Yearly horoscope 2017: મીન રાશિનું વાર્ષિક રાશિફળ

Posted By:
Subscribe to Oneindia News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. મહિનાની શરૂઆતમાં મંગળ કુંભ રાશિમાં અને 18 જાન્યુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે. બુધ 9 જાન્યુઆરીએ માર્ગી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે સાથે જ શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગુરુ 4 જાન્યુઆરીએ તુલા રાશિમાં પ્રવેશ કરશે ઉપરાંત શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. ગ્રહોની આ દશાને આધારે જાણો મીન રાશિના જાતકો માટે 2017નું આ વર્ષે કેવું રહેશે.

નીચે 12 મહિના મુજબ આ વર્ષમાં મીન રાશિના જાતકોના જીવનમાં જ્યોતિષ મુજબ કેવા ઉતાર ચઢાવ આવશે જાણો.

જાન્યુઆરી

જાન્યુઆરી

જાન્યુઆરી માસ મીન રાશિના જાતકો માટે યોગ્ય જણાતો નથી. અચાનક કોઈ યાત્રા કરવી પડશે જેને કારણે તમે દોડા-દોડી કરવામાં થાકી જશો.

 • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિમાં કોમજોરી આવવાની શક્યતાઓ છે.
 • આરોગ્ય-ગઠિયા વા ના દર્દીઓને ભારે મુશ્કેલીમાં કંઈક અંશે રાહત રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને સમય યોગ્ય રહેશે નહિં. વેપારીઓ સમજી-વિચારીને નિર્ણયો લે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં ઉથલ-પાથલ ચાલતી રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમી સાથેના વર્તનમાં સાવધાની રાખજો.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

મીન રાશિના જાતકો માટે આ માસ સામાન્ય રહેશે. કાર્ય યોજનાઓમાં ચોકસાઈ રાખવીની ખૂબ જ જરૂર છે.

 • આર્થિક પક્ષ-આવકમાં ખાસ કંઈ વધારો દેખાતો નથી.
 • આરોગ્ય-પેટની સમસ્યામાં રાહત મળશે.
 • કેરિયર અને વ્યવસાય-નવો વેપાર કરવા ઈચ્છો છો, તો સમય સારો છે. નોકરી કરનારા ગ્રુપમાં કામ કરે, નહિંતર એકલા રહી જશે.
 • લગ્નજીવન-કુટુંબમાં બધાની સાથે મનોરંજન માટે ફરવા જશો.
 • પ્રેમ પ્રસંગ-વધુ પડતો આત્મ-વિશ્વાસ તમને ભારે પડી શકે છે.

માર્ચ

માર્ચ

તમારા માટે માર્ચ ઘણી સોગાદો લઈને આવી રહ્યો છે.

 • આર્થિક પક્ષ-તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતાઈ આવશે. નવા આર્થિક સ્ત્રોતો ખૂલશે.
 • આરોગ્ય-મગજને થોડો આરામ આપવાની જરૂર છે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમાં અનેક નવા અવસરો ઉઠાવી નફો કરી શકશો. નોકરી કરનારાને બોસ તરફથી ભેંટ મળી શકે છે.
 • લગ્નજીવન-લગ્ન જીવનનું વાતાવરણ સારુ રહેશે.
 • પ્રેમ પ્રસંગ-અનેક નવા ઓપ્શન તમારી સામે આવશે. જેને લઈ તમે કન્ફ્યુસ રહેશો.

એપ્રિલ

એપ્રિલ

આ રાશિના જાતકો માટે એપ્રિલ માસ ઠીક-ઠાક રહેશે. ઘરમાં કોઈ નાના મહેમાનના આવવાથી ઘરનુ વાતાવરણ તદ્દન બદલાઈ જશે. ઉલ્લાસ છવાયેલો રહેશે.

 • આર્થિક પક્ષ-આ મહિનો તમને આર્થિક રીતે મજબૂત બનાવશે, પણ તમારી આવકનું યોગ્ય પ્લાનીંગ કરજો.
 • આરોગ્ય-હદયના દર્દીઓ તબિયતનું ખાસ ધ્યાન રાખે.
 • કેરિયર અને વ્યવસાય-વેપાર માટે સમય અનુકૂળ છે. નોકરીમાં થોડી ઘણી મુશ્કેલી આવી શકે છે.
 • લગ્નજીવન-જીવનસાથીના તાલમાં તાલ મીલાવીને ચાલશો.
 • પ્રેમ પ્રસંગ-સાથી માટે પ્રેમમાં ઉમળકો આવશે.

મે

મે

તમારા માટે મે માસ સામાન્ય જણાઈ રહ્યો છે. સાંસ્કૃતિક કામોમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. જેમાં તમારું સારુ મનોરંજન થશે.

 • આર્થિક પક્ષ-તમારી અપેક્ષા પ્રમાણે આવક રહેશે નહિં.
 • આરોગ્ય-કેટલાક લોકોને શ્વાસની તકલીફ રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને ઊંચુ પદ મળશે. નવો વેપાર શરૂ કરવામાં થોડુ સંયમ રાખજો.
 • લગ્નજીવન-વૈવાહિત જીવનમાં શું કરવું કંઈજ સમજાશે નહિં.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમનો એકરાર અવશ્ય કરજો.

જૂન

જૂન

આ રાશિના જાતકો માટે જૂન માસ મધ્યમ રહેશે. કૌટુંબિક પ્રવાસનું આયોજન થવાથી ખર્ચા વધુ પ્રમાણમાં થશે. બીજાની લાગણીઓને પણ માન આપજો, નહિંતર તમારો સ્વકેન્દ્રીપણું તમને ભારે પડી શકે છે.

