કારમાં લગાવ્યા છે લો પ્રોફાઇલ ટાયર્સ, તો જાણો તેના ફાયદા-ગેરફાયદા
તમે કેટલીવાર એ વાતની નોંધ લીધી છેકે તમારી કારમાં ફીટ કરવામા આવેલા કૂલ વ્હીલ્સ અને ટાયર્સ સ્ટાન્ડર્ડ અનુસાર છેકે નહીં અથવા તેના કરતા વધારે છે. બની શકે કે કદાચ ક્યારેક તેને ચેક કરવામાં આવ્યા હશે. તો આજે અમે તમારી એ શકાં પર એક નજર નાખવા માગીએ છીએ. આપણે બધા કારની રફતાર અંગે વાત કરીએ છીએ પરંતુ ભાગ્યેજ તેમાં લગાવવામાં આવેલા વ્હીલ અંગે વિચારતા હોઇ છીએ, પરંતુ કાર્સમાં તેના એન્જીનની સાથો સાથ વ્હીલની ગુણવત્તા પણ ઘણું મહત્વ ધરાવતી હોય છે.
કંપની તરફથી બનાવવામાં આવેલી કારમાં એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ મોડિફિકેશન કરેલી કારમાં આ બધી બાબતોનું બહુ ધ્યાન રાખવામાં આવતું નથી હોતું, તેમાં કિનારો મોટો હોય છે અને ટાયર હલકી ગુણવત્તાના હોય છે. આ પ્રકારના ટાયર પોતાની યોગ્યતા કરતા પાતળા હોય છે અને તેને સરખા પ્રમાણના વ્હીલની સાથોસાથ મોટા વ્હીલમાં પણ લગાવી શકાય છે. તો ચાલો આ અંગે તસવીરો થકી વધારે જાણીએ.

લો પ્રોફાઇલ ટાયરનો ફાયદો-ગેરફાયદો
લો પ્રોફાઇલ ટાયરના એડવાન્ટેજ-ડિસએડવાન્ટેજ અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

કેવી રીતે ટાયરની સાઇઝને જાણવી
દરેક ટાયર પર તેની સાઇઝ સહિતની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. તમે આ તસવીરમાં દર્શાવવામાં આવેલા ટાયર પર નજર ફેરવો તમને ટાયરની ઇન્ફોર્મેશન જોવા મળશે. ઉદાહરણ તરીકે આ તસવીરમાં આપવામાં આવેલા ટાયર પર જુઓ તેમાં તમને ટાયરની ડિટેઇલ્સ મળશે જે 305/30ZR19 છે.
305: ટાયરની પહોળાઇ મિલિમિટરમાં30: ટાયરની પ્રોફાઇલ અને સાપેક્ષતા (read further for more)
Z: ટાયરની સ્પીડ રેટિંગ(અહીં ઝેડ છે જે 300 કિ.મી પ્રતિ કલાકની છે.)
R: રેડિયલ કન્સ્ટ્રક્શન
19: ટાયરનું ડાયામિટર ઇન્ચમાં

ટાયરની પ્રોફાઇલ શું છે?
ટાયરની પ્રોફાઇલ એ ટાયરની સાઇડવેલ ગણાય છે. જે ટાયરની પહોળાઇ ટકાવારીમાં દર્શાવે છે. અમે જે ઉદહારણ જણાવ્યું તેમાં 305/30ZR19 દર્શાવ્યું છે. જેમાં ટાયરની પ્રોફાઇલ 30 દર્શાવવામાં આવીછે. જેનો અર્થ થાય છેકે 305 મિલિમિટર પહોળાઇમાં ટાયરની સાઇડવેલ પહોળાઇ 30 ટકા છે. લો પ્રોફાઇલ ટાયરમાં સામાન્ય રીતે 60નો ઉપયોગ કરવામાં આવે છે. જે આગળ જતા સાંકળું થઇ જાય છે.

લો પ્રોફાઇલ ટાયરનો ફાયદો
તમારી કારને વન્ડર લૂક આપવાની સાથે જ લો પ્રોફાઇલ ટાયર્સ હેન્ડલિંગ અને ગ્રીપમાં સારી એવી પકડ આપે છે, તેમાં પણ ખાસ કરીને ડ્રાઇ વિસ્તારમાં. તેમજ તમારી કારની બ્રેક પણ ઘણી જ સારી લાગે છે કારણ કે તે ટાયર સાથે સારી રીતે જોડાયેલા રહે છે. લો પ્રોફાઇલ ટાયર્સ તમારી કારને કોર્નરિંગ કેરક્ટરિસ્ટિક્સ બેનિફિટ પણ આપે છે, કારણ કે તે કોર્નરિંગ ફોર્સને સારી રીતે હેન્ડલ કરી શકે છે, તેમજ સ્ટીયરિંગ પરફોર્મન્સ પણ ઇમ્પ્રૂવમેન્ટ સારું હોય છે.

લો પ્રોફાઇલ ટાયરના ગેરફાયદા
લો પ્રોફાઇલ ટાયરના ગેરફાયદા ભારતીય સંદર્ભે વધારે એટલા માટે છે કે આ ટાયર અને રિમ ડેમેજની સંભાવનાઓ વધારે રહે છે. આ ટાયરમાં હવાનું નાનું કુશન હોય છે જેને આપણા ઉબડ ખાબડ રસ્તાઓમાં વધારે અસર પહોંચે છે. આ પ્રકારના ટાયરથી રસ્તા પરનો અવાજ પણ વધી જાય છે. કારણ કે તેની મોટી કોન્ટેક્ટ પીચ, તમારી કારની યાત્રાને કઠિન બનાવી દે છે.

લો પ્રોફાઇલ ટાયરના ગેરફાયદા-2
લો પ્રોફાઇલ ટાયર વરસાદમાં પણ ઓછા અસરકારક જોવા મળે છે. કારણ કે વરસાદ દરમિયાન આ પ્રકારના ટાયર જલદી લપસી પડે છે. તેનાથી ફ્યુલ ઇકોનોમી પર પણ અસર પહોંચે છે, આ ટાયર સ્ટાન્ડર્ડ ટાયર કરતા વઘારે મોંઘા પણ હોય છે.

મહત્વની જાણકારી
કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા ઓરિજીનલ સાઇઝ કરતા ત્રણ ટકા વધુ મોટા ટાયર લગાવવાની મંજૂરી આપે છે. જો તેના કરતા વધારે માત્રાના ટાયર લગાવવામાં આવે તો તેનાથી ઉપર જણાવ્યું પ્રમાણે હેન્ડલિંગમાં સમસ્યા ઉભી કરી શકે છે, કારણ કે તે વ્હીલમાં યોગ્ય રીતે બેસી શકે તેમ હોતા નથી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
