બેંક ખાતાને પાન કાર્ડથી જોડવાની તારીખ વધી, જાણો વધુ અહીં.

Posted By:
Subscribe to Oneindia News

શું તમે તમારા બેંક એકાઉન્ટ ને બંધ થતા બચાવવા માંગો છો. તો આ ખબર તમારા કામની છે. જો તમે હજી સુધી તમારા બેંક એકાઉન્ટને તમારા પાનકાર્ડ સાથે નથી જોડ્યું તો તમારે હાલ જ તે કરાવી લેવું જોઇએ. નોંધનીય છે કે આ કરાવવાની તારીખ વધી છે. હવે તમે 30 જૂન સુધી તમારા બેંક એકાઉન્ટને તમારા પાનકાર્ડ સાથે જોડી શકો છો. કેન્દ્ર સરકારના આધીન નાણાં મંત્રાલય તરફથી આ મામલે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અને તમામ બેંકને આ અંગે જાણકારી પણ આપવામાં આવી છે. ખાતા ખોલનાર તમામ વ્યક્તિને તેમનું પેનકાર્ડ જમા કરાવવું અને તેની યોગ્ય વિગત આપવી જરૂરી છે. જો કે તમે હજી સુધી તે ના કરાવ્યું હોય તો હવે તમારી જોડે 30 જૂન 2017 સુધીનો જ સમય છે. તે પહેલા પાનકાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે જોડી લેજો.

pancard

નોંધનીય છે કે ગત 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનોટબંધી નો નિર્ણય લીધો હતો. તે પથી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે એક નોટિફિકેશન જાહેર કરીને 28 ફેબ્રુઆરી 2017 સુધી તમારા પાનકાર્ડને બેંક એકાઉન્ટ સાથે જોડવા કે પછી ફોર્મ 60 જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. તે પછી તેની સમયસીમા વધારીને કાર્ડ ગ્રાહક 30 જૂન, 2017 સુધી કરવામાં આવી છે. આ માટે તમામ બેંકને જણાવી દેવામાં આવ્યું છે.'

Read aslo : ખાલી બે દિવસમાં આ માણસે કમાયા 4300 કરોડ રૂપિયા, આ રીતે

English summary
Deadline for bank savings account holders to give PAN extended to June 30, 2017.
Please Wait while comments are loading...