For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હીરોની પેશન પ્રો ટીઆરની આ બાઇક સાથે થશે ટક્કર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની ટોચની ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ દ્વારા તેના બે મોડલ્સને લોન્ચ કરવામાં આવ્યા છે. આ મોડલ્સને ખાસ તહેવારના સમયમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેથી કંપનીના વેચાણમાં ફાયદો થઇ શકે. કંપનીએ પોતાની જાણીતી બ્રાન્ડ સ્પ્લેન્ડરની નવી બાઇક સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક 100 સીસીને કાફે રેસર સ્ટાઇલિંગમાં લોન્ચ કરી છે. જેની એક્સશોરૂમ દિલ્હીની કિંમત 48,650 રૂપિયા છે, જ્યારે બીજી ઓફરોડ બાઇક પેશન પ્રો ટીઆર 100 સીસીને એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 51,550 રૂપિયામાં લોન્ચ કરી છે.

પેશન પ્રો પહેલાથી જ બજારમાં પોતાની લોકપ્રીયતા ધરાવી રહેલી છે અને આ બ્રાન્ડની નવી બાઇક પેશન પ્રો ટીઆર પાસેથી પણ કંપનીને એ જ પ્રકારની આશા છે. બજારમાં તેની પ્રતિસ્પર્ધી બાઇક અંગે વાત કરવામાં આવે તો યામાહા વાયબીઆર 110, ટીવીએસ સ્ટાર સિટી અને મહિન્દ્રા પન્ટેરો તરફથી તેને જોરદાર ટક્કર મળી શકે તેમ છે. તો ચાલો તસવીરો થકી ઉક્ત ચારેય બાઇકની તુલનાત્મક માહિતી મેળવીએ, જેમાં તેમનું એન્જીન, ફીચર્સ, કિંમત અને એવરેજ અંગે માહિતી આપવામાં આવી છે.

કિંમત અંગે સરખામણી

કિંમત અંગે સરખામણી

પેશન પ્રો ટીઆરની કિંમતઃ- 51,550 રૂપિયા
યામાહા વાયબીઆર 110ની કિંમતઃ- 45,870 રૂપિયા
ટીવીએસ સ્ટાર સિટીની કિંમતઃ- 48,740 રૂપિયા
મહિન્દ્રા પન્ટેરોની કિંમતઃ- 47,270 રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ પેશન પ્રો ટીઆર

એન્જીન સ્પેસિફિકેશનઃ પેશન પ્રો ટીઆર

એન્જીનઃ- 97.20 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જીન
પાવરઃ- 7.8 પીએસ
ટાર્કઃ- 8.04 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ યામાહા વાયબીઆર 110

એન્જીન સ્પેસિફિકેશનઃ યામાહા વાયબીઆર 110

એન્જીનઃ- 106 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી એન્જીન
પાવરઃ- 7.6 પીએસ
ટાર્કઃ- 7.9 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ ટીવીએસ સ્ટાર સિટી

એન્જીન સ્પેસિફિકેશનઃ ટીવીએસ સ્ટાર સિટી

એન્જીનઃ- 109.70 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ ઓએચસી
પાવરઃ- 8.2 બીએચપી
ટાર્કઃ- 8.1 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃમહિન્દ્રા પન્ટેરો

એન્જીન સ્પેસિફિકેશનઃમહિન્દ્રા પન્ટેરો

એન્જીનઃ- 106.70 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, એમસીઆઇ- 5 એન્જીન
પાર્કઃ- 8.4 બીએચપી
ટાર્કઃ- 8.5 એનએમ

ફીચર્સ અંગે સરખામણીઃ- પેશન પ્રો ટીઆર

ફીચર્સ અંગે સરખામણીઃ- પેશન પ્રો ટીઆર

એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ

ફીચર્સ અંગે સરખામણીઃ- યામાહા વાયબીઆર 110

ફીચર્સ અંગે સરખામણીઃ- યામાહા વાયબીઆર 110

એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ

ફીચર્સ અંગે સરખામણીઃ- ટીવીએસ સ્ટાર સિટી

ફીચર્સ અંગે સરખામણીઃ- ટીવીએસ સ્ટાર સિટી

એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર

ફીચર્સ અંગે સરખામણીઃ- યામાહા વાયબીઆર 110

ફીચર્સ અંગે સરખામણીઃ- યામાહા વાયબીઆર 110

એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, ડીજીટલ ફ્યુઅલ ગેજ, ટેકોમીટર, ટ્રીપોમીટર

એવરેજ અંગે સરખામણી

એવરેજ અંગે સરખામણી

પેશન પ્રો ટીઆરની એવરેજઃ- 55-65 કિ.મી પ્રતિ લિટર
યામાહા વાયબીઆર 110ની એવરેજઃ- 65 કિ.મી પ્રતિ લિટર
ટીવીએસ સ્ટાર સિટીની એવરેજઃ- 65 કિ.મી પ્રતિ લિટર
મહિન્દ્રા પન્ટેરોની એવરેજઃ-79.5 કિ.મી પ્રતિ લિટર

English summary
Passion Pro TR vs Yamaha YBR 110 vs TVS Star City vs Mahindra Pantero
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X