For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50000 રૂપિયાથી વધારેનું કેશ ટ્રાન્જેક્શન હવે પાન કાર્ડ વગર પણ થશે

જો તમે પણ 50000 થી વધુનું કેશ ટ્રાન્જેક્શન કરો છો તો આ સમાચાર જરૂર વાંચો. જી હા, હવે 50000 રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેક્શન માટે,પાન કાર્ડને બદલે આધાર કાર્ડનો ઉપયોગ થઇ શકશે.

|
Google Oneindia Gujarati News

જો તમે પણ 50000 થી વધુનું કેશ ટ્રાન્જેક્શન કરો છો તો આ સમાચાર જરૂર વાંચો. જી હા, હવે 50000 રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેક્શન માટે,પાન કાર્ડને બદલે આધાર કાર્ડનો ઉપયોગ થઇ શકશે. આ ઉપરાંત, હવે આધાર કાર્ડનો ઉપયોગ તે બધા હેતુઓ માટે કરવામાં આવશે, જ્યાં સામાન્ય રીતે પાન આવશ્યક છે. તમને જણાવી દઈએ કે આ માહિતી મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ આપી હતી. પાંડેએ જણાવ્યું હતું કે બેન્કો અને અન્ય સંસ્થાઓ જ્યાં PAN નો ઉલ્લેખ કરવો ફરજિયાત છે, ત્યાં આધારને સ્વીકારવા માટે બેકએન્ડ અપગ્રેડ્સ કરશે.

PAN card

આઇટીઆર ફાઈલ કરવા માટે પાન હવે ફરજિયાત નથી

જણાવી દઈએ કે બજેટ 2019 માં, નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સપેયર્સની અનુકૂળતા માટે પાન અને આધારને ઇન્ટરચેંજેબલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે, આઇટીઆર ફાઇલ કરવા માટે પાનની જગ્યાએ આધારનો ઉપયોગ કરવાનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં પણ પાનનો ઉલ્લેખ કરવાની જરૂર હોય ત્યાં આધાર નંબર દ્વારા કામ કરી શકાય છે. જી હા, બ્લેકમની પર લગામ લગાવવા માટે 50000 રૂપિયાથી વધારે કેશ ટ્રાંઝેક્શન જેમકે હોટેલ અથવા વિદેશી મુસાફરી બિલ માટે PAN નો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયાથી વધુની અચલ સંપત્તિની ખરીદી પર પણ પાન આપવાનું હોય છે.

હાલમાં 22 કરોડ પાન-આધાર લિંક છે

સાથે જ, પાંડેએ કહ્યું કે હાલમાં 22 કરોડ પાન કાર્ડ આધાર સાથે લિંક છે. દેશમાં 120 કરોડથી વધુ લોકો પાસે આધાર છે. જો કોઈને પાન કાર્ડ જોઈએ તો, તેણે પહેલા આધારનો ઉપયોગ કરવાનો હોય છે, અને પાન જનરેટ કરવાનું હોય છે, પછી તે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. હવે તેને આધારને કારણે પાન જનરેટ કરવાની જરૂર નથી. પૂછવામાં આવ્યું કે શું આધારનો ઉપયોગ 50,000 રૂપિયાથી વધારે કેશ ડિપોઝીટ અથવા વિડ્રોલમાં પાનને બદલે કરી શકાય છે, તેઓએ કહ્યું કે તે થઈ શકે છે.

English summary
Cash transaction beyond 50000 rupees will now be done without PAN card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X