Yearly horoscope 2017 : કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ 2017

Posted By:
Subscribe to Oneindia News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. મહિનાની શરૂઆતમાં મંગળ કુંભ રાશિમાં અને 18 જાન્યુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે. બુધ 9 જાન્યુઆરીએ માર્ગી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે સાથે જ શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગુરુ 4 જાન્યુઆરીએ તુલા રાશિમાં પ્રવેશ કરશે ઉપરાંત શનિ વૃશ્ચિક રાશિમાંભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ સિંહ અને કુંભ રાશિમાં રહેશે.

Read also: Yearly horoscope 2017: તુલા રાશિનું વાર્ષિક રાશિફળ 2017

ત્યારે ગ્રહોની આ દશાને આધારે જાણો કન્યા રાશિના જાતકો માટે જ્યોતિષ મુજબ વર્ષ 2017નું આ વર્ષ કેવુ રહેશે. સાથે જ જાણો વર્ષના 12 મહિના મુજબ તમારું રાશિફળ......

જાન્યુઆરી

જાન્યુઆરી

કન્યા રાશિના જાતકો માટે આ મહિનો સારો રહેશે. ઘરમાં કોઈ નવું મહેમાન આવવાથી ઘરનુ વાતાવરણ ઉલ્લાસ ભર્યુ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકો માટે આ સમય સફળતા મેળવવાનો છે. કોઈ વિપરિત લિંગની વ્યકિતથી તમને લાભ થઈ શેક છે.

 • આર્થિક પક્ષ-આવકના નવા સ્ત્રોત ખૂલશે.
 • આરોગ્ય-સારા આરોગ્યનો લાભ મળી રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-વ્યવસાયમાં નવી તકો મળવાથી લાભ થશે. નવી નોકરીની તકો સામે આવશે. નોકરી કરનારાને વર્ક લોડની સમસ્યા રહેશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં ખેંચતાણ ચાલ્યા કરશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમ સંબંધોમાં ઢીલાશ દાખવશો નહિં.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

કન્યા રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. ગરીબો માટે તમારા દિલમાં દયા જાગશે. કોઈને અપશબ્દો કહેવાથી બચજો. સારા મિત્રો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થશે. વિદ્યાર્થિઓને અભ્યાસ સામગ્રી ખરીદવા પાછળ અનેક ગણો ખર્ચ થશે. રિસર્ચ સાથે જોડાયેલા વિદ્યાર્થિઓ માટે આ સમય અનુકૂળ છે.

 • આર્થિક પક્ષ-મહિનાની શરૂઆતમાં આવક સારી રહેશે
 • આરોગ્ય-માઈગ્રેનની બિમારી તમને હેરાન કરી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-લોખંડના વ્યવસાયમાં વિશેષ લાભ થશે.
 • લગ્નજીવન-જીવનસાથી સાથે લડવા-ઝગડવાનું ચાલ્યા કરશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમ સંબંધના મુદ્દે કોઈ ત્રીજી વ્યકિતની વાતને માનીને ચાલશો નહિં.
માર્ચ

માર્ચ

કન્યા રાશિના જાતકો માટે આ મહિનો મિશ્રિત ફળ આપનારો રહેશે.
સંતાન તરફથી શુભ સમાચાર મળવાના સંકેત જણાઈ રહ્યા છે. વાહન કે કોઈ મિલકત ખરીદવા માંગતા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. રોજીંદી જરૂરિયાતો પૂરી થશે. નજીકની કોઈ સ્ત્રીની મદદ મળી રહેવાથી તમારી મુશ્કેલીઓ ઓછી થઈ જશે.

 • આર્થિક પક્ષ-આ મહિને તમારી આવક કામચલાઉ રહેશે.
 • આરોગ્ય-શરીર તમારી સાથે રહેશે જેનાથી તમે સ્ફુર્તિ સાથે તમારા કામ પૂરા કરી લેશો.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમાં અનેક નવી તકો મળી રહેશે. નોકરી કરનારાને માનસિક અશાંતિ વધુ રહેશે.
 • લગ્નજીવન-લગ્નજીવનની ગાડી પાડે ચઢશે.
 • પ્રેમ પ્રસંગ-પરસ્પર આકર્ષણ વધુ રહેશે.

એપ્રિલ

એપ્રિલ

કન્યા રાશિના જોતકો માટે એપ્રિલ માસ સારો જણાતો નથી. સરકારી નોકરી કરનારા આ સમયે હેરાન રહેશે, જેમાં વધુ બેદરકારીને સ્થાન નથી. મિત્રોને લઈ મન ઉદાસ રહેશે. આ માસ દરમિયાન કોઈ નવા વ્યવસાયમાં હાથ નાખશો, પરિણામે સારી રીતે અધ્યયન કરીને જ આગળ વધજો.

