For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની 5 બ્રાન્ડનો ભારતની સૌથી આકર્ષક 200 બ્રાન્ડમાં સમાવેશ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 21 ઓક્ટોબર : ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી - ટીઆરએ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર ભારતની સૌથી વધુ આકર્ષક બ્રાન્ડ્સ (મોસ્ટ એટ્રેક્ટિવ બ્રાન્ડ્સ 2013 - એમએબી - 2013) અનુસાર કંપનીઓના પ્રદર્શનને દર્શાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર દેશની 200 સૌથી વધારે આકર્ષિત કન્ઝ્યુમર બ્રાન્ડ્સમાં ગુજરાતની પાંચ કંપનીઓ એટલે કે બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

આ રિસર્ચ કોઇપણ બ્રાન્ડમાં 36 પ્રકારના આકર્ષણપણાના આધારે 16 શહેરોના 2505 ઉપભોક્તાઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતની જે 5 બ્રાન્ડનો સમાવેશ થાય છે તેમાં અમૂલ, અરવિંદ મિલ, અજંતા ક્લોક, નિરમા અને બાલાજીનો સમાવેશ થાય છે.

આ અંગે રિપોર્ટ તૈયાર કરનાર ટ્ર્સ્ટ રિસર્ચ એડવાઇઝરીના સીઇઓ ચંદ્રમૌલીએ જણાવ્યું કે "ગુજરાતની પ્રજા વેપાર માટે જાણીતી છે. અહીં ઘણા ઉદ્યોગસાહસિકો છે. હીરાથી ડેરી ઉદ્યોગ અને ઉત્સવોથી રાજકારણ સુધી ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાતની અનેક બ્રાન્ડ ગુજરાત પુરતી સીમિત રહેવાને બદલે ભારતભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે."

અમૂલ

અમૂલ


વાયબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આ બ્રાન્ડ્સ ભારતના અન્ય ઉપભોક્તાઓના સંપર્કમાં આવીને વધારે લોકપ્રિય બની છે. મહત્વની બાબત એ છે કે ગુજરાતની અમૂલ બ્રાન્ડ ભારતની સૌથી વધારે આકર્ષક ફૂડ એન્ડ બેવરેજિસ બ્રાન્ડ બની છે. આ માટે તેની સામે 177 હરીફ બ્રાન્ડ હતી. અમૂલે આ કેટેગરીમાં છેલ્લા 57 વર્ષોથી પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

અજંતા ક્લોક્સ

અજંતા ક્લોક્સ


હોમ કેર પ્રોડક્ટ્સની કેટેગરીમાં મોરબી સ્થિત અજંતા ક્લોક્સ બ્રાન્ડ આ કેટેગરીની 33 બ્રાન્ડ્સ પૈકી સૌથી વધારે આકર્ષક બ્રાન્ડ બની છે. જ્યારે ઓલ ઇન્ડિયા મોસ્ટ એક્ટ્રેક્ટિવ બ્રાન્ડ્સ કેટેગરીમાં તે 137મા ક્રમે આવી છે.

અરવિંદ મિલ્સ

અરવિંદ મિલ્સ


એપરલ કેટેગરીમાં અરવિંદ મિલે તેનો દબદબો બનાવી રાખ્યો છે. એપરલ અને કેઝ્યુઅલ વેર કેટેગરીમાં તે બીજા ક્રરમે આવી છે. જ્યારે ઓલ ઇન્ડિયા મોસ્ટ એક્ટ્રેક્ટિવ બ્રાન્ડ કેટેગરીમાં 91મા ક્રમે આવી છે. અરવિંદની એરો બ્રાન્ડ ભારતની મોસ્ટ એક્ટ્રેક્ટિવ બ્રાન્ડ કેટેગરીમાં 103મા ક્રમે અને એપરલ અને ફોર્મલ કેટેગરીમાં બીજા ક્રમે આવી છે.

બાલાજી ફૂડ્સ

બાલાજી ફૂડ્સ


ગુજરાતની રાજકોટ સ્થિત કંપની બાલાજી ફૂડ્સ પેક્ડ સ્નેક્સ કેટેગરીમાં ત્રીજા ક્રમે જ્યારે ઓલ ઇન્ડિયામાં 193મા ક્રમે આવી છે.

વાડીલાલ - હેવમોર

વાડીલાલ - હેવમોર


ગુજરાતની જ વાડીલાલ અને હેવમોર બ્રાન્ડ આઇસક્રીમ કેટેગરીમાં ભારતની બીજી સૌથી વધારે આકર્ષક બ્રાન્ડ બની છે. જ્યારે હેવમોર આઇસક્રીમ કેટેગરીમાં ભારતમાં ત્રીજા ક્રમે છે.

નિરમા

નિરમા


જ્યારે વોશિંગ પ્રોડક્ટ્સમાં નિરમા વિવિધ પ્રોડક્ટ સાથે ઓલ ઇન્ડિયા કેટેગરીમાં સ્થાન પામી છે.

English summary
Five Gujarat based brands among India’s 200 Most attractive brands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X