For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMW લાવશે વાયરલેસ કાર ચાર્જિંગ ટેક્નોલોજી

|
Google Oneindia Gujarati News

જર્મન વૈભવી કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ વાયરલેસ કાર ચાર્જિંગ ટેક્નોલોજીને વિક્સાવવા માટે ડેમ્લેર સાથે હાથ મિલાવ્યા છે. આ નવી ટેક્નોલોજી થકી જર્મનીની ઉક્ત બન્ને કંપનીઓ ઇલેક્ટ્રિક કાર ધારકોને તેમની કાર ચાર્જિંગ કરવા માટે વાયરલેસ સુવિધા આપવા માગે છે.
.
હાલ તો આ ટેક્નોલોજી ડેવલોપમેન્ટ સ્ટેજ પર છે અને તેને જાહેર જનતા માટે ઉપયોગમાં મુકતા પહેલા ચકાસવામાં આવશે. બીએમડબલ્યુમાં વાયરલેસ ટેક્નોલોજી મુકવામાં આવનારી છે અને તેને લઇને એવો દાવો કરવામાં આવ્યો છેકે i8 વાહન કેબલ વગર માત્ર બે કલાકમાં ચાર્જ થઇ જશે.

આ વાયરલેસ ટેક્નોલોજીમાં અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ સિસ્ટમ માટે બે કોઇલની જરૂર રહે છે, જેમાની એકને વ્હીકલમાં લગાવવામાં આવશે જ્યારે અન્ય એકને પાર્કિંગ સ્પોટમાં ફ્લોર પર લગાવવામાં આવશે. બીએમડબલ્યુનો દાવો છેકે આ સિસ્ટમ આશરે 90 ટકા કાર્યક્ષમ છે અને તે 3.6 કેડબલ્યુ ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સફર કરી શકે છે. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી

વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી

જર્મન કંપનીઓ જણાવે છેકે વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીનું ભવિષ્ય તૈયાર છે. જે મોટી બેટરીઓ ઉપરાંત કોમ્પેક્સ ઇલેક્ટ્રિક પાવર ધરાવતા વાહનને ચાર્જ કરી શકે છે, જો સિસ્ટમને 7kW ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફરિંગ આપવામાં આવે તો.

સિસ્ટમનો સામાન્ય સિદ્ધાંત

સિસ્ટમનો સામાન્ય સિદ્ધાંત

આ સિસ્ટમનો સિદ્ધાંત સામાન્ય છે, ફ્લોર પર લગાવવામાં આવેલી પ્લોટ પર વાહન ધારકે પોતાનું વાહન પાર્ક કરવું પડશે. ત્યારબાદ વાઇફાઇ થકી વાહન ચાર્જિંગ પ્લેટનું લોકેશન જાણી લેશે અને આ પ્રોસેસ વાહનમાં આપવામાં આવેલા એક બટનને દબાવવાથી શરૂ થઇ જશે.

ક્યારે આ સુવિધા મળશે તે જણાવાયું નથી

ક્યારે આ સુવિધા મળશે તે જણાવાયું નથી

જોકે જર્મનીની ઓટોમોબાઇલ કંપની બીએમડબલ્યુ દ્વારા એ જણાવવામાં આવ્યું નથી કે ક્યારે આ સુવિધા લોકોને આપવામાં આવશે. આ સિસ્ટમ ત્યારે આપવામાં આવશે જ્યારે ઇલેક્ટ્રિક વાહન ધારકોને તેમના વાહન ચાર્જ કરવામાં આ સિસ્ટમ થકી સરળતાનો અનુભવ કરાવી શકાય. યુરોપિયન માર્કેટ એ વાતનું સાક્ષી છેકે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી વધી રહી છે.

બીએમડબલ્યુની જેમ અન્ય પણ કરી રહ્યાં છે તેના પર કામ

બીએમડબલ્યુની જેમ અન્ય પણ કરી રહ્યાં છે તેના પર કામ

માત્ર જર્મન કાર નિર્માતા કંપની જ તેના પર કામ કરી રહી નથી, પરંતુ જાપાનીઝ કાર નિર્માતા કંપનીઓ ટોયોટા અને નિસાન પણ આ જ પ્રકારના વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. જો આ પ્રકારની સિસ્ટમનો સફળતાંપૂર્વક વિકાસ થાય તો ઇલેક્ટ્રિક વાહન ધારકો માટે તે ઘણું જ ફાયદાકારક રહેશે અને તેમને પોતાના વાહન ચાર્જ કરવા માટે જે તે સ્થળો પર જવાની જરૂર નહીં રહે.

English summary
German luxury car manufacturer BMW will join hands with Daimler to develop a wireless car charging technology. The new technology by the German duo will enable electric car owners to charge their vehicles wirelessly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X