For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણવા જેવી ટિપ્સઃ કારને કેવી રીતે રાખવી ગૂડ શેપમાં

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં મોટાભાગના કાર ખરીદનારા એવા હોય છેજે લાંબા સમય સુધી એકનીએક કાર રાખવાના હકમાં હોય છે અથવા કેટલાક પરિવાર દ્વારા વારંવાર કાર ખરીદીમાં પૈસા ખર્ચવાનું પરવળે તેમ નથી હોતું. આવા પરિવાર માટે કારની સાચવણી કરવી ઘણી જ જરૂરી બની રહે છે. તેમ છતાં અનેક એવી નાની મોટી બાબતો છે, જેની અવગણના અથવા બેદરકારી રાખવાથી કારનો લુક અને શાઇનિંગ અથવા તો એન્જીન ખરાબ અવસ્થા ધારણ કરી લે છે અને અનિચ્છાએ પણ કાર વેચવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

જોકે કેટલીક એવી ટિપ્સ છે, જેને અપનાવવામાં આવે અથવા તો તેને ફોલો કરવામાં આવે તો તમે લાંબો સમય સુધી તમારી કારને સારી અવસ્થામાં રાખી શકો છો. આજે અમે અહીં એવી જ કેટલીક ટિપ્સને તસવીરો થકી રજૂ કરી રહ્યાં છીએ. જેને ફોલો કરવાથી તમે તમારી કારની આવરદા વધારી શકો છો અને કારને પહેલા જેવા શાઇની અને સુંદર રાખી શકો છો. તો ચાલો એ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ઓછી હાજરી-ઘણી લોકપ્રિયતાઃ વિશ્વની પાંચ રેરેસ્ટ કાર
આ પણ વાંચોઃ- વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી સાઇકલ, કિંમત લાખો ડોલર
આ પણ વાંચોઃ- લો મેઇન્ટેનન્સ મામલે આ કાર્સની તોલે કોઇ ન આવે

ઓન રોડ

ઓન રોડ

ઓન રોડની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલને સ્મૂથ રાકો, સ્ટીયરિંગ, એક્સલરેટર, ક્લચ, બ્રેક અને ગીયર ઇનપૂટ્સ પોલિશ્ડ હોવા જઇએ. ટ્રાફિક દરમિયાન સારી એવી ગેપ રાખો જેથી તમે સરળતાથી બ્રેક લગાવી શકો અને તમારી કારને આગળ વધારી શકો. તેમજ જ્યારે ફાસ્ટ ડ્રાઇવિંગ કરો ત્યારે પણ સ્મૂથ ડ્રાઇવિંગ સ્ટાઇલ અપનાવો. જો તમે રફ ડ્રાઇવિંગ કરશો તો તમારી ખારની આવરદા ઘટી જશે. સારું ડ્રાઇવ કરેલી કાર 1 લાખ કિ.મી ચાલી હોય તો એ ખરાબ ડ્રાઇવ કરેલી 50 હજાર કિ.મી ચાલેલી કાર કરતા સારી અવસ્થામાં હોય છે. ખરાબ રસ્તા પર કારને ધીમી ચલાવવાથી તે સારી સ્થિતિમાં રહે છે.

કારને ડેમજ થતી બચાવો

કારને ડેમજ થતી બચાવો

જો તમારે એક ખરાબ માર્ગ થકી તમારા ગંતવ્ય સ્થળે જવાનું છે અથવા તો પાર્કિંગ વ્યવસ્થા સારી નથી તો કેબનો સહારો લો. આ જ પોલિસીને તમે આઉટ સ્ટેશન ટ્રિપ માટે પણ ઉપયોગમાં લઇ જઇ શકો છો. જેનાથી તમારી કાર ખરાબ રસ્તા પર ડેમેજ થવાનો ખતરો નહીં રહે અને તમે ચિંતિત પણ નહીં રહો. તેમજ જો તમે તમારી કાર લઇને જ જતા હોવ અને ડ્રાઇવર રાખ્યો હોય તો ખરાબ ડ્રાઇવરને સાથે ન રાખો. કારણ કે, તમે જેટલી કાળજી તમારી કારની રાખો છો તેટલી અન્ય કોઇ નહીં રાખી શકે. તેમજ કારમાં વધુ માત્રામાં સામાન અથવા તો મુસાફરોને પણ નહીં બેસાડો.

