એપલ વિરુદ્ધ બ્રાઝીલમાં કાર્યવાહી

સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર જી 1 સમાચાર વેબસાઇટમાં પ્રસારિત અહેવાલ મુજબ, મંત્રાલયના કંઝ્યુમર પ્રોટેક્શન સેક્રેટેરિએટે અધિકૃત રીતે એપલને નોટીસ મોકલીને 10 દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ઉત્પાદની કિંમત સ્થાનિક મુદ્રામાં લેવામાં આવી જોઇએ, કારણ કે બ્રાઝીલમાં વિદેશી મુદ્રામાં કિંમત વસુલવી એ ગેરકાયદેસર છે.
નોંધનીય છે કે, જો એપલ દ્વારા નિર્ધારિત સમયમાં મંત્રાલયે મોકલેલી નોટીસનો જવાબ આપવામાં નહીં આવે તો એપલ પાસેથી 26 લાખ ડોલર દંડ પેટે ભરવાના રહેશે.












Click it and Unblock the Notifications