 • આર્થિક પક્ષ-નાણાકીય દ્રષ્ટિએ આ મહિનો સારો રહેશે.
 • આરોગ્ય-થાકીને લોટ-પોટ થઈ જશો, કંઈ પણ કરવામાં અસમર્થ રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરીમાં થોડું સંયમ જાળવો. વેપારમાં રોકાણ માટે યોગ્ય સમય છે.
 • લગ્નજીવન-પરસ્પર સમજીને ચાલવાથી સંબંધો સુધારી શકાશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં અનિશ્ચિતતાનું વાતાવરણ રહેશે.

જુલાઈ

જુલાઈ

મીન રાશીના જાતકો માટે જુલાઈ માસ તકલીફ દાયક રહેશે. તમારા ખર્ચા અનેક ગણા વધી જશે. નાણાકીય મુશ્કેલી માથાનો દુખાવો બની જશે.

 • આર્થિક પક્ષ-આ સમયે આવકના સ્ત્રોતો તૂટતા જશે.
 • આરોગ્ય-માનસિક અશાંતિ રહેશે. ચિંતામાં તબિયત બગાડી બેસશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા ઓફિસના લોકો સાથે હળી મળીને ચાલે. વેપારીઓ કોઈ નવું કામ શરૂ ન કરે.
 • લગ્નજીવન-જીવનસાથી સાથે બનશે નહિં.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં ઉતાવળા થશે નહિં.

ઓગસ્ટ

ઓગસ્ટ

મીન રાશિના જાતકો ઓગસ્ટ માસ તમારા માટે કોઈ ખાસ ફેરફાર લાવશે નહિં.

 • આર્થિક પક્ષ-શરૂઆતમાં આવક સારી રહેશે.
 • આરોગ્ય-સાંધાના દુખાવામાં તકલીફ વધી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને અનેક મુશ્કેલી આવશે, હિંમત રાખજો. વેપારમાં નાનું રોકાણ નફાને બદલે નુકશાન કરાવશે.
 • લગ્નજીવન-પરસ્પરની સમજથી મુશ્કેલીના સમયે એકબીજાને સાચવી લેશો.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં અસફળ થશો, જેને કારણે ડિપ્રેશનમાં શરી જશો.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

આ રાશિના જાતકો માટે આ મહિનો અગાઉની મુશ્કેલીમાં રાહત આપશે. ઘરમાં કેટલાક ધાર્મિક કાર્યોનુ આયોજન કરશો. જે વિધીવત પૂરાં પણ થશે.

 • આર્થિક પક્ષ-આ માસ તમને આર્થિક સંકટમાંથી બહાર કાઢશે.
 • આરોગ્ય-આરોગ્યમાં સુધારો આવશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરીમાં અત્યાર સુધી કરેલી મહેનત લેખે લાગશે. ધંધાદારીઓને ધંધો સારો ચાલશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે.
 • પ્રેમ પ્રસંગ- કોઈ કામને કાલ પર છોડવા કરતા આજે જ પતાવો.

ઓક્ટોબર

ઓક્ટોબર

આ રાશિના જાતકો માટો ઓક્ટોબર સામાન્ય રહેશે.

 • આર્થિક પક્ષ-તમારા આર્થિક પક્ષને સુધારવા નકામા ખર્ચાને કંટ્રોલમાં લાવો.
 • આરોગ્ય- આ રાશિના કેટલાક જાતકોને કફની સમસ્યા સતાવશે.
 • કેરિયર અને વ્યવસાય-કાપડના વ્યવસાયમાં અનેક ગણો નફો મળશે. નોકરીમાં બોસ સાથે જીભા-જોડીમાં પડવાથી બચજો.
 • લગ્નજીવન-પતિ-પત્નીના ઝગડાથી ઘરનું વાતાવરણ ગંભીર બની જશે.
 • પ્રેમ પ્રસંગ-આ સમયે બંને સાથે વધુ ફરશો.

નવેમ્બર

નવેમ્બર

તમારા માટે નવેમ્બર માસ સામાન્ય જણાઈ રહ્યો છે. વિદ્યાર્થિઓ એ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. કેટલાક નવા લોકોને મળવાથી ફાયદો થશે.

 • આર્થિક પક્ષ-કુટુંબના સભ્યોના નકામા ખર્ચામાં ના પાડતા શીખો.
 • આરોગ્ય-તબિયતમાં પહેલા કરતા સુધારો આવતા સ્ફૂર્તિ રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારીઓને રોકાણમાં બહું મોટો ફાયદો મળશે નહિં. નોકરીનું વાતાવરણ ખેંચાતાણ વાળું રહેશે.
 • લગ્નજીવન-પરસ્પરનો સાથ મળી રહેશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રપોઝ કરવા ઈચ્છતા હોય તેઓ હાલ શાંતિ રાખે.

ડિસેમ્બર

ડિસેમ્બર

તમારા માટે ડિસેમ્બર મધ્યમ રહેશે. કોઈ મોટા ફેરફારો થાય તેની શક્યતા નથી. જેમ ચાલે છે તેમ ચાલવાનો નકામું જોખમ ખેડશો નહિં.

 • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
 • આરોગ્ય-આરોગ્યમાં દિવસે ને દિવસે સુધારો જણાઈ રહ્યો છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને ઉન્નતિની શક્યતાઓ છે પણ હાલ થોડી રાહ જોવી પડશે. વેપારમાં નિવેશ લાંબા સમયે ફાયદો કરાવશે.
 • લગ્નજીવન-પતિ-પત્નીના ઝગડા ચાલ્યા કરશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં તમારે જ સમજદારી દેખાડવી પડશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Year prediction of pisces. Varshikrashiphal 2017 of your zodiac sign Pisces.
Please Wait while comments are loading...