 • આર્થિક પક્ષ-તમારી નાણાકીય સ્થિતિમાં ઉથલપાથલ મચેલી રહેશે.
 • આરોગ્ય-છાતીના દુખાવાની મુશ્કેલી આવી પડશે, જેનાથી ચિંતામાં રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા પ્રેઝનટેશનને લઈ વધુ પડતા આત્મ-વિશ્વાસમાં ન રહે. વેપારમાં ધીમે-ધીમે પ્રગતિ આવશે.
 • લગ્નજીવન-પતિ-પત્નીના ઝગડા સુલટવાનું નામ નહિં લે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.

મે

મે

આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય જણાઈ રહ્યો છે. સાસરી પક્ષે ઉત્સવની ઉજવણને લઈ તમે ઉત્સાહમાં રહેશો. સ્ત્રીઓથી વધુ નિકટતા તમારા માટે સારી નથી, નહિંતર તમારી બદનામી થઈ શકે છે. પોતાના વિચારો જબરજસ્તી બીજા પર થોપશો નહિં. ભાગ્યપક્ષ મજબૂત રહેશે.

 • આર્થિક પક્ષ-આવકના નવા સ્ત્રોત વધશે, તેની સાથે નકામા ખર્ચા પણ તેટલાજ રહેશે.
 • આરોગ્ય-આ માસ દરમિયાન તમારું આરોગ્ય કથળી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી માટે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. વ્યવસાયમાં હદથી વધારે રોકાણ નુકશાન કરી શકે છે.
 • લગ્નજીવન-નવ પરણિત લોકોના જીવનમાં ભરપૂર પ્રેમ રહેશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમી યુગલો એક બીજાને નજીક આવવા દે.

જૂન

જૂન

તમાર માટે આ મહિનો મધ્યમ જણાઈ રહ્યો છે. નોકરીમાં પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે. સામાજીક ક્ષેત્રે માન-સન્માન વધશે. કોર્ટને લગતા કામોથી આર્થિક લાભ થશે. તમારી કોઈ જમીન કે મકાનને લીધે નફો મળશે. નજીકના સંબંધિઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખજો.

 • આર્થિક પક્ષ-પૈસા મેળવવા જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે.
 • આરોગ્ય-ખાવા-પીવાની વસ્તુઓમાં ચોખ્ખાઈ રાખજો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા આસપાસના લોકો સાથે ઝગડે નહિં. વેપારીઓ રોકાણ કરી શકે છે.
 • લગ્નજીવન-એકબીજાને મદદ કરવાથી તમારા પ્રેમમાં વધારો થશે.
 • પ્રેમ પ્રસંગ- તમારા પ્રેમી સાથે લાંબા પ્રવાસે જશો.

જુલાઈ

જુલાઈ

આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. જીવન માટે તમારું વલણ હકારાત્મક રાખજો. સંતાનોની કોઈ ફરિયાદ મળવાથી તમે ચિંતામાં સરી પડશો. જૂઠ્ઠા આડંબરમાં પોતાનુ જીવન બગાડશો નહિં. કોઈ કારણને લઈ દૂરની યાત્રા કરશો.

 • આર્થિક પક્ષ-સાસરી પક્ષને કારણે આર્થિક નુકશાન ભોગવવું પડશે.
 • આરોગ્ય-આ મહિને તમારું સ્વાસ્થ્ય કથળતું જશે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારની સ્થિતિમાં સુધારો આવશે. કેરિયરની દિશામાં સફળતાનો માર્ગ મોકળો થશે.
 • લગ્નજીવન-તમે બંને એકબીજા માટે સમય કાઢો અને સાથે રહો.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમમાં સફળતા માટેની શક્યતાઓ દૂર દૂર સુધી દેખાતી નથી.

ઓગસ્ટ

ઓગસ્ટ

આ રાશિના જાતકો માટે આ મહિનો યોગ્ય સફળતા અપાવી શકશે નહિં. તમારા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે, નહિંતર ધન હાનિ થઈ શકે છે. આ રાશિના કેટલાક જાતકો વધુપડતા આત્મ-વિશ્વાસમાં આવી કામ કરશે જેને કારણે તેમને નુકશાન વેઠવું પડશે. વિદ્યાર્થિ વર્ગ માટે સમય સારો નથી.

 • આર્થિક પક્ષ-આ માસ દરમિયાન ધીમે ધીમે આવકમાં સુધારો આવશે.
 • આરોગ્ય-તમારું આરોગ્ય તમને અનેક મુશ્કેલીમાં નાખી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને થોડું સતર્ક રહીને ચાલવું. વેપારમાં નુકશાન થવાની શક્યતાઓ છે.
 • લગ્નજીવન-સાથી સાથેનો સંબંધ સુધરતા ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બની શકે છે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં ગેરસમજો ઉભી થવાથી માનસિક અશાંતિ રહેશે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

કન્યા રાશિના જાતકો માટે સપ્ટેમ્બર માસ સામાન્ય છે. આ રાશિના કેટલાક જાતકોને દેવામાંથી રાહત મળી શકે છે. કામ માટે તમારા સિધ્ધાંતોનું બલિદાન આપશો નહિં. ઘરના ખર્ચામાં વધારો થશે. તમારો મિજાજ બગડી શકે છે. રિસર્ચના કામમાં ફાયદો મળી શકે છે.

