ભારતમાં તમારી શાનમાં વધારો કરે તેવી 10 એક્ઝિક્યૂટિવ કાર્સ
હેડિંગમાં તમે એક્ઝિક્યૂટિવ કાર્સ વાંચીને આશ્ચર્ય પામ્યા હશો, પરંતુ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રજૂ કરવામાં આવતી એવી કાર્સ કે જે ફેમેલી કાર કરતા થોડીક મોટી હોય તેને એક્ઝિક્યૂટિવ કાર્સ કહેવામાં આવે છે. ભારતીય ઓટો બજારમાં અનેક કાર નિર્માતા કંપનીઓ દ્વારા આ સેગમેન્ટમાં પોતાની કાર્સને રજૂ કરવામાં આવે છે. જેમાં મોટા ભાગે હાઇ બ્રાન્ડ્સ, વૈભવી સેડાન અથવા તો હાઇ એન્ડ એસયુવી હોય છે. જે સામાન્ય કાર ધારકને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ એક ચોક્કસ વર્ગને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી હોય છે.
ભારતમાં બીએમડબલ્યુ, મર્સીડિઝ બેન્ઝ, ઑડી, પોર્શે, જગુઆર અને ટોયોટા દ્વારા આ પ્રકારની કાર્સનું નિર્માણ કરવામાં આવે છે અને તેનો વેચાણનો આંકડો પણ સારો એવો હોય છે. ખાસ કરીને બીએમડબલ્યુ દ્વારા આ સેગ્મેન્ટમાં સૌથી વધારે કાર્સ લોન્ચ કરવામાં આવે છે. આજે અમે અહીં એવી જ ટોપ 10 એક્ઝિક્યૂટિવ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જે પોતાના સેગ્મેન્ટમાં ધૂમ મચાવી રહી છે અને વિરોધી કાર્સને ટક્કર આપી રહી છે, તો ચાલો તસવીરો થકી એ કાર્સની કિંમત, એવરેજ અને એન્જીન અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- શા માટે આ મોડલની માત્ર 100 બાઇક્સ જ બનાવશે કંપની, જાણો ખાસિયત
આ પણ વાંચોઃ- WOW, પાણીના ઉપયોગ વગર થશે કાર Wash!
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે પોર્શેની આ છ કાર, કિંમત 2 કરોડ સુધી

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ
કિંમતઃ- 32.6 લાખથી 1.0 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 6208 સીસી, ઇનલાઇન એન્જીન,6800આરપીએમ પર 457બીએચપી, 5000આરપીએમ પર 600એનએમ
ડીઝલ એન્જીનઃ- 2143 સીસી, 2.2-લિટર 16વી ઇનલાઇન એન્જીન, 3000-4200આરપીએમ પર 167.62બીએચપી, 1400-2800આરપીએમ પર 400એનએમ
એવરેજઃ- 2.0 કેએમપીએલ / 5.0 કેએમપીએલ(પેટ્રોલ), 8.3 કેએમપીએલ / 11.78 કેએમપીએલ(ડીઝલ)
એક્ઝીક્યૂટિવ કાર્સની વાત કરીએ અને વૈભવી કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝની કારનો સમાવેશ ન થાય તેવું કેવી રીતે બની શકે. મર્સીડિઝ બેન્ઝની આ કાર ભારતની આ સેગમેન્ટની શ્રેષ્ઠ એક્ઝિક્યૂટિવ કાર્સમાની એક છે.

બીએમડબલ્યુ એક્સ 1
કિંમતઃ- 32.3 - 37.8 લાખ રૂપિયા
એન્જીનઃ- 1995 સીસી, 2.0-લિટર 184બીએચપી 16વી એસડ્રાઇવ20ડી ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 184બીએચપી, 1750-2750આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 13.0 કેએમપીએલ / 17.05 કેએમપીએલ
જ્યારે તમે ભારતીય રસ્તાઓ પર બીએમડબલ્યુની એક્સ 1 લઇને નિકળો ત્યારે એ કાર તમને સૌંદર્યાત્મક અનુભૂતિનો અહેસાસ કરાવે છે. આ બીએમબલ્યુના તમામ મોડલ કરતા સારું મોડલ મનાય છે.

