
1 રૂપિયાનો સિક્કો બનાવવા માટે સરકાર 1.11 રૂપિયા ખર્ચ કરે છે
દેશમાં સતત વધતી મોંઘવારી પછી દેશમાં રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો આવી રહ્યો છે. આ સિક્કા બનાવવા વિશેની જાણકારી તમને હેરાન કરી દેશે. સિક્કા બનાવવા માટેનો ખર્ચ સિક્કા કરતા પણ વધારે છે. ઇન્ડિયા ટુડે ઘ્વારા આરટીઆઈ ઘ્વારા સિક્કા બનાવવાના ખર્ચ અંગે જાણકારી માંગી હતી. સિક્કા બનાવવાના ખર્ચ અંગે આરટીઆઈ જવાબમાં આરબીઆઇ ઘ્વારા જે જાણકારી આપવામાં આવી તે હેરાન કરી નાખે તેવી છે.
આ પણ વાંચો: આરબીઆઇ ખુબ જ જલ્દી 350 રૂપિયાનો સિક્કો બહાર પાડશે

ગોપનીયતાના સંદર્ભમાં આ આરટીઆઈનો જવાબ આપવાનો ઇનકાર
આ સવાલનો જવાબ ભારતીય સરકારના ટંકશાળ, મુંબઇ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. મુંબઈ ટંકશાળ પાસે રૂ. 10, રૂ. 5, રૂ. 2 અને રૂ .1 ના સિક્કા બનાવવા માટે કેટલો ખર્ચ થયા છે તેના વિશે જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ તેમને ગોપનીયતાના સંદર્ભમાં આ આરટીઆઈનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. જવાબમાં, ટંકશાળે કહ્યું કે આરટીઆઈ એક્ટ, 2005 ની કલમ 8 (1) (ડી) હેઠળ આ માહિતી ઉપલબ્ધ કરાવી શકાતી નથી કારણ કે તે ટ્રેડ સિક્રેટ છે.

1 રૂપિયાનો સિક્કો બનાવવાનો ખર્ચ તેની કિંમત કરતા પણ વધારે
જયારે એક આરટીઆઈ હૈદરાબાદ ટંકશાળ પણ મોકલવામાં આવી હતી. ત્યાં પણ, રૂ. 10, રૂ. 5, રૂ. 2 અને રૂ .1 સિક્કા બનાવવામાં આવે છે. હૈદરાબાદ ટંકશાળના જણાવ્યા મુજબ, 1 રૂપિયાનું સિક્કો બનાવવાનો સરેરાશ ખર્ચ 1 રૂપિયા 11 પૈસાની કિંમતે થાય છે. એટલા માટે 1 રૂપિયાનો સિક્કો બનાવવાનો ખર્ચ તેની કિંમત કરતા પણ વધારે છે.

10 રૂપિયાનો સિક્કો બનાવવા માટે 5.54 રૂપિયાનો ખર્ચ
2 રૂપિયાના સિક્કા બનાવવાનો ખર્ચ 1.28 રૂપિયા છે. 5 રૂપિયાનો સિક્કો બનાવવા માટે 3.69 રૂપિયાનો ખર્ચ લાગે છે. જયારે 10 રૂપિયાનો સિક્કો બનાવવા માટે 5.54 રૂપિયાનો ખર્ચ લાગે છે.