
NRI છો તો ભારતમાં લો વીમો, આટલા છે ફાયદા
NRI લોકો હવે ભારતમાં ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે. દુનિયામાં ટર્મ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ માત્ર ભારતમાં સૌથી ઓછું છે. એટલે NRI તેનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ જીવન વીમા પ્લાન ખરીદતા પહેલા NRIએ કેટલીક બાબતો ધ્યાન પણ રાખવી જોઈએ. એક્સાઈડ લાઈફ ઈન્સ્યોરન્સે કરેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે લાઈફ ઈન્સ્યોરન્સ એક એવું સાધન છે, જેને લોકો સુરક્ષા કવચ તરીકે મહત્વ આપે છે.
આ પણ વાંચો: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો?

NRI ભારતમાં વીમો લે તો વધુ ફાયદાકારક
NRI માટે બારતીય લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાના કેટલાક મોટા ફાયદા છે. જેમાં સૌથી મોટો ફાયદો છે કે તેમને મૃત્યુ બાદ લાભ તાત્કાલિક ધોરણે મળે છે. લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા ગ્રાહકોને ટેક્સ ફ્રી લાભ અને સંપત્તિ તૈયાર કરવામાં મદદ પણ કરવામાં આવે છે. લાઈફ ઈન્સ્યોરન્સ NRI માટે વારસો માટે સંપત્તિ રાખવાનું સર્વોત્તમ સાધન છે, સાથે જ વસિયત બનાવવા માટે પણ ફાયદાકારક છે. સારી વાત એ છે કે ભારતમાં એવી અનેક લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ છે જે NRIને પોલિસી આપે છે.

FEMA અંતર્ગત અનુમતિ
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા અંતર્ગત NRIની સાથે ભારતીય મૂળના લોકોને પણ ભારતમાં લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદવાની મંજૂરી અપાઈ છે. આ લોકો ઈચ્છે તો પોતાના માટે અને પરિવારના સભ્યોની સુરક્ષા માટે જરૂરિયાત અનુસાર કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે.
લાઈફ ઈન્સ્યોરન્સ કવરના પ્રીમિયમ માટે NRI વ્યક્તિ બેન્ક અકાઉન્ટ કે NRE/FCNER BANK Account દ્વારા કે પછી વિદેશી મુદ્રામાં પ્રીમિયમ ભરવાનો ઓપ્શન પસંદ કરી શકે છે. જો તમે વિદેશી મુદ્રામાં પૈસા ચૂકવી રહ્યા હો તો જાણી લો કે તમારી પોલિસી કયા ચલણમાં જાહેર કરાઈ છે.

વિદેશમાં કરાવી શકો છો મેડિકલ ટેસ્ટ
ભારતમાં ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદનાર NRI પોતાના દેશમાં રહીને મેડિકલ પરીક્ષણ કરાવી શકે છે. બસ તેનો રિપોર્ટ ભારતની વીમા કંપનીને મોકલવો જરૂરી છે. આ રિપોર્ટ્સની તપાસ કર્યા બાદ વીમા કંપની પોલિસી આપવા અને પ્રિમીયમ અમાઉન્ટ નક્કી કરવા અંગે નિર્ણય કરશે. કેટલીક વીમા કંપનીઓ ટર્મ પોલિસી આપવા માટે NRIનો ટેલી મેડિકલ કરવાની પરવાનગી પણ આપે છે. આ પ્રક્રિયામાં NRIને ફક્ત ફોન પર કેટલાક સવાલ પૂછવામાં આવે છે. જેના આધારે તે પોલિસી આપવામાં આવે છે.

આ પણ છે એક શરત
જો કોઈ NRIએ ભારતની વીમા કંપની પાસેથી લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી છે તો આ પોલિસીના ઈન્સ્યોર્ડ વ્યક્તિની મૃત્યુને કવર કરવી જરૂરી છે. પછી ભલે મૃત્યુ ગમે તે દેશમાં થાય. પોલિસી ધારક મૃત્યુ પામે તો તેના લાભાર્થીઓને ચૂકવાતી રકમ એ મુદ્રામાં હશે જેનો ઉલ્લેખ પોલિસી દસ્તાવેજમાં હોય. એટલે કે ભારતીય ચલણ કે પછી વિદેશી મુદ્રા. મૃત્યુનો દાવો કરનાર નોનિમિએ પોલીસની શરતો પ્રમાણે દસ્તાવેજ જમા કરાવવા પડશે.

વીમો ક્લેઈમ કરવા માટે આ છે જરૂરી દસ્તાવેજ
ઉલ્લેખનીય છે કે જરૂરી દસ્તાવેજોની યાદી જૂદી જુદી હોઈ શકે છે.
1) પોલિસીની કોપી
2) ઈન્સ્યોર્ડ વ્યક્તિની મૃત્યુનું પ્રમાણ પત્ર
3) નોમિનીનું ઓળકનું પ્રમાણ પત્ર
વિદેશમાં મૃત્યુની સ્થિતિમાં દૂતાવાસમાંથી લેવું પડશે મૃત્યુનું પ્રમાણ પત્ર.
સૌથી જરૂરી વાત છે કે જો ઈન્સ્યોર્ડ વ્યક્તિનું મોત કોઈ અન્ય દેશમાં થાય તો તેના નોમિનીએ સંબંધિત દેશના ભારતીય દૂતાવાસમાં ડેથ સર્ટિફિકેટ જમા કરાવવી પડશે.