બીએમડબલ્યુ 5 સિરિઝ
કિંમતઃ- 51.4 - 61.3 લાખ રૂપિયા
એન્જીનઃ- 2993 સીસી, 3.0-લિટરs 258બીએચપી 24વી ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 258બીએચપી, 1500-3000આરપીએમ પર 540એનએમ
એવરેજઃ- 13.1 કેએમપીએલ / 16.2 કેએમપીએલ
બીએમડબલ્યુ 5 સિરિઝની આ વૈભવી સેડાન કારે પોતાના સેગ્મેન્ટની સ્પર્ધાને એક નવી ઉંચાઇએ પહોંચાડી દીધી છે.

જગુઆર એક્સએફ
કિંમતઃ- 48.6 લાખથી 1.0 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 5000 સીસી, 5.0-લિટર 503.02બીએચપી 32વી વી ટાઇપ એન્જીન, 6000-6500આરપીએમ પર 503.02બીએચપી, 2500-5500આરપીએમ પર 625એનએમ
ડીઝલ એન્જીનઃ- 2993 સીસી, 3.0-લિટર 271.23બીએચપી 24વી ડીઝલ એસ એન્જીન, 4000આરપીએમ પર 271.23બીએચપી, 2000આરપીએમ પર 600એનએમ
એવરેજઃ- 5.7 કેએમપીએલ / 12.0 કેએમપીએલ(પેટ્રોલ), 10.26 કેએમપીએલ / 13.53 કેએમપીએલ(ડીઝલ)
જગુઆર એક્સએફ એક શાનદાર લુક ધરાવે છે અને આ કારમાં લગાવવામાં આવેલો જગુઆરનો લોગો રસ્તા પર તેની શાનમાં વધારો કરે છે. ભારતમાં તેના બન્ને વેરિએન્ટ્સ ઉપલબ્ધ છે.

ઑડી ક્યૂ 3
કિંમતઃ- 26.8 - 38.4 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1984 સીસી, 2.0-લિટર 207.85બીએચપી 16વી ટીએફએસઆઇ એન્જીન , 5000-6200આરપીએમ પર 207.85બીએચપી, 1800-4900આરપીએમ પર 300એનએમ
ડિઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0-લિટર 174.33બીએચપી 16વી ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200આરપીએમ પર 174.33બીએચપી, 1750-2500આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 9.89 કેએમપીએલ / 11.72 કેએમપીએલ(પેટ્રોલ), 12.0 કેએમપીએલ / 15.73 કેએમપીએલ(ડીઝલ)
ભારતની શ્રેષ્ઠ એક્ઝિક્યૂટિવ કાર્સ અંગે વાત થાય અને ઑડીની કાર્સનો સમાવેશ કરવામાં આવે તેમ કેવી રીતે બને. આ વૈભવી કાર ભારતીય રસ્તાઓ માટે સારી કાર માનવામાં આવે છે.

બીએમડબલ્યુ 1 સિરિઝ
કિંમતઃ- 23.8 - 34.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6-લિટર 136બીએચપી 16વી પેટ્રોલ એન્જીન,4400-6450આરપીએમ પર 136બીએચપી, 1350-4300આરપીએમ પર 220એનએમ
ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 2.0-લિટર 143બીએચપી 16વી ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 143બીએચપી, 1750-2500આરપીએમ પર 320એનએમ
એવરેજઃ- 13.4 કેએમપીએલ / 16.28 કેએમપીએલ(પેટ્રોલ), 18.32 કેએમપીએલ / 20.58 કેએમપીએલ(ડીઝલ)
સારી એવરેજ એ બીએમડબલ્યુની કાર્સનો મજબૂત પોઇન્ટ છે. બીએમડબલ્યુની આ કાર લિટરે 20 કિ.મીની એવરેજ આપી શકે છે અને ભારતમાં આ કેટેગરીની તે શ્રેષ્ઠ એક્ઝિક્યૂટિવ કાર્સમાની એક છે.

