For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ નિયમોનું ઉલ્લંધન કરશો તો તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ થશે રદ

નવો મોટર વ્હીકલ એક્ટ દેશમાં લાગુ થતા જ આખા દેશમાં ઉથલપાથલ મચી ગઈ. નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહનવ્યવહારને લગતા નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવો મોટર વ્હીકલ એક્ટ દેશમાં લાગુ થતા જ આખા દેશમાં ઉથલપાથલ મચી ગઈ. નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહનવ્યવહારને લગતા નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે. જે મુજબ આ નિયમોનું ઉલ્લંધન થતા દંડ ઉપરાંત તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. 1 સપ્ટેમ્બરથી નવા મોટર વ્હીકલ એકટ હેઠળ ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન સાથે ભારે દંડની જોગવાઈ કરાઈ છે. અનેક શહેરોમાં વાહનવ્યવહારના નિયમોના ઉલ્લંધનના કિસ્સામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સારા રસ્તાનો અભાવ છે, અનેક વાર નિર્માણ કાર્ય માટે રોડને તોડી દેવાય છે. આવી પરિસ્થિતિમાં જો તમે ટ્રાફિકના નિયમોનો પૂર્ણ પાલન કરો તો અનેક દુર્ધટનાઓને ટાળી શકાય છે.

1) ઉંચા અવાજે મ્યુઝીક વગાડવું

1) ઉંચા અવાજે મ્યુઝીક વગાડવું

કામમાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ લગાવડાવવું એ ગુનો નથી પણ ડ્રાઈવિંગ દરમિયાન ઉંચા અવાજે વગાડવું ગુનો છે. ટ્રાફિક પોલિસ દ્વારા જો તમે ઉંચા અવાજે મ્યુઝીક વગાડતા પકડાયા તો તમને 100 રૂપિયાનો દંડ થશે, જો કે પોલિસ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આ દંડ વધારી પણ શકે છે. આવા કેસમાં તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ રદ પણ થઈ શકે છે.

2) સ્કૂલ વિસ્તારોમાં ઝડપથી વાહન ચલાવવું

2) સ્કૂલ વિસ્તારોમાં ઝડપથી વાહન ચલાવવું

સ્કૂલ અથવા શૈક્ષણિક સંસ્થાનોની આસપાસનો વિસ્તાર ઘણો સંવેદનશીલ હોય છે. આવી જગ્યાઓ પર ગતિ મર્યાદાના પાટિયા પણ લાગેલા હોય છે. આવી જગ્યાઓ પર તેજ ગતિમાં વાહન ચલાવવું વર્જિત હોય છે. અહીં તમે 25 કીમી પ્રતિ કલાકથી વધુ ઝડપથી વાહન ચલાવી શકો નહિં અને જો પકડાયા તો તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ રદ થઈ શકે છે.

3) નેવિગેશન સિવાય ફોનનો ઉપયોગ કરવો

3) નેવિગેશન સિવાય ફોનનો ઉપયોગ કરવો

ડ્રાઈવિંગ કરતી વખતે તમારો મોબાઈલ ફોન ઉપયોગમાં લેવો તે ગુનો છે. કાયદા પ્રમાણે એક ચાલક નેવિગેશન સુવિધાઓ ઉપરાંત કોઈ અન્ય કામ માટે મોબાઈલનો ઉપયોગ કરી શકતો નથી. ડ્રાઈવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ કરવાથી તમારુ ધ્યાન ભટકી શકે છે, જેનાથી અકસ્માત થવાની શક્યતા છે. આ નિયમ હેઠળ પણ તમને દંડ ફટકારાઈ શકે છે.

4) બ્લુટુથની મદદથી ફોન પર વાત કરવી

4) બ્લુટુથની મદદથી ફોન પર વાત કરવી

તમામ આધુનિક કારોમાં હેન્ડસ્ફ્રી ફોન કોલની સુવિધા આપેલી હોય છે. કાર ચલાવતી વખતે બ્લુટુથ દ્વારા ફોન પર વાત કરવાથી તમારુ ધ્યાન ભટકી શકે છે. જેથી અકસ્માત થવાનો ભય રહે છે. જેથી આ એક ગુનો છે. બને તેટલા પ્રયત્નો કરવા કે બ્લુટુથ ફોન કોલ પર વાત ન કરવી પડે.

