For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતંજલિએ લૉન્ચ કર્યું ટોન્ડ મિલ્ક, હવે અમૂલ-મધર ડેરીને આપશે ટક્કર

પતંજલિએ છ મહિના સુધી બગડે નહીં તેવું દૂધ લોન્ચ કર્યું છે. ટેટ્રા પેકમાં આવતું આ દૂધ ગાયનું દૂધ હશે. જી હાં, બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ હવે ટોન્ડ દૂધ વેચશે.

|
Google Oneindia Gujarati News

પતંજલિએ છ મહિના સુધી બગડે નહીં તેવું દૂધ લોન્ચ કર્યું છે. ટેટ્રા પેકમાં આવતું આ દૂધ ગાયનું દૂધ હશે. જી હાં, બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ હવે ટોન્ડ દૂધ વેચશે. આ દૂધ અમૂલ અને મધર ડેરી કરતા 4 રૂપિયા રસ્તું છે. બાબા રામદેવે સોમવારે પ્રેસ પોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી આપી કે પતંજલિ ગાયના દૂધની સાથે સાથે હવે પતંજલિ લસ્સી, છાશ અને દહીં પણ મળશે. આ પહેલા પતંજલિ ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર, જયપુર, મહારાષ્ટ્રમાં ગાયનું દૂધ વેચી રહી હતી.

આ શહેરોમાં લોન્ચ થયું સસ્તું ટોન્ડ દૂધ

આ શહેરોમાં લોન્ચ થયું સસ્તું ટોન્ડ દૂધ

પતંજલિ ટોન્ડ દૂધની કિંમત પ્રતિ લિટર 40 રૂપિયા છે. બાબા રામદેવનું કહેવું છે છે કે કંપની નવા દૂધના પ્રચાર પ્રસાર પર ખર્ચો નથી કરી રહી, એટલે આ દૂધ અન્ય કંપનીઓ કરતા સસ્તુ છે. અમૂલ અને મધર ડેરીએ તાજેતરમાં જ દૂધની કિંમતમાં 2 રૂપિયાનો પ્રતિ લિટરે વધારો કર્યો છે. રામદેવનું કહેવું છે કે જનતાને મોંઘવારીથી બચાવવા માટે આ 4 રૂપિયા સસ્તુ ટોન્ડ મિલ્ક દિલ્હી એનસીઆર, હરિદ્વાર, જયપુર અને મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે, અમદાવાદના માર્કેટમાં ઉતારાયું છે. તેને આખા દેશમાં પહોંચાડવાની યોજના છે.

6 મહિના સુધી ખરાબ નહીં થાય ટેટ્રા પેક

6 મહિના સુધી ખરાબ નહીં થાય ટેટ્રા પેક

મળતી માહિતી પ્રમાણે બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પતંજલિના ટેટ્રા પેક કાઉ મિલ્કની સેલ્ફ લાઈફ 6 મહિના છે. એટલે કે આ પેકેટ બંધ રહે તો 6 મહિના સુધી દૂધ ખરાબ નહીં થાય. આ દૂધ ખૂબ જાડું છે. ટોન્ડ દૂધ પીનારા લોકમાં 50 ટકા પાણી મેળવીને પી શકે છે. તેમણે કહ્યું કે પતંજલિ દૂધનું ટેટ્રા પેક તમે મુસાફરી દરમિયાન પણ સાથે રાખી શકો છો. તેનો ભાવ 60 રૂપિયા પ્રતિ લિટર છે. ટેટ્રાપેક વાળુ દૂધ પૂર્વોત્તર ક્ષેત્ર સહિત દેશભરમાં ઉપલબ્ધ કરાવાશે.

ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે હર્બલ મિલ્ક

ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે હર્બલ મિલ્ક

પતંજલિ આયુર્વેદ એન નવી પ્રોડક્ટ કાઉ ટેબલ બટર પણ લોન્ચ કરી રહ્યું છે. રામદેવે કહ્યું કે આ માખણ શુદ્ધ ગાયના દૂધમાંથી બનાવાયેલું છે અને તેમાં કોઈ રંગનો ઉપયોગ નથી થયો. અમૂલ અને મધર ડેરીની સામે આઈસક્રીમ લોન્ચ કરવાના સવાલ પર રામદેવે કહ્યું કે હમણા તેની કોઈ યોજના નથી. પરંતુ હર્બલ મિલ્ક લોન્ચ થઈ શકે છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જડીબુટ્ટી વાળુ દૂધ મળવાનું શરૂ થઈ જશે.

થર્ડ પાર્ટી નહીં, પૂરેપુરુ પતંજલિ

થર્ડ પાર્ટી નહીં, પૂરેપુરુ પતંજલિ

જણાવી દઈે કે રામદેવે કહ્યું છે કે પતંજલિના મેન પ્લાન્ટસ મહારાષ્ટ્રના નેવાસા, યુપીના મેરઠ અને હાથરસ જ્યારે જયપુરમાં બે પ્લાન્ટસ છે. પતંજલિ માખણ આખું નેવાસામાં બને છે. તેમણે કહ્યું કે મહારાષ્ટર્, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. જો કે જયપુર અને હરિદ્વાર એનસીઆર વિસ્તારમાં મોકલાતા મોટા ભાગના દૂધનું કલેક્શન બિકાનેર, જુંઝનુ અને જયપુરથી થાય છે. બાબા રામદેવે સ્પષ્ટતા કરી કે પતંજલિ દૂધનું પ્રસંસ્કરણ પોતાના જ પ્લાન્ટમાં કરે છે, કોઈ થર્ડ પાર્ટીનો સહારો નથી લેવાતો.

English summary
baba ramdev talked about patanjali new toned milk and butter product
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X