For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજીત સિંહે રાજ્યોને ફ્યુઅલ ટેક્સ ઘટાડવા કહ્યું

|
Google Oneindia Gujarati News

aviation-fuel
કોલકત્તા, 7 ડિસેમ્બર : આર્થિક સંકટના સમયમાંથી પસાર થઇ રહેલી દેશની વિમાન કંપનીઓને રાહત આપવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી અજીત સિંહે આજે રાજ્યોના મુખ્યમંત્રીઓને એવિએશન ફ્યુઅલ (વિમાન ઇંધણ) પર લગાવવામાં આવનારા વેરાઓમાં ઘટાડો કરવા જણાવ્યું છે.

સિંહે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાઓ (આઇઆઇટી)ના પૂર્વ વિદ્યાર્થીઓના એક સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં આમ જણાવતા કહ્યું કે "આ સંદર્ભમાં મેં રાજ્યોના મુખ્યમંત્રીઓને અનેકવાર પત્ર લખ્યા છે. પણ તેઓ બધા પોતાની રાજકીય સમસ્યાઓને કારણે ચિંતામાં છે. છત્તીસગઢ એક માત્ર રાજ્ય છે જેણે વિમાન ઇંધણ પર લગાવવામાં આવતા કરોમાં ચાર ટકાનો ઘટાડો કર્યો છે. મહારાષ્ટ્રએ પણ આ અંગે વિચાર કરવાની ઘોષણા કરી છે."

વિમાન ઇંધણ પર દિલ્હીમાં 20 ટકા, મહારાષ્ટ્રમાં 25 ટકા અને પશ્ચિમ બંગાળમાં 29 ટકા કર લગાવવામાં આવેલો છે. મોટા ભાગની રાજ્ય સરકારો દ્વારા વિમાન ઇંધણ કર ઘટાડવામાં રસ દર્શાવવામાં આવ્યો નહીં હોવાથી કેન્દ્ર સરકાર વિમાન ઇંધણોની કિંમતના નિર્ધારણને પેટ્રોલિયમ વિનિયામક અંતર્ગત લાવવા પર સહમત થઇ છે. તેનો હેતુ જવાબદારી નક્કી કરવા સાથે એરલાઇન્સ કંપનીઓની પડતર ઘટાડવાનો છે.

ભારતીય વિમાન બજારમાં ઉતરવા માટે ઇચ્છા ધરાવતી કંપનીઓએ પણ વિમાન ઇંધણ પર લગાવવામાં આવતા કરો અંગે ચિંતા વ્યક્ત કરી છે. સિંહે કહ્યું કે અત્યાર સુધી કોઇ વિદેશી વિમાન કંપનીને એફડીઆઇ મંજૂરી માટે સરકારનો સંપર્ક કર્યો નથી. આ સાથે તેમણે કિંગફિશર એરલાઇન્સની કટોકટી અંગે ખાસ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

English summary
Aviation minister asks state to reduce aviation fuel taxes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X