દુનિયામાં 4G સ્પીડમાં ભારત છે સૌથી પાછળ, બધા દાવા પોકળ
શું તમે તમારી 4જી સ્પીડથી પરેશાન છો તો તમારા પ્રશ્નોનું નિરાકરણ કદાચ તમને આ સમાચારમાં મળી જાય. એક સર્વે મુજબ ભારતમાં 4જી ઇન્ટરનેટની સ્પીડ 88 દેશો કરતા પણ ઓછી છે. વઘુ વાંચો
ભારત ભલે હાલ ડિજિટલાઇઝ થઇ રહ્યું હોય. અને ભલે અનેક ટેલિકોમ કંપની હાઇ સ્પીડ ઇન્ટરનેટ અને 4G સ્પીડની વાતો કરતું હોય પણ હકીકત એ છે કે દુનિયમાં ભારતમાં 4જીની સ્પીડ સૌથી ધીમી છે. અને આ વાતમાં ભારત પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ટ્યુનિશિયા જેવા દેશો કરતા પણ પાછળ છે. મોબાઇલ ઍનલિટિક્સ કંપની ઓપનસિગ્નલે આ મામલે એક લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં દુનિયાના 6 ખંડોના 88 દેશોમાં ભારતની સ્પીડ સૌથી ઓછી છે તેમ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ 4G સ્પીડ ખૂબ જ પોપ્યુલર બની છે. અને હવે મોટા ભાગના ગ્રાહકો તેમના ફોનમાં 4G કનેક્શન ધરાવે છે. અને હવે નેટવર્ક પણ 2 જી કનેક્શન કરતા 4G કનેક્શન વધુ આપી રહ્યા છે ત્યારે 4 જીની આટલી બોલબાલા વચ્ચે આ સમાચાર આવ્યા છે. ભારતમાં સરેરાશ 4જી સ્પીડ ભારતમાં 6 mbps છે તેમ મનાય છે. ખરેખરમાં તો તે આનાથી પણ ઓછી હોઇ શકે છે.

ત્યાં જ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ 14 mbps છે જે ભારત કરતા ડબલ છે. એટલું જ નહીં અલ્જેરિયા જેવો દેશ પણ 9 mbps જેટલી સ્પીડ તેના લોકોને આપે છે. જો કે આ મામલે ઓપન સિગ્નલના સર્વેનો દાવો માનીએ તો સિંગાપોરમાં સૌથી વધુ હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળે છે. સિંગાપોરમાં 44 mbps જેટલી સ્પીડ મળે છે તો નેધરલેન્ડમાં 42 એમબીપીએસ. જે આ લિસ્ટમાં બીજા સ્થાને આવે છે. સાઉથ કોરિયામાં જેવા દેશમાં પણ 40 એમબીપીએસની સ્પીડે ઇન્ટરનેટ આપવામાં આવે છે. ઓપનસિગ્નલે આ વિશ્લેષણ 6 ખંડોના 38 લાખ સ્માર્ટફોન અને ટેબલેટ યુઝર્સની 5,000 કરોડ માપ પરથી કર્યું છે. જે તેણે ઓક્ટોબર 1 થી ડિસેમ્બર 29, 2017માં કરેલ.
ઇકોનોમી ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ 4જી નેટવર્ક ભારતમાં મોટું છે. પણ તેમ છતાં તે આટલું ધીમું એટલા માટે છે તેની ક્ષમતા મર્યાદિત છે. હાલ ભારતમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રી જે સ્થિતિ છે તે કોઇ નાણાકીય દુસ્વપ્નથી ઓછી નથી. મોટા ભાગની કંપનીઓ નફાકારક રહેવા માટે ભારે જહેમત કરી રહી છે. તો જો તમે પણ તમારી 4જી સ્પીડને લઇને પરેશાની વેઠી રહ્યા હોવ તો આમાં તમારો વાંક નથી. જો કે ભારત કરતા બીજા દેશોમાં 4જીની સ્પીડ વધુ સારી છે.












Click it and Unblock the Notifications
