For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB બેંકમાં વધુ એક ઘોટાળો, ભૂષણ પાવરે બેંકને 3800 કરોડનો ચૂનો લગાવ્યો

ડાયમંડ વેપારી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 2 અરબ ડૉલરની છેતરપિંડી કરી. પીએનબી આ કૌભાંડમાંથી નીકળી શક્યું ન હતું કે બેન્કમાં બીજો એક ઝાટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ડાયમંડ વેપારી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 2 અરબ ડૉલરની છેતરપિંડી કરી. પીએનબી આ કૌભાંડમાંથી નીકળી શક્યું ન હતું કે બેન્કમાં બીજો એક ઝાટકો લાગ્યો છે. ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (બીપીએસએલ) એ પંજાબ નેશનલ બેન્કને 3,800 કરોડ રૂપિયાથી વધુની રકમનો ચૂનો લગાવ્યો છે. પીએનબીએ બીપીએસએલ કંપનીના આ ફ્રોડની ફરિયાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને કરી છે.

punjab national bank

રિપોર્ટ અનુસાર, આ દગાનો ખુલાસો ફોરેન્સિક ઑડિટમાં જાહેર કરવામાં આવ્યો હતો. ઓડિટમાં જણાવાયું છે કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિ. એ બેંકો પાસેથી ભંડોળ મેળવવા માટે દસ્તાવેજો અને એકાઉન્ટ્સમાં હેરફેર કરી છે. પીએનબીએ આ હેરાફેરી વિશે આરબીઆઈ સામે ફરિયાદ નોંધાવી છે. પીએનબીએ જણાવ્યું હતું કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ દ્વારા રૂ. 3,800 કરોડની છેતરપિંડી જોવા મળી છે.

આ પણ વાંચો: 50000 રૂપિયાથી વધારેનું કેશ ટ્રાન્જેક્શન હવે પાન કાર્ડ વગર પણ થશે

કંપની અને તેના ડિરેક્ટર સામે સીબીઆઇ એફઆઈઆરના આધારે, બેંકે રિઝર્વ બેન્કને રૂ. 3,805.15 કરોડની છેતરપિંડીની જાણ કરી છે. કંપનીની આ છેતરપિંડીનો કેસ એનસીએલટીની સામે મૂકવામાં આવ્યો છે. બેન્ક દેવાની વસૂલાત કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: બજેટ 2019: આધાર અને પાન કાર્ડના નિયમોમાં આ 5 મોટા બદલાવ થયા, જાણો

English summary
Another PNB Scam, Bhushan Powar loses Rs 3800 crores to the bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X