 • આર્થિક પક્ષ-માનસિક તનાવને લીધે તમારો આર્થિક પક્ષ કમજોર પડશે.
 • આરોગ્ય-કેટલાક લોકોને ગળાના દુખાવાની સમસ્યા સતાવી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-વેપારમા કોઈની મદદ તમને નફો અપાવશે. નોકરી કરનારા માટે સમય સારો છે, તમારી શાખામાં વધારો થશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં શાંતિ જાળવી રાખવા કેટલાક બલિદાન આપવા તૈયાર રહેજો.
 • પ્રેમ પ્રસંગ- તમારા સાથીને કોઈ ગ્રિફ્ટ જરૂર આપજો.

ઓક્ટોબર

ઓક્ટોબર

આ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો સારો કહી શકાશે. વિદ્યાર્થિઓના અભ્યાસમાં પ્રગતિ થવાની શક્યતા છે. નવા વિચાર સાથે નવા કામનું સર્જન કરી શકશો. તાર્કિત વાતો કરી લોકો તમને આકર્ષવાનો પ્રયત્ન કરશે. આ માસ દરમિયાન તમે ભાગ્ય કરતા વધુ તમારી મહેનત પર વિશ્વાસ કરી આગળ વધશો. જેમાં તમે તમારી તમામ તાકાત લગાડવાનો પ્રયત્ન કરશો, જેમાં તમે સફળ પણ થશો.

 • આર્થિક પક્ષ-આ મહિને તમારી આર્થિક સ્થિતિમાં પ્રગતિ આવશે.
 • આરોગ્ય-આંગળા દુખાવાની તકલીફ થઈ શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરીમાં થોડી મહેનતથી પણ સફળ થઈ શકશો. કરિયાણામાં રોકાણ કરવા માટે આ સમય સારો છે.
 • લગ્નજીવન-એકબીજાનો પ્રેમ અને સાથ મેળવી શકશો.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમી સાથે અંતર વધશે.

નવેમ્બર

નવેમ્બર

કન્યા રાશિના જાતકો માટે આ માસ સામાન્ય રહેશે. કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશો. નકામી દોડ-ધામમાં હેરાન-પરેશાન થઈ શકો છો. કોઈ સ્ત્રી માટે લગાવ ઉત્પન્ન થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે ઉઠવા-બેસવાનો મોકો મળશે. બૌધ્ધિક લોકો સાથે ચર્ચા-વિચારણા થશે.

 • આર્થિક પક્ષ-આવકના સારા સ્ત્રોત મળી રહેશે, જેને ઝડપી લેજો ફાયદો થશે.
 • આરોગ્ય-આ સમયે તમને જલનની સમસ્યા થઈ શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા સમયની સાથે ચાલે. વેપારમાં પ્રગતિની શક્યતા પૂરી છે.
 • લગ્નજીવન-પતિ-પત્નીના ઝગડાને લીધે ઘરનુ વાતાવરણ કલેશભર્યું રહેશે.
 • પ્રેમ પ્રસંગ- એકબીજા સાથે વાતચીત ચાલું રાખજો, પોતાના મંતવ્યો એકબીજાને જણાવતા રહેજો.

ડિસેમ્બર

ડિસેમ્બર

આ રાશિના જાતકો માટે ડિસેમ્બર માસ ઘણો તકલીફ વાળો રહેશે. તમારી અંતરઆત્માનો અવાજ સાંભળીને નિર્ણયો લેવાનું રાખજો. સંતાન પક્ષ તમારી ચિંતાનું કારણ બનશે. સફળતા માટે ધૈર્ય ધરતા શીખો. ઉતાવળા થઈ કોઈ કામ કરશો નહિં, નહિંતર ધનહાનિ થઈ શકે છે. નાણાકીય દેવડ-દેવડમાં થોડી સાવધાની રાખજો.

 • આર્થિક પક્ષ-આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.
 • આરોગ્ય-આરોગ્ય તમને સાથ આપશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરીમાં મુશ્કેલીઓ વધશે. વેપારીઓ કોઈ મોટી લેવડ-દેવડ કરે નહિં.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં સુધારો આવશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમી પર શક કરવાથી તમારો સંબંધ બગડશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Year prediction of Cancer. Varshphal 2017 of your zodiac sign will help you.
Please Wait while comments are loading...