For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રુડના ભાવ હજી ઘટી શકે, બેરલ 30થી 40 ડોલરનું થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર : વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. વર્ષ 2008માં ક્રુડ 36 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યું હતું.

છેલ્લા ત્રણ જ ટ્રેડીંગ સેશનમાં ક્રૂડતેલના ભાવ 80 ડોલરથી ઘટીને 68 ડોલરની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આ સ્થિતિને જોતા માર્કેટ એક્સપર્ટ્સે આગાહી કરી છે કે ક્રુડ ઓઇલના ભાવ ઘટીને પ્રતિ બેરલ 30 ડોલરથી 40 ડોલર વચ્ચે થવાની સંભાવના છે.

petrol-diesal-1

લંડનન કેથેમ હાઉસના એનાલિસ્‍ટ પૌલ સ્‍ટીવન્‍સે જણાવ્‍યુ હતુ કે, અમેરિકાના શેલ પ્રોડયુસર્સ એવી માની રહ્યા છે કે ક્રૂડતેલના ભાવ 40 ડોલર કે તેનાથી પણ નીચે જઈ શકે છે. ક્રૂડ ચાલુ વર્ષે 38 ટકા ઘટયુ છે પરંતુ જ્‍યાં સુધી માર્જિન જળવાઈ રહેશે ત્‍યાં ઉત્‍પાદકો ઉત્‍પાદન ચાલુ રાખશે અને ભાવ ઘટતા જશે.

બીજી કેનેડાના કંપની કેનેડીય નેચરલ રિસોર્સીસના ચેરમેન મુરી એડવર્ડે જણાવ્‍યુ હતુ કે નાયમેકસ ક્રૂડતેલના ભાવ 70 થી 75 ડોલરની સપાટીએ સ્‍થિર થાય એ પહેલા એકવાર 30 ડોલરની નીચી સપાટીએ પહોંચી શકે છે.

આ વિશે ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડનું કહેવુ છે કે વિશ્વમાં કુવેત, કતાર અને યુનાઈટેડ આરબ અમેરિકાની સરકારને બ્રેકઈવન પોઈન્‍ટ 70 ડોલર છે, પરંતુ ઈરાનને નાઈઝિરીયાને 120 ડોલર અને રશિયા 101 ડોલરના ભાવ થાય તો ઉત્‍પાદનમાં નહીં નફો નહી નુકશાનની સ્‍થિતિ જોવા મળી શકે છે.

English summary
Crude oil prices may down, reached at 30 to 40 dollars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X