એક નજર બજેટ પર: કાર, બાઇક, મોબાઇલ, ટીવી અને ફ્રિજ થયા સસ્તાં

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણી પહેલાં નાણામંત્રી પી ચિદંબરમે આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. લોકસભામાં તેલંગાણા મુદ્દે ભારે હોબાળા વચ્ચે ચિદંબરમે બજેટ રજૂ કર્યું હતું. ચિદંબરમે બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે દુનિયાના મુકાબલે આપણી આર્થિક સ્થિતિ સારી છે. તેમને કહ્યું હતું કે આપણે મુશ્કેલ સ્થિતીમાં પણ વિકાદ દર જાળવી રાખ્યો છે. તેમને કહ્યું હતું કે નાણાંકીય નુકસાન 4.6 ટકા વચ્ચે રહેશે. વર્ષ 2013-14 માટે ચાલૂ બજેટ નુકસાન 45 અરબ ડોલર રહેવાનું અનુમાન છે. બજેટના મુખ્ય અંશો વાંચો

p-chidambaram-union-budget

-મશીનરી આયાત ડ્યૂટી ઓછી કરાઇ

- ઓટોમોબાઇલ સેક્ટરમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી

- એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી

- દેશમાં બનેલા મોબાઇલ ફોન સસ્તા થશે.

- સાબુ, ફ્રિજ, ટીવી પર ડ્યૂટી ઘટાડવામાં આવી

- જીએસટી લાગૂ કરવાની જરૂરિયાત, લાગૂ ન કરી શક્યા તેનું દુખ છે.

- ઇન્કમ ટેક્સના માળખામાં કોઇ ફેરફાર નહી.

-ચાલુ ખાતામાં નુકસાન ઓછુ કરવાનો પડકાર

-10 વર્ષમાં 6.6 ટકા વિકાસ

-50 હજાર મેગાવોટ વિજળી પ્રોજેક્ટને મંજૂર

-નિર્ભર્યા ફંડ માટે 1 હજાર કરોડ રૂપિયા

-સેનામાં એક રેંક માટે પેન્શનનો પ્રસ્તાવ મંજૂર

-એજ્યુકેશન લોન પર છૂટથી 9 લાખ વિદ્યાર્થીઓને ફાયદો

-શિક્ષણ પર ખર્ચ ગત વર્ષોમાં 10,145 કરોડથી વધીને આ વર્ષે 79,251 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો

-રક્ષા બજેટ માટે 2,24,000 કરોડ રૂપિયા

-રક્ષા આધુનિકીકરણ માટે 11 હજાર કરોડ રૂપિયા

પીવાના પાણી અને સૈનિટેશન માટે 15260 કરોડ રૂપિયા

-નેશનર એગ્રો ફોરેસ્ટ પોલિસીને મંજૂરી

-નાણામંત્રીએ કહ્યું રાજકોષીય નુકસાનમાં ઘટાડો, ચાલુ ખાતા પર અંકુશ, સ્થિર વિનિમય દર અને પ્રોજેક્ટના ક્રિયાન્વયનમાં તેઝી આકરી મહેનતનું પરિણામ.

-ગત 10 વર્ષોમાં વિદ્યુત ઉત્પાદન ક્ષમતા વધીને 2,34,600 મેગાવોટ થઇ.

-પંચાયતી રાજ માટે 7 હજાર કરોડ

-નાણાકીય વર્ષ 2013-14ની ત્રીજી અને ચોથી ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ ઓછામાં ઓછી 5.2 ટકા રહેશે.

- આધાર કાર્ડ પર ઝડપથી કામ ચાલુ

-આવાસીય ગરીબી દૂર કરવા માટે 6 હજાર કરોડ રૂપિયા

-ગ્રામીણ વિકાસ મંત્રાલય માટે 82 કરોડ રૂપિયા

- 33 વર્ષમાં સૌથી વધુ વિકાસ યુપીએએ કર્યો

- પહાડી વિસ્તારો માટે 12 હજાર કરોડની રકમ

-ભારતે મંગળ ગ્રહ માટે અભિયાન ચલાવ્યું

-નાણામંત્રીએ અર્થવ્યવસ્થામાં નીતિગત પક્ષાઘાત માટે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે અર્થવ્યવસ્થાની સાખ નબળી પડી નથી.

