાર હરવા-ફરવાનું જ સુઝશે.

 • આર્થિક પક્ષ-આ સમયે તમારા ખર્ચા પર નિયંત્રણ રાખજો.
 • આરોગ્ય-તમારુ આરોગ્ય તમારી ચિંતાનુ કારણ બની શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમાં આ સમયે રોકાણ કરશો નહિં. નોકરી જેમ તેમ ચાલ્યા કરશે.
 • લગ્નજીવન-સાથી સાથે તાળમેળ જળવાઈ રહેશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમ કરનારા આ સમયે થોડા સાવધાન રહેજો.

જૂન

જૂન

આ રાશિના જાતકો માટે જૂન મહિનો મિશ્રિત ફળ આપનારો રહેશે. તમારા વિચારો, ઉર્જા એવા કામમાં લગાવો, જેમાં તમારા સપના સાચા થઈ શકે. માત્ર ખયાલી પુલાવ પકાવવાથી કંઈ હાથ લાગશે નહિં. તમારી મુશ્કેલી એ છે કે તમે પ્રયત્નો કરતા નથી, માત્ર વિચારો જ કરો છો.

 • આર્થિક પક્ષ-તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા નકામા ખર્ચાને ટાળો.
 • આરોગ્ય-કોઈ ઘાવ કે ગુમડું થવાથી હેરાન રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-નવી નોકરીની શોધખોળ કરનારાને સફળતા મળશે. વેપારીઓને ધંધામાં નફો થશે.
 • લગ્નજીવન-તમારા જીવનસાથીને જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.
 • પ્રેમ પ્રસંગ- રોમાંસમાં વધારો થશે, પ્રેમ વધશે.

જુલાઈ

જુલાઈ

જુલાઈ મહિનો મિથુન રાશિના જાતકો માટે મધ્યમ રહેશે. તમારો મશ્કરીઓ સ્વભાવ સામાજીક ક્ષેત્રે તમારી લોકપ્રિયતામાં વધારો લાવશે. એકતરફો પ્રેમ તમારી ખુશીઓને ખતમ કરી નાખશે. કોઈ પણ ખર્ચીલી યોજનામાં હાથ નાખતા પહેલા સમજી-વિચારી લેવું.

 • આર્થિક પક્ષ-આ મહિને તમને નાણાકીય સુધારો દેખાશે.
 • આરોગ્ય-પીઠના દુખાવાથી હેરાન રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા સાથે કામિથુનનારા પ્રત્યે સારો વ્યવહાર રાખે. વેપારમાં રોકાણ માટે સમય યોગ્ય છે.
 • લગ્નજીવન-લગ્નજીવન સારું રહેશે.
 • પ્રેમ પ્રસંગ- પરસ્પર વિશ્વાસ રાખજો.

ઓગસ્ટ

ઓગસ્ટ

આ રાશિના જાતકો માટે આ મહિનો સારો રહેશે. તમારી આકર્ષણ શક્તિથી બીજાનું ધ્યાન તમારા પ્રત્યે ખેંચી શકશો. મોજ-મસ્તી માટે કરેલી યાત્રા અને સામાજીક પ્રસંગોમાં લોકોને મળી તમે ખુશ થશો અને શાંતિ અનુભવશો. ઉધાર માંગનારા લોકોને અવગણો. તમારી આંતરિક શક્તિ તમારા કાર્યક્ષેત્રે તમારો દિવસ સુધારવા મદદરૂપ બનશે.

 • આર્થિક પક્ષ-આ સમયે તમારી આવકમાં અનેક નવા અવસર મળશે.
 • આરોગ્ય-શરીરનો સાથ મળી રહેતા ઉત્સાહ જળવાઈ રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-વેપાર માટે સમય સારો દેખાઈ રહ્યો છે. નોકરી કરનારાએ થોડા ધૈર્ય સાથે ચાલવું.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં કડવાશ આવી શકે છે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય કહી શકાશે. તમારી આવક તમારી અપેક્ષા કરતા ઓછી રહેશે. મિત્રો અને સંબંધિઓ તમને મદદરૂપ થશે, અને તેમની સાથે તમે પોતાને ખુશ અનુભવશો. લોકો તમારા વખાણ કરશે જેને સાંભળવા માટે તમે ઘણા સમયથી તરસી રહ્યા હતા. વાણી પર નિયંત્રણ રાખશો તો વધારે સારુ રહેશે.

