For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

original ને પડકાર ફેંકી રહી છે આ Copycat Cars

|
Google Oneindia Gujarati News

જો તમે તેમને પછાડી ના શકો તો તેમની સાથે જોડાઇ જાઓ. આજના દિવસમાં આ મંત્ર દરેક બાબતમાં લાગુ પડે છે અને તેનાથી ભારતીય અને વિશ્વ બજારમાં જોવા મળતી કાર્સની ડિઝાઇન પણ અછૂતી રહી શકી નથી. બજારમાં જોવા મળતી કેટલીક કાર્સ અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી કાર્સની કોપીકેટ છે. સામાન્ય રીતે ચીન કોપી કરવામાં સૌથી આગળ છે, સૌથી વધુ કોપી કરવામાં આવેલી કાર્સ પણ ચીનમાં જોવા મળે છે.

જ્યારે ભારતીય કાર ડીઝાઇનનું કામ થોડુક નૈતિક લાગે છે. આપણે ઓરિજીનાલિટીમાં શાનદાર કામ કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે આ કાર્સ જોઇએ છીએ ત્યારે ક્યાંકને ક્યાંક આપણને એવી અનુભૂતિ થાય છેકે આ કાર અન્ય કારની ડિઝાઇનને મળતી આવે છે, જે બજારમાં પહેલાથી જ ઉપલબ્ધ છે અને અન્ય ઓટોમોબાઇલ કંપની દ્વારા બનાવવામાં આવેલા છે.

જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહી એક એવી જ યાદી લઇને આવ્યા છીએ, જેમાં તમને કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેની ડિઝાઇન ક્યાંકને ક્યાંક અન્ય કાર નિર્માતાઓ દ્વારા નિર્મિત કારની ડિઝાઇનને મળતી આવે છે. જેમાં સૌથી વધારે કાર મોડલ્સ ચીનના છે. જોકે આ યાદીમાં ભારતીય કાર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે અન્ય ઓટો મેકર્સના મોડલથી પ્રેરિત છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કોપી કેટ કાર્સને.

બજારમાં જોવા મળતી કોપી કેટ કાર્સ

બજારમાં જોવા મળતી કોપી કેટ કાર્સ

કોપી કેટ કાર્સ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

ગીલી પાન્ડા, મારુતિ એ સ્ટાર- અલ્ટોની કોપી

ગીલી પાન્ડા, મારુતિ એ સ્ટાર- અલ્ટોની કોપી

ચીનની યપ્પી કાર ગીલી પાન્ડા મારુતિ સુઝુકીની એ સ્ટાર અને અલ્ટોની કોપી લાગે છે.

એ સ્ટાર અને અલ્ટોની કોપી

એ સ્ટાર અને અલ્ટોની કોપી

ચીનની યપ્પી કાર ગીલી પાન્ડા દેખાવે ખરાબ નથી. પરંતુ તેને ધ્યાનથી જોવામાં આવે તો આ કાર મારુતિ સુઝુકીની એ-સ્ટાર અને અલ્ટોને મળતી આવે છે.

ડોંગફેંગ ઇક્યૂ 2050, હમર એચ 1ની કોપી

ડોંગફેંગ ઇક્યૂ 2050, હમર એચ 1ની કોપી

ડોંગફેંગ ઇક્યૂ 2050ને ધ્યાનથી જોશો તો આ કાર તમને અમેરિકાની હમર એચ 1 જેવી લાગશે.

હમર એચ 1

હમર એચ 1

ડોંગફેંગ ઇક્યૂ 2050નો દરેક ભાગ અમેરિકન હમર એચ 1માંથી કોપી કરવામાં આવ્યો છે, માત્ર હેડલાઇટ અને ગ્રીલને બાદ કરીને. જો કે આ ચાઇનિઝ હમર અથવા ચમરની એક ખાસીયત છેકે તે લોંગ વે કાર છે.

ધ ગ્રેટ વૉલ ફ્લોરિડ

ધ ગ્રેટ વૉલ ફ્લોરિડ

ધ ગ્રેટ વૉલ ફ્લોરિડએ ટોયોટાની આઇએસટીની અદ્દલ કોપી છે.

ટોયોટા આઇએસટી

ટોયોટા આઇએસટી

ધ ગ્રેટ વૉલ ફ્લોરિડએ ટોયોટાની આઇએસટીની કાર્બન કોપી છે. આ કારની ડિઝાઇનમાં એવું કંઇ જ નથી કે જેને જોઇને તમને એવું લાગે કે આ ઓરીજીનલ છે. કારનું નોઝ પણ ઓરીજીનલ નથી, તેને ટોયોટા યારિસમાંથી કોપી કરવામાં આવ્યું છે. કારનું નિર્માણ જાણેકે કોપી-પેસ્ટ કામ જેવું છે.

