For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી લેતા પહેલા આ 6 બાબતો ચકાસો

|
Google Oneindia Gujarati News

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી લેવી એ કોઇ સરળ વાત નથી. કારણ કે આપના માટે કઇ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી શ્રેષ્ઠ છે તેની ચકાસણી કરવા માટે પોલિસીઓની તુલના કરવી અઘરી છે. આ કારણે આપનું કામ સરળ કરવા માટે અમે અહીં કેટલાક ચેક પોઇન્ટ્સ આપી રહ્યા છીએ.

જીવન વીમા પોલિસી લેતા પહેલા આ 6 બાબતો ચકાસો...

આપની વ્યક્તિગત ડિટેઇલ્સ ચકાસો

આપની વ્યક્તિગત ડિટેઇલ્સ ચકાસો


પોલિસી લેતા પહેલા આપની પર્સનલ ડિટેઇલ્સની યોગ્ય માહિતી વીમા કંપનીને મળી રહી છે તેની ખાસ ચકાસણી કરી લેવી જરૂરી છે. ખાસ કરીને આપના પાન કાર્ડ પર જે નામ છે એ જ નામથી આપની પોલિસી બનવાની છે તેનું ધ્યાન રાખો. આ ઉપરાંત આપની વય અને નોમિનીના નામ પણ યોગ્ય રીતે ઉમેરાયા છે કે નહીં તે ચકાસી લેવું.

રાઇડર્સની ચકાસણી કરવી

રાઇડર્સની ચકાસણી કરવી


સામાન્ય રીતે આપણે વીમા પોલિસી લેતા સમયે રાઇડર્સની ચકાસણી કરવાનું ભૂલી જતા હોઇએ છીએ. આ માટે આપે રાઇડર્સની માહિતી વાંચી લેવી હિતાવહ છે. કારણે કે ઘણા કિસ્સામાં રાઇડર્સ અંગેની માહિતી અપર્યાપ્ત હોવાતી આપ ક્લેમ કરી શકતા નથી. દરેક વીમા કંપની રાઇડર્સ અંગેની સંપૂર્ણ માહિતી આપતી હોય છે.

પ્રિમિયમનો અભ્યાસ કરો

પ્રિમિયમનો અભ્યાસ કરો


પ્રિમિયમ અને ડ્યુ રકમનો અભ્યાસ કરવો જોઇએ. આ માટે આપે પ્રિમિયમની રકમ લખી રાખવી જોઇએ. જ્યારે પણ સમય આવે ત્યારે તેને ભરવી જોઇએ.

રિટર્નનું ધ્યાન રાખો

રિટર્નનું ધ્યાન રાખો


આપે પોલિસી લેતા સમયે તેમાં કેટલી રકમ ભર્યા બાદ કેટલું વળતર મળવાનું છે તે ચેક કરી લેવું જોઇએ. દરેક પોલિસીમાં આ બાબત દર્શાવેલી હોય છે. આ માટે કેટલીક ગણતરી હોય છે. તે ધ્યાનમાં રાખીને પાકતી મુદ્દતે તે મેળવવી જોઇએ.

સરેન્ડર અને મિસલેનિયસ ચાર્જીસ ચકાસો

સરેન્ડર અને મિસલેનિયસ ચાર્જીસ ચકાસો


કેટલીક વાર એવું બને કે આપ નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહ્યા હોવ અને જેના કારણે પોલિસીની રકમ ભરવાની વ્યવસ્થા થઇ શકે તેમ ના હોય. ત્યારે જો આપની વીમા પોલિસી ટર્મ પોલિસી ના હોય તે તેમાં ભરેલા નાણા આપની મદદે આવી શકે છે. પોલિસી સરેન્ડર કરવાથી ક્યારેક લાભ થાય છે. તેની ચકાસણી કરવી જોઇએ.

આપ ખુશ ના હોવ તો પોલિસી સરેન્ડર કરો

આપ ખુશ ના હોવ તો પોલિસી સરેન્ડર કરો


જો આપ વીમા પોલિસીથી સંતુષ્ટ ના હોવ તો આપ તેને પરત કરી શકો છો. મોટા ભાગની કંપનીઓ લોક ઇન માટે 15 દિવસનો સમય આપતી હોય છે. જેમાં આપ પોલિસી સરેન્ડર કરી શકો છો.

English summary
6 things you should look for in your life insurance policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X