-પૂર્વોત્તર રાજ્યો પર વિશેષ સાધન

-વર્ષ 2013-14માં ખાદ્યાન્ન ઉત્પાદન 26 કરોડ 30 લાખ ટન રહેવાનું અનુમાન

- ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ ઋણ 45 અરબ ડોલરથી વધુ થશે જ્યારે આ પહેલાં ગત વર્ષે 2012-13માં 41 અરબ ડોલર કૃષિ ઋણ આપવામાં આવ્યું હતું.

- મંત્રીમંડળની રોકાણ સમિતિએ જાન્યુઆરી 2014ના અંત સુધી 6,60,000 કરોડ રૂપિયાના 296 પ્રોજેક્ટને મંજૂરી આપી.

-ચાલૂ નાણાંકીય વર્ષ દરમિયાન નિર્યાત વૃદ્ધિ 6.3 ટકા વધીને 326 અરબ ડોલર રહેવાની આશા છે.

- અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને જોરદાર પ્રોત્સાહન આપ્યું.

- રાજ્યોને કેન્દ્રમાંથી પર્યાપ્ત આર્થિક મદદ આપવામાં આવી

- 10 વર્ષમાં 10 લાખ નવી નોકરી આપવાનું લક્ષ્ય

રેટિંગ એજન્સીઓનું ભારતીય અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો.

- સરકારના ઉપાયોથી વિકાસ દર વધવાનો વિશ્વાસ

-વિદેશી મુદ્રા ભંડાર 15 અરબ ડોલર વધ્યો.

- નવા બેંક લાયસન્સ રજૂ કરવાનું કામ ચાલુ છે.

- ખાદ્ય મોંઘવારી હજુ સુધી ચિંતાનો વિષય

- 296 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી

-ગ્રામીણ વિસ્તારોને માર્ગ સાથે જોડવામાં આવ્યા

- દેશમાં સાત નવા એરપોર્ટ બનાવવામાં આવી રહ્યાં છે.

- કેટલાક નવા રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા

દુનિયાની સમસ્યાની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી નહી

-વિનિર્માણ વિસ્તારની સ્થિતી પણ ચિંતાજનક બનેલી છે: ચિદંબરમ

-39144 કિમી નવા માર્ગ બનાવવામાં આવ્યા

કૃષિ ક્ષેત્રના વિકાસથી અમે ઉત્સાહિત છીએ

- નિર્માણ વિસ્તારમાં 10 લાખ નોકરીઓ 10 વર્ષમાં મળી.

- ચાલુ નાણાંકીય વર્ષનું રાજકીય નુકસાન 4.6 ટકા સુધી સીમિત રહેશે.

- ગત બજેટના મુકાબલે મોંધવારી દરમાં ઘટાડો થયો

-296 પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી

-મોંઘા ખાદ્ય પદાર્થ સમસ્યા

- અનુસૂચિત જાતિ માટે 200 કરોડનો વેંચર ફંડ

- 3370 કરોડ LPG સબસિડી તરીકે આપવામાં આવ્યા.

- પોલીસી પેરાલિસિસનો આરોપ ખોટો, 10 વર્ષમાં 6.6 ટકા વિકાસ થયો.

- દેશમાં ખાંડ, તેલિબિયાં અને કપાસનું રેકોર્ડ ઉત્પાદન થયું.

- વિજળી ઉત્પાદન પણ વધ્યું, 29359 મેગાવોટનો વધારો નોંધવામાં આવ્યો

- ખેડૂતોને 7.35 લાખ કરોડની લોન આપી.

- 6 લાખ 60 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી.

-ચાલુ નાણાંકીય નુકસાન 88 થી ઘટીને 45 બિલિયન ડોલર થયું.

- ચિદંબરમે કહ્યું, આ વર્ષે નાણાંકીય નુકસાન 4.6 ટકા રહ્યું.

- પાવર, કોલ, હાઇવે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપ્યું.

-સરકારનું નુકસાન લક્ષ્યથી ઓછું

- દુનિયાભરની આર્થિક સ્થિતી ખરાબ

- ભારતને આર્થિક સંકટનો સામનો કર્યો

- સરકારે નિર્યાત પ્રોત્સાહન આપ્યું- ચિદંબરમ

English summary
Towards the end of his speech, Chidambaram says, "140 million moved out of poverty during UPA-I and UPA-II regime and we are legitimately proud of it."

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.