ટોયોટા ફોર્ટ્યુનર
કિંમતઃ- 22.7 - 24.3 લાખ રૂપિયા
એન્જીનઃ- 2982 સીસી, 3.0-લિટર 168.7બીએચપી 16વી ડી-4ડી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 168.7બીએચપી, 1400-3200આરપીએમ પર 360એનએમ
એવરેજઃ- 7.8 કેએમપીએલ / 12.55 કેએમપીએલ
આ કારને ખાસ ભારતીય રસ્તાઓ માટે બનાવવામાં આવી છે, તેની રસ્તા પરની પકડ સારી છે. તેનો દેખાવ બોલ્ડ છે.

પોર્શે કેયન્ને
કિંમતઃ- 79.1 લાખથી 2.1 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 4806 સીસી, 4.8એલ વી 8 2-ટર્બોચાર્જર્સ, 6,000 આરપીએમ પર 555.5 પીએસ, 2,250-4,500 આરપીએમ પર 75.8 કેજીએમ
ડીઝળ એન્જીનઃ- 4134 સીસી, 4.2-લિટર 32વી વી8 ડીઝલ એન્જીન, 382બીએચપી, 2000-2750આરપીએમ પર 850એનએમ
એવરેજઃ- 5.3 કેએમપીએલ / 8.2 કેએમપીએલ(પેટ્રોલ), 10.0 કેએમપીએલ / 13.6 કેએમપીએલ(ડીઝલ)
પોર્શેએ પોતાની આ કારમાં સારું ઇન્ટિરિયર અને ડીઝાઇન આપી છે, જો તમે ભારતમાં એક સારી હાઇ એન્ડ એક્ઝિક્યૂટિવ કાર શોધી રહ્યાં છો તો આ કાર તમારી ઇચ્છાઓ પર ખરી ઉતરે તેમ છે.

ઑડી એ4
કિંમતઃ- 30.7 - 56.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, 1.8-લિટર 167.62બીએચપી 16વી ટીએફએસઆઇ પેટ્રોલએન્જીન, 3800-6200આરપીએમ પર 167.62બીએચપી, 1400-3700આરપીએમ પર 320એનએમ
ડીઝલ એન્જીનઃ- 2967 સીસી, 3.0-લિટર 241.4બીએચપી 24વી વી-ટાઇપ ડીઝલ એન્જીન, 4000-4500આરપીએમ પર 241.4બીએચપી, 1400-3250આરપીએમ પર 500એનએમ
એવરેજઃ- 12.32 કેએમપીએલ / 15.64 કેએમપીએલ(પેટ્રોલ), 11.45 કેએમપીએલ / 14.94 કેએમપીએલ(ડીઝલ)
આજના જનરેશનની વાત કરવામાં આવે તો ઑડી એ4 બધાની પહેલી પસંદ બની રહી છે. આ કાર જર્મન ઓટોમોબાઇલ કાર નિર્માતા કંપનીની સૌથી વધુ સેલિંગ થતી કાર્સમાની એક છે.

બીએમડબલ્યુ 3 સિરિઝ
કિંમતઃ- 35.1 - 44.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1997 સીસી, 2.0-લિટર 245બીએચપી 16વી પેટ્રોલ એન્જીન , 5000-6500આરપીએમ પર 245બીએચપી, 1250-4800આરપીએમ પર 350એનએમ
ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 2.0-લિટર 184બીએચપી 16વી ડીઝલ એન્જીન , 4000આરપીએમ પર 184બીએચપી, 1750-2750આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 10.34 કેએમપીએલ / 14.79 કેએમપીએલ(પેટ્રોલ), 15.54 કેએમપીએલ / 19.59 કેએમપીએલ(ડીઝલ)
કારનો દેખાવ શાનદાર છે અને કાર નિર્માતાએ તેને શ્રેષ્ઠ રીતે બનાવી છે. જો તમે પરફેક્ટ એક્ઝિક્યૂટિવ કાર્સ શોધી રહ્યાં હોવ તો આ કાર તમારી શોધને પૂર્ણ કરી શકે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
