ફ્લિપકાર્ટનું 90 કરોડનું ફંડિગ, ઇ-બે ઇન્ડિયાનો થયો વિલય

Posted By:
Subscribe to Oneindia News

સોમવારે ફિલ્પકાર્ટ, અત્યાર સુધી સૌથી મોટું ભંડોળ ભેંગુ કરવામાં સફળ રહી હતી. કંપનીએ જણાવ્યું કે ટેંસેન્ટ, ઇ-બે અને માઇક્રોસોફ્ટ કંપનીમાં લગભગ 1.4 બિલિયન ડોલરનું રોકાણ તેણે કર્યું છે. સાથે જ આ ફંડિગમાં ઇ-બે ભારતનો વેપાર હવે ફિલ્પકાર્ટનો થઇ ગયો છે. આ ત્રણ આઇટી કંપની તરફથી થયેલા નવીનતમ ફંડિગ પછી ફિલ્પકાર્ટની વેલ્યુએશન 11.6 અરબ ડોલર થઇ ગઇ છે. સાથે જ અમેરીકી આઇટી કંપની માઇક્રોસોફઅટ ફિલ્પકાર્ટ સાથે રણનૈતિક ભાગીદારીમાં જોડાઇ ગઇ છે. ફિલ્પકાર્ટને મળેલ આ ફંડિંગ પછી તે હવે સરળતાથી એમેઝોનને ટક્કર આપી શકશે. આ પહેલા ફિલ્પકાર્ટે ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, નિસ્પર્સ ગ્રુપ અને એક્સેલ પાર્ટનર્સ તથા ડીએસટી ગ્લોબલમાં પણ રોકાણ કર્યું હતું.

flipkart

ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ ફિલ્પકાર્ટના ફાઉન્ડર સચિન અને બિન્ની બંસલ પોતાની કંપની તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે અમે ખુશ છીએ કે ટેસેન્ટ, ઇબે અને માઇક્રોસોફ્ટ જે જાણીતા દિગ્ગજ છે તે ભારતમાં પોતાની યાત્રા માટે અમારી સાથે ભાગીદારી કરી રહ્યા છે. ઇબેની તરફથી ફ્લિપકાર્ટમાં રોકાણ એક સ્ટ્રેટજિક કમર્શિયલ એગ્રીમેન્ટ હેઠળ થયું છે. ત્યારે ફિલ્પકાર્ટ આવનારા સમયમાં આ જોડાણથી એમેઝોનને ટક્કર આપશે અને આવનારા સમયમાં તેના શેર ઊંચા જશે તેવું મનાઇ રહ્યું છે.

English summary
Flip kart raises more than 1bn dollar from tencent eBay and Microsoft. Read more on it.
Please Wait while comments are loading...