For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્સનલ લોન લેવાના આ છે નિયમો, શું તમે જાણો છો?

જો તમને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર પડે, તો સૌથી સહેલી રીત છે પર્સનલ લોન. લોકો હંમેશા પર્સનલ લોન લેતા પહેલા અચકાય છે, કારણ કે તે વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી હોતી.

|
Google Oneindia Gujarati News

જો તમને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર પડે, તો સૌથી સહેલી રીત છે પર્સનલ લોન. લોકો હંમેશા પર્સનલ લોન લેતા પહેલા અચકાય છે, કારણ કે તે વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી હોતી. પરંતુ પર્સનલ લોન દ્વારા આપણે પોતાની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ.

બેન્કો અને જુદી જુદી નાણાકીય સંસ્થાઓએ નક્કી કરેલા વ્યાજદર પર પર્સનલ લોન મળી રહે છે એટલે કે ફરવાથી લઈને શોપિંગ, જ્વેલરી કે બિઝનેસ શરૂ કરવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે પર્સનલ લોન ઉપયોગી બની શકે છે. તમને જણાવી દઈે કે પર્સનલ લોનમાં ઓછામાં ઓછા 50 હજારથી લઈને વધુમાં વધુ 50 લાખ સુધીની રકમ મળી શકે છે. પર્સનલ લોન લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ અમે તમને જણાવીશું.

આ પણ વાંચો: Education લોન અંગે જાણો આ માહિતી, નહીં તો થઈ શકે છે નુક્સાન

નિયમ અને પ્રોસિઝર સમજી લો

નિયમ અને પ્રોસિઝર સમજી લો

સૌથી પહેલા તમને એ વાત જણાવી દઈએ કે ભારતની લગભગ તમામ બેન્ક પર્સનલ લોન આપે છે. લોન આપવા માટે દરેક બેન્કના નિયમો જુદા જુદા છે અને પ્રોસિજર જુદી છે. તમે જે બેન્ક કે ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટમાંથી લોન લેવા ઈચ્છો છો તેના નિયમો અને લોનની પ્રોસિઝર બરાબર સમજી લો. શક્ય હોય તો બેન્કે લોન માટે જે એપ્લિકેશન ફોર્મ આપ્યું છે, તેને ઘરે લઈ જઈ શાંતિથી તમામ માહિતી અને કૉલમ બરાબર વાંચો. અને પૂરી ખાતરી કર્યા બાદ જ આગળની પ્રોસિઝર કરો.

બેસ્ટ ઈન્ટરેસ્ટ રેટ વિશે માહિતી મેળવો

બેસ્ટ ઈન્ટરેસ્ટ રેટ વિશે માહિતી મેળવો

દરેક લોન કંપનીના વ્યાજ દર જુદા જુદા હોય છે. એટલે માર્કેટ રેટ્સ બદલાતા રહે છે. તમારે પર્સનલ લોન લેતા પહેલા આ જુદી જુદી ઓફર જોવી જોઈે. ઈન્ટરેસ્ટ રેટમાં દેખાતો ફરક ભલે નાનો હોય પરંતુ લાંબા સમયે આ રેટ્સ તમારી EMIને પ્રભાવિત કરી શકે છે.

લોન પીરિયડ ગમે તેટલો હોય પરંતુ લોન રિપોમેન્ટઅફોર્ડેબલ અને મુશ્કેલી રહિત બને તે માટે બેસ્ટ ઈન્ટરેસ્ટ રેટ પસંદ કરવો જરૂરી છે. EMI કેલ્ક્યુલેટર જેવી ઓનલાઈન સુવિધાની મદદથી તમે લોન અમાઉન્ટ અને લોન પીરિયડના આધારે EMIની ગણતરી માંડી શકો છો. આ રીતે તમે ઈમરજન્સીમાં યોગ્ય ફાઈનાન્સિયલ ડિસિઝન લઈ શક્શો.

પર્સનલ લોન માટે આ દસ્તાવેજ

પર્સનલ લોન માટે આ દસ્તાવેજ

મોટા ભાગે તમે કોઈ લોન લેવા જાવ તો એક જ પ્રકારના દસ્તાવેજની જરૂર પડે છે. ફક્ત એકા બે દસ્તાવેજ ઓછા વત્તા હોઈ શકે છે. પર્સનલ ોલન માટે તમારે પાસપોર્ટ સાઈઝ ફોટા, આવકનો પુરાવો, ઓળકનો પુરાવો, રેશનિંગ કાર્ડ કે વીજળીનું બિલ, પાન કાર્ડ અને પે સ્લિપ જરૂરી છે.

કઈ બેન્કમાંથી લેવી જોઈએ પર્સનલ લોન

કઈ બેન્કમાંથી લેવી જોઈએ પર્સનલ લોન

આ સવાલ દરેક વ્યક્તિને થાય જ છે કે મારે કઈ બેન્કમાંથી લોન લેવી જોઈે. તેનો સિમ્પલ જવાબ છે કે જ્યાં વ્યાજદર ઓછા હોય ત્યાંથી અથવા જ્યાં તમારુ એકાઉન્ટ હોય તે બેન્કમાંથી પર્સનલ લોન લેવી જોઈએ. કારણ કે તમે જે બેન્કમાંથી લોન લેશો તે તમારો જૂનો રેકોર્ડ ચેક કરશે. જો તમારુ અકાઉન્ટ બેન્કમાં હશે અને તેમાં સમયાંતરે લેવડ દેવડ થતી હશે તો બેન્ક તમને લોન આપવામાં ખાસ અડચણ નહીં નાખે. જો તમે અન્ય બેન્કમાંથી લોન લેશો, તો તે જાતભાતના નિયમ બતાવશે.

સમય પહેલા લોન બંધ કરવાનો વિકલ્પ

સમય પહેલા લોન બંધ કરવાનો વિકલ્પ

લોન મામલે જો તમે સમય પહેલા જ રિપેમેન્ટ કરો છો તો કોઈ ચાર્જ નથી લાગતો. સમય પહેલા લોન ક્લોઝ કરવાની પ્રોસિઝરને ફોરક્લોઝર કહે છે. જો કે અન્ય લોનમાં ફોરક્લોઝર પર પ્રિપેમેન્ટ પેનલ્ટી લાગે છે.

English summary
do you know the rules for taking a personal loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X