5) પગપાળા ક્રોસિંગ પાર કરવું

5) પગપાળા ક્રોસિંગ પાર કરવું

દેશના મહત્વના રોડ પર કોંસીંગ જોવા મળે છે. ઝૈબ્રા ક્રોસિંગ એ માટે બનાવાયુ છે કે જેથી પગપાળા યાત્રીઓ સરળતાથી રોડ ક્રોસ કરી શકે. ઘણી વાર એવું જોવા મળ્યુ છે કે ટ્રાફિક સિગન્લ પર લોકો ગાડીને ઝેબ્રા ક્રોસિંગ પર ચઢાવી દે છે. જેથી પગગાળા ચાલતા લોકો માટે રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી આવે છે. આમ કરતા પકડાયા તો ટ્રાફિક પોલિસ ચાલાન કાપી શકે છે અને આ જ ભૂલ બીજી વાર કરી તો કેટલાક મહિનાઓ સુધી તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ રદ થઈ શકે છે.

6) ફૂટપાથ પર ગાડી ચલાવવી

6) ફૂટપાથ પર ગાડી ચલાવવી

ભારતમાં ભીડવાળા વિસ્તારોમાં લોકો હંમેશા ફૂટપાથ પર ગાડી ચઢાવી દેતા જોવા મળે છે. કેટલાક ટુ-વ્હીલર ચાલકો પોતાનો સમય બચે તે માટે ફૂટપાથ પર ગાડી ચલાવે છે. આમ કરવાથી ફૂટપાથ પર ચાલનારા લોકો સાથે અકસ્માત થઈ શકે છે. જેથી ફૂટપાથ પર ગાડી ચલાવવી એ ગુનો છે અને જો પકડાયા તો દંડ સાથે તમારુ લાયસન્સ પણ રદ થઈ શકે છે.

7) પ્રેશર હોર્નનો ઉપયોગ કરવો

7) પ્રેશર હોર્નનો ઉપયોગ કરવો

પ્રશેર હોર્નનો અવાજ ઘણો તેજ હોય છે. જે ધ્વનિ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. અનેક વાર લોકો ટુ-વ્હીલર વાહનો, કાર કે ટ્રકમાં પ્રશેર હોર્ન લગાવતા હોય છે. દેશભરમાં આ પ્રેશર હોર્ન પર પ્રતિબંધ લગાવાયો છે. આ પ્રકારના હોર્નનો ઉપયોગ કરતા પકડાયા તો તમને ભારે દંડ ફટકારાઈ શકે છે અને તેની સાથે જ તમારુ લાયસન્સ પણ રદ થઈ શકે છે.

8) હાઈસ્પીડ વાળા રોડ પર લેન બદલવું

8) હાઈસ્પીડ વાળા રોડ પર લેન બદલવું

હાઈસ્પીડ વાળા રોડ પર લેન બદલવાથી દુર્ઘટના થઈ શકે છે. હાઈસ્પીડ રોડ પર સતત લેન બદલવાથી પાછળ આવનારા વાહન સાથે તમારી ટક્કર થઈ શકે છે. ભારતમાં આ રોડ પર સ્પીડ લીમીટ 40 કીમી પ્રતિ કલાક હોય છે, તે જ રોડ પર લેન બદલવાની પરમીશન છે.

9) એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો

9) એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો

નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ એમ્બ્યુલેન્સનો રસ્તો રોકવાથી તમારુ 10,000 રૂપિયા સુધીનું ચાલાન કપાઈ શકે છે. જ્યારે એક એમ્બ્યુલન્સનું સાયરન ચાલુ હોય અને હૂટરમાંથી અવાજ આવતો હોય તેનો અર્થ એ છે કે એમ્બુલન્સ કોઈ દર્દીને લેવા કે લઈને જઈ રહી છે. આવા કિસ્સામાં એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો ગુનો છે.

10) સાર્વજનિક રસ્તાઓ પર રેસ લગાવવી

10) સાર્વજનિક રસ્તાઓ પર રેસ લગાવવી

વધુ ઝડપથી વાહન ચલાવવું એ ગુનો છે. આવા સમયે રોડ પર રેસ લગાવવી એ તમારા અને બીજા માટે મુશ્કેલી વધારી શકે છે. આવા કિસ્સામાં વ્યકિતની ઓવર સ્પીડ માટે ધરપકડ જ નહિં પણ તેને દંડ પણ ફટકારાઈ શકે છે. આ માટે તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ પણ જપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો: હાઈવે પર જતા સમયે હોય છે આ 7 ખતરા, તમે પણ હશો અજાણ

English summary
Violation of these traffic rules, your driving license being revoked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X