
WOW, પાણીના ઉપયોગ વગર થશે કાર Wash!
તમે જ્યારે તમારી કારને ધોવો છો ત્યારે કેટલું પાણી વપરાય છે? જો તેનું એસ્ટિમેટ કાઢવામાં આવે તો આંકડા ચોંકાવી દે તેવા બહાર આવશે. મુંબઇ શહેરની વાત કરવામાં આવે તો 10 લિટર પાણી કાર ધોવામાં વપરાય છે અને દરરોજ અંદાજે એક લાખ જેટલી કાર ધોવાતી હશે, જો આ આંકડાઓને એકઠાં કરવામાં આવે તો માત્ર એક વર્ષમાં એક જ શહેરમાં 36.50 કરોડ જેટલું પાણી વપરાય છે, જેમાં બાઇક અને થ્રી-વ્હીલર્સને ગણવામાં આવ્યા નથી.
જો તમે કોઇ સર્વિસ સેન્ટર પર કાર ધોવડાવો તો, તેમાં આખી કારને ધોવામાં 250 લિટર પાણી વપરાય છે. ત્યારે એક પ્રશ્ન ઉઠે છેકે આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે, તેને અટકાવવો કેવી રીતે?
મુંબઇ સ્થિત એક કંપનીએ દાવો કર્યો છે, જેને તેઓ "WOW Wash" કહે છે અથવા તો ‘‘વિધઆઉટ વોટર વૉશ''. પ્રોડક્ટ એક વાતાવરણને અનૂકુળ ઉકેલ સમાન છે, જે દાવો કરે છેકે ટોપ વોશિંગ અથવા તો કાર એક્સ્ટેરિયર વોશિંગ પ્રોસેસમાં અલ્ટરનેટિવ પાણીનો ઉપયોગ કરી શકાય છે, આ પ્રોસેસના કારણે ઇલેક્ટ્રિસિટી, મેન પાવર, સમય બચાવી શકાય છે.
આ પણ વાંચોઃ- જાણો કઇ કાર્સમાં મુસાફરીની મજા માણે છે વિશ્વના ટોપ ટેક બિલિયોનર્સ
આ પણ વાંચોઃ- અનોખી હોટેલઃ વૈભવી કાર્સને બનાવી દીધી રૂમની શોભા
આ પણ વાંચોઃ- ગુજરાત આવી મોદીની સુરક્ષાબદ્ધ BMW 760Li, જાણો શું છે ખાસિયત
આ પણ વાંચોઃ- કેવી રીતે સાંધવુ ટ્યૂબલેસ ટાયરમાં પંક્ચર?

મારુતિ 800 પર કરવામાં આવ્યો તેનો ઉપયોગ
બેંગ્લોરમાં મારુતિ ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટરમાં વાઉ વૉશ પાછળ જે વ્યક્તિ રહેલી છે, શ્રિપદ ઘુરે સાથે વાત કરવામાં આવી હતી. તેમણે મારુતિ 800 કે જે ગંદી હાલતમાં હતી, તેના બોનેટ પર ધૂળ ચોંટેલી હતી, તેના પર વાઉ વાઇપ ક્લોથ્સનો ઉપયોગ કરવામાં આવ્યો, જે વાઉ વૉશ પેકેજનો ભાગ છે. તો જે પરિણામ મળ્યું તે પ્રભાવિત કરે તેવું હતું.

કરી રીતે કરવામાં આવે છે ઉપયોગ
એક વાઉ વાઇપ કપડાંનો ઉપયોગ સ્પોટલેસ ક્લિનિંગ માટે અને બીજા કપડાંનો ઉપયોગ ફિનિશ્ડ સર્ફેસને ગ્લોસથી હાઇ લેવલ પ્રોડ્યુસ બફિંગ સુધી લઇ જવામાં કરવામાં આવે છે. આ એ રીતે કામ કરે છે, જે સામાન્ય પાણીથી કાર ધોવામાં આવે ત્યારે કરવામાં આવે છે અને એ પણ પાણીના એકપણ ટીપાંનો ઉપયોગ કર્યા વગર. ઘૂરેના દાવા અનુસાર આ પ્રોડક્ટ્સમાં એટલી શક્તિ છેકે નવી કારમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો તે ગ્લોસના હાઇ લેવલે પહોંચીને પરિણામ આપી શકે છે.

મારુતિ સુઝુકીએ ચેક કરી આ પ્રોડક્ટ
જાણીતી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી દ્વારા આ પ્રોડક્ટનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેણે આ પ્રોડક્ટને લીલી ઝંડી બતાવી હતી અને તને પોતાના ઓથોરાઇઝ્ડ વર્કશોપ, ડિલરશીપ અને સર્વિસ સેન્ટરમાં ઉપયોગમાં લેવાનું શરૂ કરી દીધું છે. હાલ વાઉ વૉશ સોલ્યુશન બલ્ક પેકેજિંગમાં 506 રૂપિયા પર લિટરના ભાવે મળે છે. સર્વિસ સેન્ટરમાં તમે એક લિટરમાં 30 કારને ધોઇ અને ક્લિન કરી શકો છો.

ટૂંક સમયમા રિટેલ આઉટલેટમાં મળશે આ પ્રોડક્ટ
વ્યક્તિગત ઉપયોગમાં જો આ પ્રોડક્ટને લેવામાં આવે તો તેનો આંકડો વધી શકે તેમ છે. કારણ કે આપણે લાંબા સમય સુધી કારને ક્લિન રાખીએ છીએ. ટૂંક સમયમાં આ પ્રોડક્ટ રિટેલ આઉટલેટમાં નાના પેકેજિંગમાં પણ મળી રહેશે, અને એ પણ પોસાય તેવી કિંમતમાં હશે તેવો કંપનીનો દાવો છે.

શું વાઉ વૉશ હશે કાર વૉશનું ભવિષ્ય?
શું વાઉ વૉશ હશે કાર વૉશનું ભવિષ્ય? એ તો આવનારો સમય બતાવી શકે છે અને એ પણ તેની કિંમત પર આધાર રાખે છે, જો તેની કિંમત સામાન્ય કાર ધારક તેને ખરીદી શકે તેવી કિંમતમાં બજારમાં મુકવામાં આવે તો. તેમ છતાં વાતાવરણના હિતને ધ્યાનમાં રાખવામાં આવે તો આ પ્રોડક્ટને ભાગ્યેજ કોઇ અવગણી શકે છે.