For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારીનો વધુ એક મુક્કો, રાંધણ ગેસ પણ બની શકે છે મોંઘો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન: હવે સરકાર એલપીજી સિલિન્ડિરના ભાવ પણ વધારવા પર વિચાર કરી રહી છે. આની સાથે જ ડિઝલને બજાર કિંમત પર લાવવું એ પણ સરકારના એજન્ડામાં છે. પેટ્રોલ અને એટીએફના ભાવ પહેલાથી જ સરકારના નિયંત્રણ બહાર છે અને તેના ભાવ જ સૌથી પહેલા વધશે. હવે સ્થિતિ એ છે કે ટૂંક સમયમાં રાંધણ ગેસના ભાવમાં વધારો થઇ શકે છે. સરકાર સબસિડીવાળા એલપીજી સિલિંડરના ભાવમાં વધારો કરી શકે છે.

સૂત્રો અનુસાર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સરકાર પાસે સબસિડીવાળા સિલિંડરનો ભાવ વધારવાની ભલામણ કરી છે. હાલમાં દિલ્હીમાં સબસિડીવાળા ગેસ સિલિંડરની કિંમત 414 રૂપિયા છે. જોકે તેમાં કેટલો વધારો કરાશે તેની પર હજી કોઇ નિર્ણય લેવાયો નથી. પેટ્રોલિયમ મંત્રીએ ડિઝલને પણ સંપૂર્ણ રીતે ડીરેગ્યુલેટ એટલે કે બજાર કિંમત પર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે

યૂપીએ સરકારે જાન્યુઆરી 2013માં ડિઝલ પર ભારે ભરકમ અંડર રિકવરીને ઓછી કરવા માટે દરેક મહીને 50 પૈસા પ્રતિ લિટર કિંમત વધારવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે હાલમાં ડિઝલનો ભાવ બજાર કિંમત કરતા 1.7 રૂપિયા પ્રતિ લિટર ઓછી રહી ગઇ છે. પરંતુ નવી સરકાર તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માંગે છે. અત્રે નોંધનીય છે કે ઇરાક સંકટના પગલે સરકારને અંડર રિકવરીમાં ભારે ભાવ વધારાનો પણ ભય સતાવી રહ્યો છે.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં... કેમ વધી શકે છે મોંઘવારી...

પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર

પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર

પેટ્રોલિયમ મંત્રાલયના અનુમાન અનુસાર, ભારતની હાલની ખપતને જોતા જો ડોલર એક રૂપિયો મોંઘુ થાય છે તો વાર્ષિક અંડર રિકવરી 7900 કરોડ રૂપિયા વધી જશે. જ્યારે ક્રૂડની કિંમતમાં એક ડોલર એક રૂપિયો મોંઘો થાય છે તો વાર્ષિક અંડર રિકવરી 7900 કરોડ રૂપિયા વધી જશે.

ડોલરના વધારાથી...

ડોલરના વધારાથી...

જ્યારે ક્રૂડની કિંમતમાં એક ડોલરના વધારાથી વાર્ષિક 4400 કરોડ રૂપિયાની અસર પડશે. એવામાં જો આ ભાર ગ્રાહકો પર નાખવામાં ના આવ્યો તો આ ખર્ચ સરકારે જ ઊઠાવવો પડશે.

સબસિડી પર કાબૂ...

સબસિડી પર કાબૂ...

નાણાકિય ખોટને ઓછી કરવા માટે સરકાર દરેક સ્થિતિમાં સબસિડી પર કાબૂ મેળવવા માગે છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ, આ સમયે ઓઇલ કંપનીઓને ડિઝલ, કેરોસિન અને એલપીજીના વેચાણથી રોજ 250 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

અંડર રિકવરી 91,000 કરોડ રૂપિયાથી વધારે

અંડર રિકવરી 91,000 કરોડ રૂપિયાથી વધારે

હાલમાં ડિઝલ પર પ્રતિ લીટર 1.62 રૂપિયા, કેરોસિન પર 33 રૂપિયા અને એલપીજી પર પ્રતિ સિલિંડર 433 રૂપિયાની સબસિડી સરકારે આપવી પડી રહી છે. આ કારણે વર્ષ 2014-15માં કૂલ અંડર રિકવરી 91,000 કરોડ રૂપિયાથી વધારે રહેવાનું અનુમાન છે.

English summary
After rail fare hike, Modi govt soon to increase natural gas prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X