For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં જર્મનીને પરસેવો છોડાવી દેશે જાપાન

|
Google Oneindia Gujarati News

ભારતમાં વૈભવી કાર સેગ્મેન્ટમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં જેટલા પ્રમાણમાં સામાન્ય કાર્સનું વેચાણ થઇ રહ્યું છે, તેવી જ રીતે વૈભવી કાર્સ પણ પોતાનો દબદબો બનાવી રહી છે. ખાસ કરીને બિઝનેસ ટાયકૂન અને યુવાનોમાં આ કાર્સનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. હાલના વૈભવી કારના માર્કેટની વાત કરવામાં આવે તો ચોક્કસપણે જર્મન કાર નિર્માતાઓનું એક હથ્થું શાસન છે, તેમ કહી શકાય. ભારતમાં મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ અને ઑડી વચ્ચે સ્પર્ધા છે, ત્યારે આ સ્પર્ધામાં વધુ એક નામ હવે ઉમેરાવા જઇ રહ્યું છે. આ કાર બ્રાન્ડ જાપાનની છે, જેથી કહી શકાય કે ભારતમાં જર્મનીને જાપાન ટક્કર આપવા આવી રહ્યું છે.

જાપાનીઝ કાર નિર્માતા દ્વારા ભારતના વૈભવી સેગ્મેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટોયોટાને વિશ્વાસ છેકે ભારતીય બજાર તેમની લેક્સસ બ્રાન્ડના વ્હીકલ માટે સંપૂર્ણપણે તૈયાર થઇ ગયું છે અને આ માર્કેટમાં લેક્સસની સીધી ટક્કર જર્મનીની કાર નિર્માતા કંપનીઓ સાથે થવાની છે. ટોયોટા કિર્લોસ્કર મોટરના મેનેજિંગ ડિરેક્ટર નાઓમી ઇશિનું કહેવું છેકે, અમે ભારતમાં અનેક તકો જોઇ રહ્યાં છીએ. જે રીતે ત્રણ જર્મન બ્રાન્ડ ભારતમાં સારો દેખાવ કરી રહી છે, તેથી અમને લાગી રહ્યું છેકે અમારી પણ અહી હાજરી હોવી જરૂરી છે. તો ચાલો તસવીરો થકી વધુ જાણીએ.

દર વર્ષે 40 હજાર જેટલી વૈભવી કાર્સનું વેચાણ

દર વર્ષે 40 હજાર જેટલી વૈભવી કાર્સનું વેચાણ

ભારતમાં દર વર્ષે 30થી 40 હજાર જેટલી વૈભવી કારનું વેચાણ કરવામાં આવે છે. જર્મની વૈભવી કાર નિર્માતા કંપનીઓ પોતાના વાહનોને વધું એફોર્ડેબલ બનાવવા માટે લોકલ એસેમ્બલિંગનો ઉપયોગ વધુ કરી રહી છે.

લોકલ એસેબમ્લી ઉભી કરવી પડશે

લોકલ એસેબમ્લી ઉભી કરવી પડશે

જો જાપાનીઝ કાર નિર્માતા પોતાની કારને સ્પર્ધામાં ઉતારવા માગે છે તો તેણે ભારતમાં પણ લોકલ એસેમ્બલી ઉભી કરવી પડશે.

ભારતમાં કઇ કાર લોન્ચ કરાશે તે નક્કી નથી

ભારતમાં કઇ કાર લોન્ચ કરાશે તે નક્કી નથી

લેક્સસ દ્વારા જોકે હજુ એ જણાવવામાં આવ્યું નથી કે ભારતમાં તેઓ લેક્સસ બ્રાન્ડની કઇ કારને લોન્ચ કરાવશે. પોતાના લક્ઝરી વ્હીકલ્સ પ્રત્યે લોકોને આકર્ષવા માટે કંપની લોકોલ એસેમ્બલી ઉભી કરવાનું વિચારી રહી છે.

લેક્સસને લોન્ચ કરવાનો યોગ્ય સમય

લેક્સસને લોન્ચ કરવાનો યોગ્ય સમય

ટોયોટાએ તાજેતરમાં ભારતમાં ઇટિયોસ ક્રોસ અને કોરોલા એલ્ટિસ સિડાન લોન્ચ કરી છે. હાલ ટોયોટા દ્વારા ઇટિયોસ, ઇટિયોસ લિવા, ફોર્ચ્યુનર અને ઇનોવાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જાપાનીઝ કાર નિર્માતાનું માનવું છેકે પોતાની પ્રિમિયમ બ્રાન્ડ લેક્સસ વ્હીકલ્સને લોન્ચ કરવાનો આ યોગ્ય સમય છે.

English summary
In India the luxury car segment is growing at a phenomenal pace. The space is currently dominated by Germans, who have proved their mettle in India. Now Mercedes-Benz, BMW and Audi will face competition from a new face in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X