For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સૌથી મહાકાય રેલવે સ્ટેશન

By Super
|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા અમ તેમને વિશ્વની સૌથી ઝડપી ટ્રેનો અંગે માહિતી આપી હતી. ત્યારે આ વખતે પણ અમે રેલવે સાથે જોડાયેલી અન્ય રોચક માહિતી લઇને આવ્યા છે. જો કે, આ વખતે વાત રેલવેના પાટા પર પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનો અંગે નથી. પરંતુ એ ટ્રેનોના સ્ટેશન અંગે છે. વિશ્વના દરેક દેશમાં આપણને અનેકવિધ સુવિધા સાથેના રેલવે સ્ટેશન મળી જતા હશે. કેટલાક દેશોમાં રેલવે સ્ટેશન જાણે કે એક મોલ સમાન લાગતા હોય છે, તો કેટલાક સ્થળો પર રેલવે સ્ટેશન એટલા મોટા હોય છે કે તેનો વિસ્તાર, ત્યાં આવતી ટ્રેન અને મુસાફરોની સંખ્યા જોઇને આપણે અવાક રહી જઇએ.

ત્યારે આ વખતે અમે અહીં તમારા માટે એવા કેટલાક રેલવે સ્ટેશન લઇને આવ્યા છીએ જે એટલા મોટા છે કે તેની તોલે કોઇ આવી શકે તેમ નથી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ રેલ્વે સ્ટેશન અંગે.

જકાર્તા કોટા સ્ટેશન

જકાર્તા કોટા સ્ટેશન

આ સ્ટેશન ઇન્ડોનેશિયામાં આવેલું છે. આ સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે અને તેનું બાંધકામ 1870ની આસપાસ કરવામાં આવી હતી.

બર્લિન સેન્ટ્રલ

બર્લિન સેન્ટ્રલ

આ ટર્મિનલ જર્મનીમાં આવેલું છે. આ ટર્મિનમાં 14 પ્લેટફોર્મ છે અને 3 લાખની આસપાસ પ્રવાસીઓ આ ટર્મિનલ પર આવે છે.

છત્રપતિ શિવાજી ટર્મિનલ

છત્રપતિ શિવાજી ટર્મિનલ

છત્રપતિ શિવાજી ટર્મિનલ મુંબઇમાં આવેલું છે. જ્યાં 18 પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મનું બાંધકામ 1878માં શરૂ કરવામાં આવ્યું હતું અને 1888માં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું.

લિપ્જિગ સેન્ટ્રલ

લિપ્જિગ સેન્ટ્રલ

આ ટર્મિનલ જર્મનીમાં આવેલું છે. આ ટર્મિનલમાં 24 પ્લેટફોર્મ છે અને દરરોજ 120,000 ટ્રાવેલર આ ટર્મિનલ પર આવે છે.

ઝ્યુરીક સેન્ટ્રલ

ઝ્યુરીક સેન્ટ્રલ

આ ટર્મિનલ સ્વિત્ઝરલેન્ડમાં આવેલું છે અને તેમાં 26 પ્લેટફોર્મ્સ છે. આ ટર્મિનલની રચના 1847માં કરવામાં આવી હતી અને આ ટર્મિનલ પરથી દરરોજ 2900 જેટલી ટ્રેન પસાર થાય છે. તેમજ દરરોજ ચાર લાખની આસપાસ વિઝિટર્સ આ ટર્મિનલ ખાતે આવે છે.

રોમા તેર્મિની રેલવે સ્ટેશન

રોમા તેર્મિની રેલવે સ્ટેશન

આ ટર્મિનલ ઇટલીમાં આવેલું છે. અને તેમાં 29 પ્લેટફોર્મ્સ છે. આ ટર્મનિલની રચના 1931થી 1950ની વચ્ચે કરવામાં આવી હતી. આ ટર્મિનલની દર વર્ષે અંદાજે 150 મિલિયન લોકો દ્વારા મુલાકાત લેવામાં આવે છે.

મ્યુનિક સેન્ટ્રલ

મ્યુનિક સેન્ટ્રલ

આ ટર્મિનલ જર્મનીમાં આવ્યું છે. આ ટર્મિનલમાં 32 પ્લેટફોર્મ આવેલા છે. અહીં દરરોજ 450,000 વિઝીટર્સ મુલાકાત લઇ રહ્યાં છે. તેમજ આ પ્લેટફોર્મ પર શોપિંગ, હોટલ અને બાળકો માટે મ્યુઝિયમની સુવિધા પણ આપવામાં આવી છે.

શિન્ઝુકુ સ્ટેશન

શિન્ઝુકુ સ્ટેશન

જાપાનમાં આવેલુ શિન્ઝુકુ સ્ટેશન 36 પ્લેટફોર્મ ધરાવે છે અને તે વિશ્વના સૌથી વ્યસ્ત ટર્મિનલ્સમાનું એક છે.

ગેર દુ નોર્ડ

ગેર દુ નોર્ડ

ફ્રાન્સના પેરીસમાં આવેલા ગેર દુ નોર્ડ ટર્મિનલને પહેલીવાર 1846માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ટર્મિનલમાં 42 પબ્લિક પ્લેટફોર્મ્સ અને 2 પ્રાઇવેટ પ્લેટફોર્મ્સ છે. તેમજ આ ટર્મિનલમાં 77 પ્લેટફોર્મ કરવાની યોજના બનાવાઇ રહી છે.

ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ

ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ 1871માં બાંધવામાં આવ્યું હતું. તે 48 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 44 પ્લેટફોર્મ્સ છે. દર વર્ષે 26 મિલિયન વિઝિટર્સ આ ટર્મિનલની મુલાકાત લે છે.

English summary
Here is Thre List of world's Largest Train Stations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X