ટેમ્પો ટ્રેક્સ જુડો

ટેમ્પો ટ્રેક્સ જુડો

ટેમ્પો ટ્રેક્સ જુડોને ધ્યાનથી જોવામા આવે તો તે મર્સીડિઝ બેન્જ જી વાગેનની કોપી લાગે છે.

મર્સીડિઝ બેન્ઝ જી વાગેન

મર્સીડિઝ બેન્ઝ જી વાગેન

જુડોનો લુક જી વાગેનને ઘણો મળતો આવે છે. જુડોને ધ્યાનથી જોવામાં આવે તો તેનો સ્લોપિંગ હેડલેમ્પ એરિયા, ફ્લર્ડ વ્હીલ આર્ક, લાર્જ ગ્રાનહાઉસ વિગેરે બાબતો ટ્રેક્સ જુડોને જી વાગેન જેવી બનાવે છે.

લિફાન 320

લિફાન 320

લિફાન 320 પણ ચાઇનિઝ કંપનીની કાર છે, જેને મિનિ કૂપરમાંથી કોપી કરવામાં આવી છે.

મિનિ કૂપર

મિનિ કૂપર

લિફાન 320એ ચાઇનિઝ કંપની દ્વારા અન્ય કારમાંથી કોપી કરવામાં આવેલી કારનું અન્ય એક ઉદાહરણ છે. આ કારને મિનિ કૂપરમાંથી કોપી કરવામાં આવી છે. જોકે લિફાન માર્કેટમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી નહોતી.

એર્રિનેરા ઓટોમોટિવ હુસ્સાર્ય

એર્રિનેરા ઓટોમોટિવ હુસ્સાર્ય

એર્રિનેરા ઓટોમોટિવ હુસ્સાર્યને લેમ્બોર્ગિનીની રેવેન્ટનમાંથી કોપી કરવામાં આવી છે.

લેમ્બોર્ગિની રેવેન્ટન

લેમ્બોર્ગિની રેવેન્ટન

માત્ર ચીનમાં જ કાર્સની ડિઝાઇન કોપી કરવામાં આવે છે. પોલિશ કાર કંપની પણ અન્યની ડિઝાઇનની કોપી કરતી હોવાનું જોવા મળ્યું છે. પોલિશ કંપની એર્રિનેરા ઓટોમોટિવે નિર્માણ કરેલી હુસ્સાર્ય કાર લેમ્બોર્ગિનીની રેવેન્ટનની કોપી છે. આ કારને દરેક બાબતે લેમ્બોર્ગિનીમાંથી કરવામાં આવી હોવા છતાં શા માટે લેમ્બોર્ગિનીએ તેના નિર્માણ પર પ્રતિબંધ ના લાદ્યો તે પ્રશ્ન બધાના મનમાં ઉઠ્યો છે.

શુઆંગહુઆન સીઇઓ

શુઆંગહુઆન સીઇઓ

શુઆંગહુઆન સીઇઓને બીએમડબલ્યુ એક્સ 5માંથી કોપી કરવામાં આવી છે.

બીએમડબલ્યુ એક્સ 5

બીએમડબલ્યુ એક્સ 5

જર્મનની કાર નિર્માતા કંપની પણ પોતાની કારની કોપી કરતા ચીનને રોકી શકી નહોતી. ચીની કાર શુઆંગહુઆન સીઇઓએ બીએમડબલ્યુ એક્સ 5ની કોપી છે. ખાસ કરીને સાઇડ અને રીયર પ્રોફાઇલ બીએમડબલ્યુ એક્સ 5ની કોપી છે.

હૌતે બોલિગેર

હૌતે બોલિગેર

હૌતે બોલિગેરને પોર્શે કૅયેન્નમાંથી કોપી કરવામાં આવી છે.

પોર્શે કૅયેન્ન

પોર્શે કૅયેન્ન

જર્મનની બીજી કાર કંપની પોર્શેની કાર કૅયેન્નની કોપી પણ ચાઇનિઝ કંપની દ્વારા કરવામાં આવી છે. ચીનની હૌતે બોલિગેર એ પોર્શે કૅયેન્નની કોપી છે. તેમજ આ કાર બિન્ટલે ઇએક્સપી 9 એફ કોન્સેપ્ટને પણ મળતી આવે છે.

