નવું ઘર ખરીદવા માટેનો આ છે સૌથી સારો અને યોગ્ય સમય..

Posted By:
Subscribe to Oneindia News

દરેકને પોતાના સપનાનું ઘર જોઇએ છે. જ્યાં તમે આખા દિવસની મહેનત કરી શાંતિથી સુઇ શકો. તે ઘર જે તમારા પરિવારને સુરક્ષા આપે. તો જો તમે પણ તમારું પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો એ માટેનો આ સૌથી સારો અને યોગ્ય સમય છે. આજથી એટલે કે 1 મેથી ઘર ખરીદનારાઓને થશે 8 મોટા ફાયદા. આ ફાયદા કયા છે તે અંગે વિગતવાર જાણો અહીં...

Read also: હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવું નથી ફરજીયાત!

-

RERA થશે લાગુ

RERA થશે લાગુ

1 મેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડિવેલપમેન્ટ એક્ટ લાગુ થશે. આ એક્ટના લાગુ થવાથી એક નવો કાયદો લાગુ પડશે જે સમગ્ર સેક્ટરના તમામ જૂના કાયદાને પૂર્ણ રીતે બદલી દેશે. આ કાનૂનના આવવાથી સમગ્ર સેક્ટરની જવાબદારી તો વધશે જ સાથે જ તેમાં પારદર્શકતા પણ આવશે. આ નવા કાનૂનના આવવાથી ઘર ખરીદનાર લોકોને મોટો ફાયદો થશે. ત્યારે જાણો RERAથી તમને શું શું ફાયદા થશે.

ફાયદા

ફાયદા

1. RERAના લાગુ થવાથી દરેક રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી બનશે. આ ઓથારિટીનું કામ હશે કોઇ પણ બિલ્ડર વિરુદ્ધ જો કોઇ ફરિયાદ આવે તો આ ઓથોરિટી તેનું નિરાકરણ લાવશે.
2. આ ઓથોરિટીની પહોંચ તમામ અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ પર પણ હશે. જે પ્રોજેક્ટ 8 એપાર્ટમન્ટથી વધુ હશે તેને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ભલે કે કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ. જો તેવું નહીં કરવામાં આવ્યું તો પ્રોજેક્ટની જે કિંમત હશે તેના 10 ટકા દંડ પેટે ભરવા પડશે. અને બીજી વાર તેવી ભૂલ કરવા પર જેલ પણ થઇ શકે છે.

ફાયદો

ફાયદો

3. ડેવલપરને ફ્લેટ ખરીદનાર પાસેથી જે પૈસા મળશે, તેનો 70 ટકા એક અલગ એકાઉન્ટમાં રાખવા પડશે. આમ કરવાથી ડેવલપર ખરીદારના પૈસાનો ઉપયોગ અન્ય કોઇ પ્રોજેક્ટમાં નહીં કરી શકે. વળી તેનાથી પ્રોજેક્ટ પણ ટાઇમ પર પૂર્ણ થઇ જશે અને ખરીદનારને પણ તેનું ઘર ટાઇમે મળી જશે.
4. એક નવા કાનૂન મુજબ તમામ ડેવલપર્સને પ્રોજેક્ટથી જોડાયેલી તમામ જાણકારી આપવી પડશે. જેમ કે પ્રોજેક્ટનો પ્લાન, લેઆઉટ, સરકારી મંજૂરી, જમીનનું સ્ટેટસ અને પ્રોજેક્ટ પૂર્ણ થવાનું શિડ્યૂલ પણ.

ફાયદા

ફાયદા

5. આ નવા એક્ટના લાગુ થવાથી બિલ્ટ અપ એરિયાના આધારે ફ્લેટ વેચવાની રીત પણ બદલાઇ જશે. નવા કાનૂન મુજબ કારપેટ એરિયાનો નિર્ધારણ અલગથી કરવામાં આવશે.
6. હાલના સમયે કોઇ પણ પ્રોજેક્ટ બનવામાં મોડું થાય છે તો ડેવલપરને કોઇ નુક્શાન નથી થતું. પણ નવા કાનૂનના લાગુ થતા પ્રોજેક્ટ પૂર્ણ થવામાં જો મોડું થયું તો તેની ચૂકવણી ડેવલપર ભોગવવી પડશે. ખરીદાર દ્વારા આપવામાં આવેલી વધારાની ઇએમઆઇ પર લગનારું તમામ વ્યાજ ડેવલપરે ખરીદારને ચૂકવવું પડશે.

ઓર્ડર ન માનવા પર

ઓર્ડર ન માનવા પર

7. RERAના ટ્રિબ્યુનલ ઓર્ડરને ન માનવા પર ડેવલપરને 3 વર્ષની જેલની સજાની થઇ શકે છે.
8. જો પ્રોજેક્ટમાં કોઇ પણ રીતની ભૂલ મળી તો ખરીદારને પજેશનના 1 વર્ષની અંદર-અંદર ડેવલપરને લેખિત ફરિયાદ આપી શકે છે. અને આફ્ટર સેલ સર્વિસિસની માંગ કરી શકે છે.

વધુ વાંચો :

વધુ વાંચો :

આઇએમએફની રેકિંગમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા 9.9 ટકાના દરથી વધી રહી છે.

Read Also:ખુશખબરી! બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ


English summary
Know why you should purchase home after April. Read here more.
Please Wait while comments are loading...