
દરરોજ ચૂકવો 555 રૂપિયા અને માલિક બનો બીએમડબલ્યુ 1 સીરિઝ
જર્મનીની વૈભવી કાર નિર્માતા કંપની બીએમડબલ્યુ દ્વારા ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેકવિધ કાર્સને લોન્ચ કરવામાં આવે છે. તે આગમી 26મી નવેમ્બરે પોતાની એમ3 અને એમ4 કારને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. તે એસયુવી, સેડાનની સાથોસાથ સારી ક્ષમતા ધરવાતી કાર્સને લોન્ચ કરી રહી છે.
બીએમડબલ્યુએ સપ્ટેમ્બર 2013માં પોતાની 1 સીરિઝ પ્રીમિયમ હેચબેક લોન્ચ કરી હતી. જે ભારતમાં લોન્ચ કરવામાં આવેલી તેમની સૌથી નાની કાર છે, જે પેટ્રોલ અને ડીઝલ બન્ને મોડલ્સ પણ ઉપલબ્ધ હતા. પ્રીમિયમ હેચબેકની કિંમત 22.65થી 32.50 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કિંમત દિલ્હી એક્સ શોરૂમની કિંમતો અનુસાર છે.
હવે બીએમડબલ્યુ ફાયનાન્સિયલ સર્વિસ 1 સીરિઝ પર એક અસાધારણ ઓફર આપી રહી છે. કોઇપણ વ્યક્તિ માત્ર 555 રૂપિયા પ્રતિદિવસના હિસાબે પોતાની 1 સીરીઝ ચલાવી શકે છે. આ ઓફર સીમિત સમય માટે છે તથા તેનો ઉદ્દેશ્ય પ્રીમિયમ હેચબેકનું વેચાણ કરવાનો છે.1 સીરિઝ 555 રૂપિયા પ્રતિ દિવસના હિસાબથી 11 મહિના માટે ઉપલબ્ધ હશે, જ્યારે 12માં મહિને માલિકે 1.50 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ ઇએમઆઇ સ્કીમ સાત મહિના માટે હશે, જેમાં 8થી 10 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરવા પડશે.
જર્મનીના વૈભવી કાર નિર્માતાએ 1 સીરિઝને ડીઝલના ત્રણ અને પેટ્રોલનું એક મોડલ ઉતાર્યું છે. બીએમડબલ્યુએ પોતાની એચબેકને માત્ર સિંગલ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પ્રસ્તૃત કરી છે.

4 સિલિન્ડર 2.0 લિટર ડીઝલ એન્જીનવાળી કાર 320 એનએમ ટાર્ક પર 143 બીએચપી જનરેટ કરે છે. બીએમડબલ્યુનો દાવો છેકે, તેમની ડીઝલ હેચબેકની એવરેજ એઆરઆઇ પ્રમાણિત 20.58 કિ.મી પ્રતિ લિટર છે.
આ એ લોકો માટે સારી તક છે, જે 1 સીરિઝ ખરીદવા અંગે વિચારી રહ્યાં છે. માત્ર 555 રૂપિયામાં તમે બીએમડબલ્યુ હેચબેક ચલાવી શકો છો. આ ઓફર સીમિત સમય માટે છે. આ ઓફર બીએમડબલ્યુ હેચબેકના ચાર મોડલ્સ પર આપવામાં આવી રહી છે.