બીએડબલ્યુ બી90

બીએડબલ્યુ બી90

બીએડબલ્યુ બી90એ રેન્જ રોવરની કોપી છે.

રેન્જ રોવર

રેન્જ રોવર

ચાઇનિઝ ઓટોમેકરે આ વખતે રેન્જ રોવર પર પોતાની નજર ફેરવી છે. બીએડબલ્યુ દ્વારા નિર્મિત બી90એ રેન્જ રોવરની કોપી છે. જોકે આ કારને સંપૂર્ણપણે કોપી કરવામાં આવી નથી. આ કારમાં રેન્જ રોવરથી અલગ દર્શાવવા થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે.

ગીલી જીઇ

ગીલી જીઇ

ગીલી જીઇએ રોલ્સ રોય્સ ફેન્ટમની કોપી છે.

રોલ્સ રોય્સ ફેન્ટમ

રોલ્સ રોય્સ ફેન્ટમ

ગીલી જીઇને જોઇને તેમને એમ જ લાગશે કે આ એક રોલ્સ રોય્સ કાર છે, પરંતુ નહીં આ રોલ્સ રોય્સની ફેન્ટમ કારની અદ્દલ કોપી છે.

મુસ્તાંગ એફ 16

મુસ્તાંગ એફ 16

મુસ્તાંગ એફ 16 કાર ઑડી એ4 એવાન્ટીની કોપી છે.

ઑડી એ4 એવાન્ટી

ઑડી એ4 એવાન્ટી

ચીનની મુસ્તાંગ એફ 16નું નામ સાંભળતા આપણને એવું લાગે કે આ કોઇ ફાઇટર એરક્રાફ્ટ પરથી પ્રેરિત છે, પરંતુ એવુ નથી આ કારની ડિઝાઇનને ઑડીની એ4 એવાન્ટીમાંથી કોપી કરવામાં આવી છે. આ કારને તમામ બાબતે એવાન્ટીમાંથી કોપી કરવામાં આવી છે. આ ચીનનું વધુ એક કોપી પેસ્ટ ટાઇપનું ઉદાહરણ છે.

ટાટા સફારી

ટાટા સફારી

ટાટા સફારીની 97 લેન્ડ રોવર ડિસ્કવરીમાંથી કોપી કરવામાં આવી છે.

97 લેન્ડ રોવર ડિસ્કવરી

97 લેન્ડ રોવર ડિસ્કવરી

જ્યારે તમે બન્ને તસવીરોને નજીકથી નિહાળશો તો માલુમ થઇ જશે કે ટાટા સફારીની ડિઝાઇન 97 લેન્ડ રોવર ડિસ્કવરીની કોપી છે. સફારીની સાઇડ, રૂફલાઇન ડિસ્કવરીને મળતી આવે છે. તેમજ સફારીનો વિન્ડો એરિયા અને ગ્રીનહાઉસ પણ ડિસ્કવરીને મળતો આવે છે.

બીવાયડી એફ8

બીવાયડી એફ8

બીવાયડી એફ8 એ મર્સીડિઝ બેન્ઝ સીએલકેની કોપી છે.

મર્સીડિઝ બેન્ઝ સીએલકે

મર્સીડિઝ બેન્ઝ સીએલકે

ચાઇનિઝ કાર નિર્માતા બીવાયડી દ્વારા તેનું એફ8 મોડલ રજૂ કરવામાં આવ્યું છે, આ મોડલ પર કોપીકેટની નિશાની છે. આ મોડલની ડિઝાઇન મર્સીડિઝ બેન્ઝની સીએલકેમાંથી કોપી કરવામાં આવી છે.

શુઆંગહુઆન નોબલ

શુઆંગહુઆન નોબલ

શુઆંગહુઆન નોબલ એ સ્માર્ટ ફોર ટૂ કારની કોપી છે.

સ્માર્ટ ફોર ટૂ

સ્માર્ટ ફોર ટૂ

શુઆંગહુઆનની નોબલ કાર પણ કોપીકેટની દુનિયામાં પોતાનું નામ અંકિત કરાવવા જઇ રહી છે. આ કાર સ્માર્ટ ફોરટૂની કોપી છે. નોબલની ડિઝાઇનથી લઇને મોટાભાગની બાબતો સ્માર્ટ ફોરટૂમાંથી કોપી કરવામાં આવી છે.

English summary
If you can't beat them, join them. This seems to be the mantra for so many things these days, and car design is not to be left out. Several cars in the world today are blatant rip offs of other automobiles - China is known to do this best, with a long list of copycat cars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X