ગ્લાસ બ્રિઝ પછી ચીને બનાવ્યો ન દેખાય તેવો પુલ, જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

ચીનના આર્કિટેકે અનોખી સિદ્ધિ મેળવી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ચીને તેવો કાચનો પુલ બનાવ્યો હતો. અને આ પુલને બનાવવાની સાથે જ દુનિયાભરના લોકોને તેને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. ત્યારે તે બાદ ચીને બીજો પણ એક અનોખો પુલ બનાવીને ઇતિહાસ રચી દીધો છે.

china bridge

ચીનના હુનાન પ્રાંતમાં હાલમાં જ એક અદ્રશ્ય પુલ બનાવવામાં આવ્યો છે. જેને કેટલાક એગ્લથી જોતા લાગે કે ખરેખરમાં અહીં કોઇ પુલ જ નથી. ઝાંગ્જિયાઝીના બે પહાડોની વચ્ચે આ પુલને બનાવવામાં આવ્યો છે. ચીનના આર્કિટેક આ પુલને પોતાની મોટી સફળતા માની રહ્યા છે. નોંધનીય છે કે પુલની લંબાઇ 430 મીટર છે અને જમીનથી તે 300 મીટરની ઊંચાઇ પર બનાવવામાં આવ્યો છે.

china bridge

ડેલી મેલમાં છપાયેલી રિપોર્ટ મુજબ ચીને 4 મિલિયન પાઉન્ડના ખર્ચે આ અદ્ઘભૂત અદ્રશ્ય પુલ બનાવ્યો છે. જે દૂરથી બિલકુલ નથી દેખાતો. વળી પુલ પર ઊભેલા લોકો પણ દૂરથી દેખતા તેવું લાગે છે કે તે હવામાં લટકી રહ્યા છે. ચીનના જાણીતા આર્કિટેક માર્ટિન ડુપલેંટિયર આર્કિટેક અને ડૈક્વીન લેન્ડસ્કેપ આર્કિટેકે તેને બનાવ્યો છે.

china


આ પુલ કાંચના સ્ટેનલેસ સ્ટીલ અને કાળા પથ્થરથી બનાવવામાં આવ્યો છે. પુલની ડિઝાઇન તેવી છે કે તે ઓપ્ટિકલ ઇલ્યૂઝન ઊભું કરે છે. હવા અને કાંચ મળીને તેને અદ્રશ્ય બનાવે છે. પુલમાં એક અંડાકાર ડિસ્ક પણ લગાવવામાં આવી છે. જે આ ભ્રમને તાદ્રાશ્ય કરે છે.

china bridge

વળી આ પુલ પર નોઝલની મદદથી દર 7 મિનિટ પાણી છાટવામાં આવે છે. જેનાથી તેવું અનુભૂતિ થાય છે કે જાણે તમે કોઇ વાદળોની વચ્ચે ચાલી રહ્યા હોવ. વળી તેની મજબૂતી અંગે ચીની અધિકારીઓએ દાવો કર્યો છે કે બે ટન વજન વાળી ટ્રક પણ આના પરથી સરળતાથી પસાર થઇ શકે છે.

English summary
China to build yet ANOTHER terrifying sky-high glass bridge in the Avatar mountains - and this time its invisible.
Please Wait while comments are loading...