For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારને મળી 10 tata nexon ev, જાણો શું છે ફિચર્સ?

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે EESL સાથેના કરારના ભાગરૂપે કેવડિયા ખાતે 10 tata nexon ev ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓને સોંપી છે.

|
Google Oneindia Gujarati News

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે EESL સાથેના કરારના ભાગરૂપે કેવડિયા ખાતે 10 tata nexon ev ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓને સોંપી છે. tata nexon ev નું આ કન્સાઈમેન્ટ ભારતના 74 મા સ્વતંત્રતા દિવસ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું. tata nexon ev ના 10 યુનિટની ડિલિવરી સરકાર દ્વારા સ્વચ્છ રાજ્યની ઉજવણી અને સ્વચ્છ પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

tata nexon ev

ઉલ્લેખનીય છે કે, tata nexon ev ના આ 10 યુનિટનો ઉપયોગ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં કામ કરતા સરકારી અધિકારીઓ કરશે. ગુજરાત સરકાર કેવડિયાને માત્ર ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર બનાવવા માટે પ્રયત્નશીલ છે. જે માટે રાજ્ય સરકાર કેવડીયા ખાતે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન નેટવર્ક સ્થાપી રહી છે.

tata nexon ev

ટાટા મોટર્સ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અપનાવવામાં સક્રિયપણે અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. કંપની ટાટા પાવર, ટાટા કેમિકલ્સ, ટાટા ઓટો કમ્પોનન્ટ્સ, ટાટા મોટર્સ ફાઇનાન્સ અને ક્રોમા સહિતની ટાટા જૂથની અન્ય કંપનીઓ સાથે નજીકથી કામ કરી રહી છે, જેથી ઇવી ઇકોસિસ્ટમ દ્વારા ભારતમાં ઇવીને ઝડપથી અપનાવવામાં ફાળો આપી શકાય, જેને તેને "ટાટા યુનિવર્સ" કહેવામાં આવે છે.

tata nexon ev

ટાટા મોટર્સ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર સતત પોતાના ઉત્પાદનોમાં સુધારો કરી રહી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ tata nexon ev છે. જેણે ગ્રાહકોને સસ્તી અને સારી ડ્રાઇવ રેન્જ સાથે ઇલેક્ટ્રિક કારનો વિકલ્પ પૂરો પાડ્યો છે. ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં tata nexon ev લગભગ 70 ટકા હિસ્સો ધરાવે છે.

tata nexon ev

કંપનીએ હાલમાં ભારતીય રસ્તાઓ પર 6,000 થી વધુ tata nexon ev દોડી રહી છે. tata nexon ev એ કંપનીની મહત્વાકાંક્ષી SUV છે, જે શૂન્ય ઉત્સર્જન, લાંબી ડ્રાઈવ રેન્જ અને વધુ સારી સુરક્ષા સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવી છે. tata nexon evની પરમેનન્ટ મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર 129 bhpની મહત્તમ શક્તિ અને 245 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં 30.2 kWh લિથિયમ-આયર્ન બેટરી છે, જે IP67 સ્ટાન્ડર્ડ ડસ્ટ અને વોટરપ્રૂફ ફિચર્સ સાથે આવે છે.

tata nexon ev

આ કાર માત્ર 9.58 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ હાંસલ કરી શકે છે. તેના ચાર્જિંગ સમયની વાત કરીએ તો તે ડીસી ફાસ્ટ ચાર્જરથી માત્ર 60 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. tata nexon ev સંપૂર્ણ ચાર્જ પર 312 કિમીની ડ્રાઈવ રેન્જ આપે છે.

tata nexon ev

tata nexon ev કંપની દ્વારા Ziptron પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કંપની જલ્દી જ Ziptron પ્લેટફોર્મ પર Tigorનું ઇલેક્ટ્રિક વેરિએન્ટ બનાવવાનું શરૂ કરી શકે છે. tata nexon evને ડ્યુઅલ પોડ હેડલેમ્પ્સ, LED ટેલ લાઇટ્સ, 16-ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, સનરૂફ, રેઇન સેન્સિંગ વાઇપર્સ, લેધર કવર સ્ટિયરિંગ વ્હીલ, ક્લાઇમેટ કંટ્રોલ સાથે પુશ બટન સ્ટાર્ટ સાથે અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.

English summary
Automobile company Tata Motors has handed over 10 tata nexon ev at Kevadia to senior Gujarat government officials as part of its agreement with EESL. This consignment of tata nexon ev was handed over to the authorities on the occasion of Independence Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X