For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNL ની અત્યાર સુધીની સૌથી ધમાકેદાર ઓફર, હવે Free ઇન્ટરનેટ સેવા

સરકારી ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ દ્વારા મળી રહેલી સ્પર્ધાત્મકતા ઘટાડવા માટે ઓફર જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

સરકારી ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ દ્વારા મળી રહેલી સ્પર્ધાત્મકતા ઘટાડવા માટે ઓફર જારી કરી છે. રિલાયન્સ જિયોને કારણે બીએસએનએલ માટે સતત પડકાર વધી રહ્યો છે. આવામાં પોતાના યુઝર બેઝને બચાવવા માટે, કંપનીએ અત્યાર સુધીની સૌથી શાનદાર ઓફર આપી છે.

BSNL

BSNLએ તેના લેન્ડલાઈન ગ્રાહકોને મફત બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવાની ઓફર આપી છે. ફાઇનાન્સ ડિરેક્ટર વિવેક બંજાલે જણાવ્યું હતું કે BSNLના લેન્ડલાઈન ગ્રાહકોને મફત બ્રોડબેન્ડ સેવા આપવામાં આવશે. તેના માટે, તમારે માત્ર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા લેન્ડલાઇન નંબરથી BSNL ટોલ ફ્રી નંબર 18003451504 પર કૉલ કરી મફત બ્રોડબેન્ડ સર્વિસને એક્ટિવેટ કરાવી પડશે. તમારી મફત બ્રોડબેન્ડ સેવા તમારા એક ફોનથી એક્ટિવેટ થઈ જશે.

આ પણ વાંચો: Alert! આ સરકારી બેંકે ખાતા ધારકોને એલર્ટ કર્યા, ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો...

આ બ્રોડબેન્ડ ઈન્સ્ટોલેશન સંપૂર્ણપણે મફત છે. આ ઓફર હેઠળ BSNLના લેન્ડલાઇન વપરાશકર્તાઓને દરરોજ 5GB મફત ઇન્ટરનેટ મળશે. તેની ઝડપ 10 એમબીપીએસ હશે. તમને જણાવી દઈએ કે આ પહેલાં કંપનીએ તેના બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ માટે કેશબેક અને એમેઝોનનું 1 વર્ષનું ફ્રી સબ્સક્રિપ્શન જેવી સુવિધાઓ પ્રદાન કરી છે.

આ પણ વાંચો: Jio ને આ કિસ્સામાં નુકસાન થવાની સંભાવના છે, વાંચો સંપૂર્ણ રિપોર્ટ

English summary
BSNL on Friday announced free broadband for all its landline customers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X