ટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર!

Written By:
Subscribe to Oneindia News

પેટ્રોલ અને ડિઝલના ભાવો ધીરે ધીરે વધી રહ્યા છે. લોકો ગેસના વાહનો તરફ પણ વળ્યા છે. આજે માર્કેટમાં આપણને ગેસ પર ચાલતી ઘણી કાર જોવા મળે છે. તો બીજી તરફ તેને ટક્કર આપવા ઇલેક્ટ્રિક વાહનો પણ માર્કેટમાં એટલા જ જોવા મળે છે. ઇ-સ્કૂટરની સંખ્યા પણ ભારતમાં ઓછી નથી. એક પછી એક અનેક વિદેશી કંપનીઓ પણ ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનો લઇને આવતી રહે છે. આવી જ એક જાહેરાત જાપાની કંપની ટોયોટાએ પણ કરી છે. વર્ષ 2020 સુધીમાં ટોયોટા ભારતમાં 10થી પણ વધારે ઇલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરશે.

ટોયોટાનું પ્લાનિંગ

ટોયોટાનું પ્લાનિંગ

ટોયોટા કંપનીએ પોતાના પ્લાનિંગ વિશે વાત કરતા જણાવ્યુ કે, તે 2030 સુધીમાં 1 લાખથી વધારે બેટરી ચાલી શકે તેવા ઇવીએસ અને ઇંધણ સેલ ઇવીએસ સહિત 5.5 મિલિયનથી વધારે ઇલેક્ટ્રિક વાહનોને વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવીએસ)ની જો વાત કરવામાં આવે તો ટોયોટા ભારત ઉપરાંચ ચીન, અમેરિકા અને યૂરોપીયન બજારમાં પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે

ઇવીઅસની આવૃત્તિઓ

ઇવીઅસની આવૃત્તિઓ

કંપની 2020-30 સુધીમાં ઇવીએસની અનેક આવૃત્તિ ઓ એક સાથે બજારમાં લાવવા માંગે છે. જેમાં હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો(એચઇવી), પ્લગ ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો (પીએચઇવી), બીઆઇવી અને એફસીઆઇવીના મોડલમાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન લાઇનઅપમાં થશે અને તેમાં લેક્સસ બ્રાંડ પણ ઉમેરવામાં આવશે.

BEVના 10 મોડેલ લોન્ચ

BEVના 10 મોડેલ લોન્ચ

બીઇવી વાહનોની વાત કરતા ટોયોટા કંપનીએ જણાવ્યું કે, તેને જલ્દી જ લોકપ્રિય બનાવવા માટે એક સાથે 10 BEVના મોડેલ લોન્ચ થશે. જેમાં ભારત ઉપરાંત બીજા અન્ય દેશોના બજારમાં તેને લોન્ચ કરવામાં આવશે. સૌ પ્રથમ બીઇવીને ચીનના બજારમાં લોન્ચ કરાશે, એ બાદ બીજા દેશોમાં તેને લાવવામાં આવશે. 2020 પછી કંપનીના લક્ષ્યની વાત કરતા ટોયોટા જણાવે છે કે 2025 પછી બજારમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ટોયોટા અને લેક્સસ લાઇન અપના બધા મોડલ મળતા હશે. અથવા તો તે લોકોની પહેલી પસંદ હશે.

શું માનવું છે જાણકારોનું?

શું માનવું છે જાણકારોનું?

ગેસ પછી સરળતાથી ઉત્પાદન અથવા તો મેળવી શકાય તેવી કોઇ ઊર્જા હોય તો તે છે ઇલેક્ટ્રિક ઊર્જા. તે અખૂટ તો નથી પરંતુ તેનું ઉત્પાદન કરી શકાય તેમ છે. આજે ઘણા ટુ વ્હીલર સ્કૂટર આપણે ઇલેક્ટ્રિક ઊર્જાથી ચાલતા જોયા છે. તો આવી ઇલેક્ટ્રિક કાર જો ભારતના બજારમાં આવે તો ચોક્કસ સ્પર્ધામાં વધારો થાય. તો હવે ભારતમાં ટોયોટાની ઇલેક્ટ્રિક આવૃત્તિની લેન્ચ બાદ તેની કેવી અસર સાથે એ જોવી રહીં.

English summary
Toyota electric car india launch. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.