 • આર્થિક પક્ષ-આ સમય આર્થિક સુધાર માટે ઉત્તમ છે.
 • આરોગ્ય-ઘુંટણ અને સાંધાના દુખાવાથી હેરાન રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમાં વૃધ્ધિ આવશે પણ નોકરી કરનારાને થોડા સંઘર્ષનો સામનો કરવો પડે.
 • લગ્નજીવન-જીવનસાથીનો સાથ મળી રહેશે.
 • પ્રેમ પ્રસંગ-લવર્સ ક્યાંક બહાર ફરવા જરૂર જાવ.

ઓક્ટોબર

ઓક્ટોબર

ઉપરી અધિકારીઓની કૃપા તમારા પર રહેશે. બિઝનસમાં ધનલાભ મેળવી શકશો. કોઈ મિલકતની ખરીદી કરી શકો છો. ભોતિક સુખ-સુવિધાનો ભરપૂર ઉપયોગ કરશો. વિદ્યાર્થિઓ પોતાના અભ્યાસમાં ઈચ્છિત ફળ મેળવી શકશે.

 • આર્થિક પક્ષ-આર્થિક મુશ્કેલીઓ ખતમ થઈ જશે.
 • આરોગ્ય-ઉર્જાવાન રહેવાને લીધે તમારું કાર્ય ઉત્સાહથી કરી શકશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને સારુ વાતાવરણ મળી રહેશે.
 • લગ્નજીવન-ઘરનુ વાતાવરણ આ સમયમાં ઉમંગ ભર્યું રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમ જીવનમાં નવા મિત્રો બની શકે છે.

નવેમ્બર

નવેમ્બર

મિથુન રાશિના જાતકો માટે આ મહિનો મધ્યમ રહેશે. બીજાની સફળતાના વખાણ કરી તમે તેનો લાભ લઈ શકશો. નાણાકીય મુદ્દે સતર્ક રહેવાની જરૂર છે. તમારા કુટુંબના સભ્યોને નક્કી ન કરવા દો કે અત્યારે તમારે શું કરવું જોઈએ, અને શું ન કરવું જોઈએ.

 • આર્થિક પક્ષ-રોકાયેલું નાણું પરત મળતા આર્થિક સ્થિતિમાં મજબૂતાઈ આવશે.
 • આરોગ્ય-પેટની સમસ્યાઓથી હેરાન થશો, જમવામાં સાવધાની રાખજો.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમાં વૃધ્ધિ થશે, અને નોકરી કરનારાને પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે.
 • લગ્નજીવન-સંતાનના જન્મથી દાંપત્ય જીવનમાં ખુશાલી આવશે.
 • પ્રેમ પ્રસંગ-જો તમે કોઈ ડેટ પર જઈ રહ્યા હોવ તો, વિવાદિત મુદ્દે ચર્ચા ટાળજો.

ડિસેમ્બર

ડિસેમ્બર

આ મહિનો મિથુન રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. ધીમી ગતિથી ચાલતા કામને લઈ માનસિક રીતે હતાશ થશો. તમારો સમય અને ઉર્જા બીજાને મદદ કરવામાં લગાડો. પણ એવા મુદ્દાઓમાં પડવાથી બચજો, જેનાથી તમારે કોઈ લેવા-દેવા ન હોય. મિત્રોની મદદ મેળવી શકશો, જેનાથી તમારી મુશ્કેલીઓ કંઈક અંશે ઓછી થશે.

 • આર્થિક પક્ષ-ઉધાર લેવાથી બચજો નહિંતર દેવામાં ડૂબી જશો.
 • આરોગ્ય-સાંધાના દુખાવાથી હેરાન થશો.
 • કેરિયર અને વ્યવસાય-સરકારી નોકરી કરનારા કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકે છે. વેપારીઓનું કામ જેમ-તેમ કરીને ચાલશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં મધુરતા જળવાઈ રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પોતાના પ્રિયની ગેર હાજરીમાં તમે પોતાને એકલા અને બેકાર અનુભવશો.
English summary
Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Year prediction of Gemini. Varshikrashiphal 2017 of your zodiac sign will help you.
Please Wait while comments are loading...