For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission : DA અંગે આવ્યું મોટુ અપડેટ, હોળી પહેલા મળી શકે છે ખુશખબર

7th Pay Commission : સરકારે ફિટમેન્ટ ફેક્ટરના સંબંધમાં અનેક રાઉન્ડની બેઠકો યોજી છે. ફિટમેન્ટ ફેક્ટરને 2024 પહેલા અમલમાં મૂકવાની યોજના છે. હોળીના તહેવાર બાદ માર્ચ 2023માં તેના અમલીકરણની જાહેરાત થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

7th Pay Commission : સરકારી કર્મચારીઓ લાંબા સમયથી ડીએમાં વધારો થાય તેવી આશા રાખીને બેઠા છે. હાલ ઘણા મીડિયા રિપોર્ટમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, હોળી બાદ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો થઇ શકે છે.

7th Pay Commission

તાજેતરના મીડિયા રિપોર્ટ પર નજર કરીએ તો, હોળી બાદ સરકારી કર્મચારીઓના બેઇઝિક પગારમાં વધારો થઇ શકે છે. આ વધારો બેઇઝિક પગાર 18000 રૂપિયાના વર્તમાન આંકડાથી વધારીને 26000 રૂપિયા થઇ જશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષ હોળી 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે.

ડીએમાં વધારો

ડીએમાં વધારો

બીજી તરફ સાતમા પગાર પંચના સૂચનના આધારે સરકાર હોળી બાદ ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ણય લઈ શકે છે. સામાન્ય ફિટમેન્ટ ફેક્ટરહાલમાં 2.57 ટકા છે. 4200-ગ્રેડ પેમાં રૂપિયા 15,500નો મૂળ પગાર મેળવનાર વ્યક્તિનો સંપૂર્ણ પગાર તેથી રૂપિયા 15,500 X 2.57 અથવા રૂપિયા 39,835 છે. 6 CPC દ્વારા 1.86 નો ફિટમેન્ટ રેશિયો સૂચવવામાં આવ્યો છે.

પગાર

પગાર

સમાચાર અનુસાર, સરકારે આ અંગે અનેક રાઉન્ડની બેઠકો યોજી છે અને તેને 2024 પહેલા અમલમાં મૂકવાની યોજના છે. હોળીના તહેવારપછી માર્ચ 2023માં તેના અમલીકરણની જાહેરાત થઈ શકે છે. કર્મચારીઓ હવે કથિત રીતે માંગ કરી રહ્યા છે કે, સરકાર ફિટમેન્ટ ફેક્ટરવધારીને 3.68 કરે. આ વધારાથી લઘુત્તમ પગાર વર્તમાન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થશે.

મોંઘવારી ભથ્થું

મોંઘવારી ભથ્થું

અગાઉના અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર માર્ચ 2023 માં 1 જાન્યુઆરીથી શરૂ થતા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) પણવધારશે તેવી અપેક્ષા છે.

DA અને DR વર્ષમાં બે વાર અનુક્રમે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ અપડેટ થાય છે. નાણા મંત્રાલય દ્વારા 7મા પગાર પંચના કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

ડીએ ક્યારે વધે છે?

ડીએ ક્યારે વધે છે?

છ માસિક સમીક્ષાઓ પછી ACIPI નંબરના આધારે DA વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો હોળી પહેલાજાહેર થઈ શકે છે અને હોળી પછી પગાર વધી શકે છે.

મોંઘવારી ભથ્થામાં વધારાથી દેશના 68 લાખ વરિષ્ઠ નાગરિકો અને આશરે 47 લાખકર્મચારીઓને મદદ મળશે.

વર્ષની શરૂઆતમાં, સરકારે DAમાં 3 ટકાનો વધારો કર્યો, જેના કારણે મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ ગયું છે. ત્રણ ટકા પગાર વધારો મળવા પર મોંઘવારી ભથ્થામાં 41 ટકાનો વધારો થશે.

English summary
7th Pay Commission : Big update about DA, good news can be received before Holi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X