
સરકારી કર્મચારીઓને તગડો ઝાટકો, ઇન્ક્રીમેન્ટ પર રોક લગાવી, નવી ભરતી પણ નહિ થાય
નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લૉકડાઉનને કારણે ખાનગી કેટલીક ખાનગી કંપનીઓએ પોતાના કર્મચારીઓને પગાર નથી દીધો અથવા તો તેમના પગારમાં કટૌતી કરી છે. આવા જ હાલાત સરકારી કર્મચારીઓના પણ છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવી દીધી છે. હવે ઉત્તરાખંડ સરકરે પતાના રાજ્યના કર્મચારીઓના ઇન્ક્રીમેન્ટની સાથોસાથ નવી ભરતી પર આગલા આદેશ સુધી રોક લગાવી દીધી છે. કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થાને જે ઝાટકો લાગ્યો છે તેના કારણે સરકાર ખર્ચા પર કટૌતી કરી રહી છે. નવા રોજગાર પર કાતર ચલાવવામાં આવી રહી છે.

આ સરકારી કર્મચારીઓને ઝાટકો લાગ્યો
ઉત્તરાખંડ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને ઝાટકો આપતા નાણાકીય વર્ષ 2020-21માં કોઈપણ પદ પર પગાર ઇન્ક્રીમેન્ટ પર રોક લગાવી દીધી છે. એટલે કે આ વર્ષે ઉત્તરાખંડ સરકાર પતાના કર્મચારીઓના પગાર વધારાની ભેટ નહિ આપે. એટલું જ નહિ સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં નવી ભરતી પર પણ રોક લગાવી દીધો છે. એટલે કે આ વર્ષે ઉત્તરાખંડ સરકાર નવા પદો પર નોકરી નહિ કાઢે. જો કે સરકારે પતાના આદેશથી ચિકિત્સા વિભાગ અને પોલીસને બહાર રાખ્યા છે.

કોરોના સંકટને કારણે ફેસલો લીધો
સરકારે કોરોના સંકટને કારણે પેદા થયેલ નાણાકીય સંકટથી ઉભરવા માટે આ ફેસલો લીધો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહે આદેશ આપતા કહ્યું કે આ નાણાકીય વર્,માં કોઈપણ વિભાગમાં કર્મચારીઓના પગારમાં વધારો નહિ કરાય. તેમણે કહ્યું કે સરકારે ચિકિત્સા અને પોલીસ વિભાગને છોડી બાકી તમામ વિભાગોમાં નવી ભરતી પર રોક લગાવી દીધી છે, તેમણે કહ્યું કે પાછલા દશકામાં રાજ્ય સરકારના સરકારી વિભાગોનું કમ્પ્યૂટીકરણ કરવામાં આવ્યું, જેના કારણે વિભાગોમાં કાર્યભારની કમી આવી છે. એવામાં સરકારી વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ વિભાગમાં બિનઉપયોગી પદોને ચિન્હિત કરી સમાપ્ત કરે અને એવા પદો પર કાર્યરત કર્મચારીઓને અન્ય વિભાગોમાં સમાયોજિત કરે.

શિક્ષકોનું સમાયોજન થઈ શકે
સરકારના આદેશ મુજબ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ગુણોત્તરને ધ્યાનમાં રાખી વધારાના શિક્ષકોનું સમાયોજન બીજા વિભાગોમાં કરવામાં આવશે. સરકારના પૂર્વ મુખ્ય સચિવ આઇકે પાંડે સમિતિએ સરકારી ખર્ચા પર કટૌતીની ભલામણ કરી છે. મુખ્ય સચિવે તમામ ઉપર મુખ્ય ચિવો, પ્રમુખ સચિવો, પ્રભારી સચિવો અને વિભાગોના પ્રમુખને દિશા-નિર્દેશ જાહેર કરી તેમને વિભાગના ખર્ચા ઘટાડવાની સલાહ આપી છે. સરકારી વિભગોને નિર્દેશ આપવામાં આવ્યો કે તેઓ નવા વાહનોની ખરીદી ના કરે. ઑફિસમાં નવા ફર્નિચર ના ખરીદે. સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ બંધ થશે.

દર મહિને 1 દિવસનો પગાર કપાશે
રાજ્ય સરકારના રાજસ્વમાં થયેલ નુકસાનની ભરપાઇ કરવા માટે ઉત્તરાખંડના તમામ કર્મચારીઓ, જેમાં પ્રમુખ સચિવથી લઈ ફોર્થ ક્લાસ સુધીના કર્મચારીઓ સામેલ છે, તેમના મહિનાના પગારમાંથી 1 દિવસનો પગાર સીએમ રાહત કોષમાં આપવામાં આવશે. જ્યારે સરકારે કર્મચારીઓના ડીએને એક વર્ષ સુધી ફ્રીજ કરી દીધું છે. સરકારના આ ફેસલાથી કર્મચારી નારાજ દેખાયા. તેમનું કહેવું છે કે સરકાર કર્મચારીઓના ખિસ્સા પર કાતર ચલાવવાને બદલે પોતાનો ખર્ચો ઘટડે.
રહસ્યમયી રૂપે લોનાર તળાવનું પાણી લાલ થઇ ગયું, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય ચકિત