For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિપાહ વાયરસથી નથી ડરતાં આ દાદી, રહે છે 400 ચામાચિડિયાં જોડે

જ્યાં એક બાજુ દેશભરમાં નિપાહ વાયરસે આતંક મચાવ્યો છે, ત્યાં બીજી બાજુ ગુજરાતના 74 વર્ષીય આ દાદી 400 ચામાચિડિયાં જોડે રહે છે. ચામાચિડિયાંએ દાદીના ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જ્યાં એક બાજુ દેશભરમાં નિપાહ વાયરસે આતંક મચાવ્યો છે, ત્યાં બીજી બાજુ ગુજરાતના 74 વર્ષીય આ દાદી 400 ચામાચિડિયાં જોડે રહે છે. ચામાચિડિયાંએ દાદીના ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે. લગભગ એક દશકાથી આ ચામાચિડિયાં દાદીના ઘરે જ રહે છે. જ્યારે આ મહિલાને પણ ચામાચિડિયાથી ફેલાતા નિપાહ વાયરસનો ડર નથી. તેઓ કહે છે કે ચામાચિડિયા જ મારો પરિવાર છે.

આવો જાણીએ આ મહિલા વિશે જેઓ નિપાહ વાયરસના કહેરની ચિંતા કર્યા વિના આ ચામાચિડિયાં સાથે રહી રઈ છે. કોણ છે આ બેટ વિમેન અને કેમ એમને ચામાચિડિયાં સાથે રહેવું પસંદ છે?

ચામાચિડિયાવાળાં બાથી ઓળખાય છે

ચામાચિડિયાવાળાં બાથી ઓળખાય છે

અમદાવાદથી 50 કિમી દૂર આવેલ રાજપુર ગામમાં રહેતા 74 વર્ષીય શાંતાબેનને આ વિસ્તારના લોકો ચામાચિડિયાવાળાં બા તરીકે જાણે છે.

ઘરમાં રહે છે 400 ચામાચિડિયાં

ઘરમાં રહે છે 400 ચામાચિડિયાં

શાંતાબેને જણાવ્યું કે જ્યારથી મેં આંગણામાં જમવાનું અને ઊંઘવાનું શરૂ કર્યું ત્યારથી જ ચામાચિડિયા મારા ઘરે વધુ રહેવા લાગ્યાં. એક દશકા પહેલાં ચામાચિડિયાએ એમના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું. જ્યારે એમના ઘરની કાચી દિવાલને એક સમૂહે પોતાનું ઘર બનાવ્યું હતું. બાદમાં એમની તાદાત વધતી ગઈ. ચામાચિડિયાના જુંડે ચારેય દિવાલને પોતાનો અડ્ડો બનાવી લીધો. શાંતાબેન બે માળ વાળી બિલ્ડિંગમાં રહે છે જેમાં ઉપરની છત પર ચામાચિડિયા રહે છે.

ચામાચિડિયા મારો પરિવાર છે

ચામાચિડિયા મારો પરિવાર છે

પતિના મૃત્યુ અને દીકરીઓના લગ્ન બાદ ચામાચિડિયા જ તેમની સાથે રહે છે. નિપાહ વાયરસ વિશે વાત કરતાં શાંતાબેન કહે છે કે આ બીમારી વિશે સાંભળ્યું છે પણ મને આનાથી કોઈ ડર નથી. આ ચામાચિડિયા મારો પરિવાર છે હું એક દશાથી એમની જોડે રહું છું. શાંતાબને પાસે ઘરે રહેનાર કોઈ નહોતું. કેમ કે તેમની ત્રણેય દીકરીઓના મેરેજ થઈ ગયા છે અને દીકરો મુંબઈ રહે છે. 30 વર્ષની ઉંમરે એમના પતિ કાનજીભાઈ પર વીજળી પડતા મૃત્યુ પામ્યા હતા. બાદમાં શાંતાબેને મહેનત મજૂરી કરીને બાળકોને મોટાં કર્યાં.

દુર્ગંધ હટાવવા માટે લીંબડો અને કપૂર સળગાવે છે

દુર્ગંધ હટાવવા માટે લીંબડો અને કપૂર સળગાવે છે

ચામાચિડિયાએ કરેલી ગંદકીને કારણે આવતી દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે તેઓ લીમડો અને કપૂર સળગાવે છે. ચામાચિડિયાને અહીંથી દૂર કરવાની વાત પર એમણે કહ્યું કે એમને ભગાવનાર હું કોણ હોઉં છું, એમણે જ્યારે જવું હે ત્યારે જતાં રહેશે.

English summary
This 74-year-old ‘bat woman’ is not scared of Nipah virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X