For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેઝોન, ફ્લિપકાર્ટ ભારે ડિસ્કાઉન્ટ આપવા 2300 કરોડ રોકશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 31 ડિસેમ્બર : ભારતમાં ઝડપથી વધી રહેલા ઓનલાઇન શોપિંગના ક્રેઝને પગલે ઓનલાઇન રિટેલ માર્કેટમાં વધુ ને વધુ ગ્રાહકો મેળવવા માટેની હોડ લાગી છે. આ રેસ જીતવા માટે અગ્રણી ઇ કોમર્સ કંપનીઓ જેવી કે અમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ આગામી ટૂંક સમયમાં રૂપિયા 2300 કરોડનું રોકાણ કરવા જઇ રહી છે. આ રોકાણની મદદથી તેઓ કસ્ટમર્સને ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરીને આકર્ષવા માંગે છે.

આ અંગે ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે 'અમે ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સર્વિસીસ પર આ પૈસા ખર્ચ કરીશું. મોબાઇલ પ્લેટફોર્મ પર વેન્ડર્સ દેશભરમાં અમારા કસ્ટમર્સને ઝડપથી અને વિશ્વાસપાત્ર રીતે સામાન પહોંચાડી શકે, તે માટે પણ રોકાણ કરવામાં આવશે.'

online-shopping-3

અમેઝેન ઇન્ડિયાએ પાછલા સપ્તાહે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં કરેલી ફાઇલિંગ અનુસાર તે પોતાની પેરેન્ટ કંપની પાસેથી રાઇટ્સ ઇશ્યુ મારફતે રૂપિયા 630 કરોડ એકત્ર કરી રહી છે. નોંધનીય છે કે જુલાઇ 2014માં અમેઝોને ભારતમાં 2 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.જો કે આ માટે તેણે કોઇ સમય મર્યાદા જાહેર કરી ન હતી.

બીજી તરફ ફ્લિપકાર્ટે પાછલા સપ્તાહે પોતાની બોર્ડ મીટિંગમાં રાઇટ્સ ઇશ્યુ લાવીને રૂપિયા 1300 કરોડ એકત્ર કરવાની મંજુરી આપી દીધી છે. રાઇટ્સ ઇશ્યુમાં શેર્સ સિંગાપુર સ્થિત પેરેન્ટ કંપનીને વેચવામાં આવશે. આ ઉપરાંત તે કોટક મહિન્દ્રા બેંક પાસેથી રૂપિયા 400 કરોડની લોન પણ લેવાની છે. બે સપ્તાહ પહેલા જ ફ્લિપકાર્ટની પેરેન્ટ કંપનીએ 70 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું. તેમાં ફ્લિપકાર્ટની વેલ્યુ 11 અબજ ડોલર લગાવવામાં આવી હતી.

ભારે ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકો આકર્ષવાની હોડમાં બંને કંપનીઓને ભારે નુકસાન પણ ઉઠાવવું પડ્યું છે. ગયા વર્ષે ભારતમાં કામ શરૂ કરનારી અમેઝોનને 321 કરોડ રૂપિયાનો નેટ લોસ થયો છે. જ્યારે ફ્લિપકાર્ટનું નુકસાન બમણું થઇને 400 કરોડ સુધી પહોંચી ગયું છે.

English summary
Amazon, Flipkart would invest 2300 crores for offer more discounts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X