એવરેજ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માન્યતાઓ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર હોય કે પછી વિશ્વ ઓટો સેક્ટર, દરેક ક્ષેત્રે કારને ફ્યુઅલ એફિસિઅન્સી ધરાવતી બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, અને જો ફ્યુઅલ એફિસિઅન્સીવાળી કાર ના હોય તો તેને ખાસ પરફોર્મન્સ અને વૈભવતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હોય છે. જોકે સામાન્ય રીતે લોકોને ફ્યુઅલ ઇકોનોમી ધરાવતી કારને વધુ પસંદ કરવામાં આવે છે અને તેને જાળવી રાખવા માટેની બાબતોને અનુસરવામાં આવે છે.
એવી અનેક બાબતો છે જે આપણને ક્યાંકને ક્યાંક સાંભળવા મળતી હોય છે, તેમાંની કેટલીક ખરા અર્થમાં સારી હોય છે, તો કેટલીક ખોટી માન્યતા સમાન હોય છે. આજે અમે અહીં એવી જ કેટલીક બાબતો અંગે જણાવી રહ્યાં છીએ જે ખોટી માન્યતા સમાન ગણી શકાય તેવી છે, તો ચાલો તસવીરો થકી એવરેજ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માન્યતાઓ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- બીએમડબલ્યુ અંગે 10 અજાણી વાતો, જે તમારે જાણવી જ જોઇએ
આ પણ વાંચોઃ- કોણ શ્રેષ્ઠઃ પલ્સર 200 NS, કરિઝમા ZMR કે યામાહા R15?
આ પણ વાંચોઃ- 10 કોમ્પેક્ટ એસયુવી જેને છે જરૂર ભારતમાં લોન્ચ કરવાની
આ પણ વાંચોઃ- પાંચ બાબતો મહિલાઓ માટેના ટૂ વ્હીલર્સમાં હોય તે જરૂરી

સારી ફ્યુઅલ ઇકોનોમી માટે સ્મોલ કારનો ઉપયોગ
એવી માન્યતા છેકે સ્મોલ કારનો ઉપયોગ કરવામાં આવે તો સારી ફ્યુઅલ ઇકોનોમી મળે છે, પરંતુ એડવાન્સ ટેક્નોલોજી જેમકે, હાઇબ્રિડ ડ્રાઇવટ્રેઇન્સ, ડીઝલ એન્જીન્સ, ડિરેક્ટ ફ્યુઅલ ઇન્જેક્શન, ટર્બોચાર્જિંગ, એડવાન્સ ટ્રાન્સમિશન, લો રોલિંગ રેઝિસ્ટેન્ટસ ટાયર્સ તથા એરોડાઇનેમિક ડિઝાઇનના કારણે સ્ટાન્ડર્ડ સાઇઝ વ્હીકલ્સ સારા ફ્યુઅલ એફિસિઅન્ટ હોય છે.

ઓટોમેટિક કરતા મેન્યુઅલ ટ્રાન્સમિશન સારું
એવી માન્યતા પણ છેકે ઓટોમેટિક કરતા મેન્યુઅલ ટ્રાન્સમિશન સારી ફ્યુઅલ ઇકોનોમી આપી છે, પરંતુ સાચી વાત એ છેકે ઓટોમેટિક ટ્રાન્સમિશન કારની એફિસિઅન્સી વધારે છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન કરતા સારી ઇનોકોમી આપી શકે છે. જે કારમાં ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે, તે કાર ધારક એ વાતનું પ્રમાણ મેળવી શકે છે.

કાર ચલાવતા પહેલા ગરમ કરવી પડે છે
આ પણ એક માન્યતા છે પરંતુ મોર્ડન વ્હીકલ્સને સ્ટાર્ટ કર્યાની અમુક સેકન્ડમાં ચલાવી શકાય છે. જો એન્જીન વધુ લોડ ધરાવતનું ના હોય અને નોર્મલ ઓપરેટિંગ ટમ્પ્રેચર સુધી ના પહોંચતુ હોય તો વાર લાગી શકે છે. જો તમારા એન્જીનને ગરમ કરવું હોય તો તેને ડ્રાઇવ કરવું પડે.

કારની ઉમર તથા ફ્યુઅલ ઇકોનોમી ઘટે છે
આ વાત મહદઅંશે સાચી છે, પરંતુ જો કારની જાળવણી સારી રાખવામાં આવી હોય તો લાંબો સમય સુધી પણ એ કાર પોતાની ફ્યુઅલ ઇકોનોમીને જાળવી રાખ છે, તેમાં થોડીક વધઘટ જોવા મળે છે.

વધુ એફિસિઅન્સી માટે એર ફિલ્ટર બદલો
આ વાત જૂના વ્હીકલ્સને લાગુ પડે છે, જેમાં કાર્બોરેટેડ એન્જીન છે, પરંતુ નવા વ્હીકલમાં ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જીન હોય છે, જે પોતાની રીતે ફ્યુઅલ એર રેટિઓને પ્રોપર લેવલે એડજેસ્ટ કરી લે છે. ખરાબ એર ફિલ્ટરને બદલવાથી ફ્યુઅલ ઇકોનોમી બદલાતી નથી, પરંતુ તમારી કારના એન્જીનના પરફોર્મન્સને સુધારે છે.

પ્રીમિયમ ફ્યુઅલ વધારશે ફ્યુઅલ ઇકોનોમી
આ પણ એક ખોટી માન્યતા છેકે પ્રીમિયમ ફ્યુઅલ વાપરવાથી ફ્યુઅલ ઇકોનોમી વધે છે. જો તમારી કાર પ્રીમિયમ ફ્યુઅલ માટે ડિઝાઇન થયેલી ના હોય તો આ પ્રકારનું ફ્યુઅલ વાપરવાથી કોઇ જ ફાયદો થતો નથી.