પેટ્રોલ પમ્પ પર તદેકારી

પેટ્રોલ પમ્પ પર તદેકારી

પેટ્રોલ અથવા તો ડીઝલ ભરાવતી વખતે પણ કેટલીક તકેદારી રાખવામાં આવે તો કારને સારી અવસ્થામાં રાખી શકાય છે. એવી આદત પાડો કે તમે તમારી કારની ફ્યુઅલ ટેન્કને ¼ના લેવલ સુધી ભરો. રિસર્વ માર્ક અથવા તો લો ફ્યુઅલ વોર્નિંગ ઇન્ડિકેટરની રાહ ના જુઓ. કારણ કે ફ્યુઅલ પમ્પ ડ્રાઇ ટેન્કમાં ડેમેજ કરી શકે છે. તેમજ પ્યોર પેટ્રોલ અથવા ડીઝલ પુરાવાનું રાખો. તેમજ એ માટે કંપનીના પેટ્રોલ પમ્પનો ઉપયોગ કરો. તેમજ પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે ઝીરોનો આંક જોઇ લો અને ત્યારબાદ પેટ્રોલ અથવા ડીઝલ ભરાવો.

સમયાનુસાર કારની સર્વિસ

સમયાનુસાર કારની સર્વિસ

કારને સારી અવસ્થામાં રાખવા માટે તેની સમયાનુસાર સર્વિસ કરાવી અત્યંત જરૂરી છે. એ માટે કારના લોગ્સમાં એ અંગેની માહિતી આપવામાં આવી હોય છે. તેમજ સર્વિસ સંદર્ભિત માહિતી પણ આપવામાં આવી હોય છે. તેમજ જ્યારે તમે તમારી કારની ખરીદી કરો ત્યારે તેની વોરન્ટીને વધારવાનો આગ્રહ રાખો તેથી, ચાર અથવા પાંચ વર્ષ દરમિયાન તમારી કારને કોઇ નુક્સાન થાય તો તમે સારા કારિગર પાસે ઓરીજીનલ પાર્ટ્સ તમારી કારમાં નંખાવી શકો. તેમજ કારને હંમેશા ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથ સર્વિસ કરાવવાનુ રાખો. તેમજ જો કારમાં કંઇક બદલવાની જરૂર જણાય તો તેને બદલાવી નાંખો આળસ કરો નહીં, તેનાથી કાર સારી સ્થિતિમાં તમે રાખી શકશો.

કારને શાઇની અને ક્લિન રાખો

કારને શાઇની અને ક્લિન રાખો

તમારો જે પ્રકારનો ઉપયોગ છે એ પ્રમાણે કારને શાઇની અને ક્લિન રાખવાનું રાખો, જરૂર જણાય તો દરરોજ, અઠવાડિયે અથવા તો બે અઠવાડિયે કારને ધોવાનું રાખો. જો તમે કાર અન્ય કોઇ પાસે ધોવડાવતા હોવ તો તેને જરૂર જણાય તો તમારી ટીપ્સ આપો અથવા તમારી નજર સમક્ષ સાફ કરાવો. દર છ મહિના કારની અંદર અને બહાર ચેક કરી તેની માહિતી તમારી પાસે રાખો. આ જરૂરી છેકે તમારી પાસે તમારી કારની સંપૂર્ણ માહિતી હોય. જો તમે તેમ નહીં કરો તો અનેક ઉપયોગી અથવા અનઉપયોગી વસ્તુઓનો જમાવડો તમારી કારમાં થઇ જશે. તેમજ તમારી કારનું ઇન્ટિરિયર ખરાબ થઇ જશે.

પાર્કિંગ પસંદગી

પાર્કિંગ પસંદગી

કારને સારી રાખવા માટે પાર્કિંગ સુવિધા પણ એટલું જ મહત્વ ધરાવે છે. તેથી જ્યારે પણ તમે તમારી કારને પાર્ક કરો તો એવા સ્થળે પાર્ક કરો, જ્યાં સુરક્ષિત જણાય. આમ તેમ પાર્કિંગ કરવાથી કાર ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. અથવા શેરીમાં ગમે ત્યાં કાર રાખવાથી બહાર રમતા બાળકો પણ તમારી કારમાં સ્ક્રેચ પાડી શકે છે.

English summary
Tips for Maintain Car in good Shape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X